જોક્સ : પપ્પુએ જણાવ્યું ખુશહાલ જીવનનું રહસ્ય, સાંભળીને પાડોશી થયો બેભાન

મિત્રો, જે રીતે કોઈ પણ માણસને સ્વસ્થ રહેવા માટે સારી હવા, સારું ખાનપાન વગેરે જરૂરી હોય છે, એવી રીતે સદા હસતા રહેવું પણ માણસને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને જો તમે સવાર-સાંજ હસવાની આદત પાડી લો, તો કોઈ પણ બીમારી, ભલે તે માનસિક હોય કે પછી શારિરીક તમારી પાસે પણ નહિ આવે. એટલા માટે અમે તમારા માટે અમુક એવા જ મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમે હસતા હસતા લોટપોટ થઈ જશો. તો ચાલુ શરુ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

પપ્પુ : ભાઈ તારા હાથ પગ કઈ રીતે તૂટી ગયા?

ગપ્પુ : છોકરીના ફોન રિચાર્જનાં ચક્કરમાં.

પપ્પુ : કેમ ભાઈ? રિચાર્જના પૈસા નહિ આપ્યા કે?

ગપ્પુ : અરે ભાઈ જે દુકાન પર રિચાર્જ કરાવવા ગયો હતો,

તે દુકાનદાર છોકરીનો ભાઈ નીકળ્યો.

જોક્સ : 2

પરમ સત્ય જ્ઞાન…..

સર્વશ્રેષ્ઠ યોગાસન : પત્ની કાંઈ કહે તો ગરદન બે વાર ઉપર નીચે કરો.

ફાયદો : એનાથી તમારું જીવન ખુશહાલ રહેશે.

ધ્યાન રહે – ભૂલથી પણ ગરદન ડાબે-જમણે ન કરવી,

આ જીવલેણ હોઈ શકે છે.

જોક્સ : 3

પાડોશી : યાર તારા ઘરેથી રોજ હસવાના અવાજ આવે છે.

આ ખુશહાલ જીવનનું રહસ્ય શું છે?

પપ્પુ : એમાં એવું છે ને કે, મારી પત્ની રોજ મને બૂટથી મારે છે.

જો લાગી જાય તો તે હશે છે, અને ન લાગે તો હું હશું છું.

બસ આ રીતે જ હસતા-રમતા જીવન પસાર થઈ રહ્યું છે.

પાડોશી બેભાન…

જોક્સ : 4

એક દિવસ મેથ્સના શિક્ષક પોતાના વર્ગમાં બાળકોને ખીજાઈ રહ્યા હતા.

શિક્ષક (બાળકોને) : કાલે જે ઘડિયા યાદ કરીને નથી આવ્યાને તેની ખેર નથી.

ચંપુ : ઠીક છે ગુરુજી, કાલનું કાલે જોઈશું.

બીજા દિવસે શિક્ષક : જે ઘડિયા યાદ કરીને નથી આવ્યા તે મરઘા બની જાય.

ચંપુ : સાહેબ, સુકા મરઘા કે પછી રસાવાળા.

(તે બોલ્યા પછી બિચારો ચંપુ હજુ સુધી તેના શિક્ષકનો માર ખાઈ રહ્યો છે)

જોક્સ : 5

લેડીઝનો વિભાગ,

પતિનું કોઈ સાથે અફેયર ચાલી રહ્યું હતું

પત્નીએ પતિ માટે એક જ રંગની ૧૨ અંડરવેયર ખરીદી

પતિ : એક જ રંગની આટલી બધી અંડરવિયર કેમ લીધી?

બધા કહેશે હું ક્યારેય અંડરવિયર નથી બદલતો કે શું!

પત્ની : બધા કોણ??

શાંતિ છવાઈ ગઈ.

જોક્સ : 6

ગામની મહિલા ટ્રેનમાં પોતાના બાળકની લંગોટ બદલી રહી હતી.

તે જોઇને એક શહેરની મહિલા બોલી, બેન હગીસ નથી કે શું?

ગામની મહિલા : નહિ દીદી માત્ર મુતિસ છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.