જોક્સ : પતિએ જે રીતે પત્નીને દગો આપતા પકડી, એ જાણીને તમે ખુબ હસસો

જોક્સનો આનંદ લેવા માટે એકવાર ફરીથી તૈયાર થઈ જાવ. દરેક વખતની જેમ આ વખતે પણ અમે તમારા બધા માટે ખાસ અને મજેદાર જોક્સનું કલેક્શન લઈને આવ્યા છીએ. આ જોક્સ વાંચ્યા પછી તમારું હાસ્ય અટકવાનું નામ નહિ લે. જેવું કે તમે બધા જાણો છો, કે ઈન્ટરનેટ પર આમ તો ઘણા જોક્સ પહેલાથી હાજર છે. જો કે એને સર્ચ કરવામાં ઘણો સમય બગડે છે.

એવામાં અમે એવા હજારો જોક્સમાંથી અમુક વધારે પસંદ કરાયેલા જોક્સ તમારી સામે રજૂ કરીએ છીએ. આ રીતે તમારો સમય પણ બચશે અને મનોરંજન પણ ફટાફટ થઈ જશે. જોક્સ એક રીતે ઓછા સમયમાં મનોરંજન કરે છે. આ મનોરંજન બાકી સાધનોની સરખામણીમાં સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ થાય છે. એને વાંચ્યા પછી મગજ રિલેક્સ થાય છે, અને માઈન્ડ ફ્રેશ અનુભવ કરે છે. તો ચાલો વધારે મોડું કર્યા વગર આ જોક્સ વાંચીએ અને એન્જોય કરીએ.

જોક્સ : 1

પપ્પુ પોતાના મિત્રને કહી રહ્યો હતો,

ખબર નહીં લગ્ન પછી લોકો પત્નીથી ડરવા કેમ લાગે છે.

મેં તો આજે સ્પષ્ટ કહી દીધું છે,

ઠંડી વધારે છે, એટલે વાસણ તો બપોરે જ ધોઇશ.

જોક્સ : 2

દર્દી – ડોક્ટર સાહેબ, તમે કાગળની પાછળ જે દવા લખીને આપી હતી,

તે કોઈ મેડિકલ પણ મળતી નથી.

ડોક્ટર – એ દવા નથી,

હું પેન ચલાવીને ચેક કરી રહ્યો હતો.

જોક્સ : 3

પપ્પુ : મને લાગે છે કે ધીરે ધીરે આપણે આપણી સંસ્કૃતિ ખોઈ રહ્યા છીએ.

ગપ્પુ : તે કઈ રીતે?

પપ્પુ : અરે યાર કાલે હું એક લગ્નમાં ગયો હતો,

ત્યાં જોયું કે ફુવાજી મોં ફુલાવ્યા વગર ફરી રહ્યો હતો.

જોક્સ : 4

લગ્નમાં સૌથી ખાસ વ્યક્તિ વરરાજો નહિ પણ એનો મિત્ર હોય છે,

જેની પાસે બીજાને પીવડાવવાની જવાબદારી હોય છે.

જોક્સ : 5

પરમ સત્ય જ્ઞાન :

જો ખાવાનું ખાતા સમયે પતિ અથાણું માંગે,

તો સમજી લેવું કે….

ન તો શાકમાં દમ છે અને

ન તો એ પતિમાં સીધે સીધું કહેવાનું દમ છે.

જોક્સ : 6

એક મહિલા મંદરીમાં બેસીને રડી રહી હતી.

પૂજારી : શું થયું દીકરી?

મહિલા : કાલે રાત્રે મારા પતિ ગુજરી ગયા.

પૂજારી : અરે…ઘણું ખરાબ થયું.

એણે મરતા સમયે કાંઈ કીધું?

મહિલા : હાં, તે બોલી રહ્યા હતા, ‘મારું ગળું છોડીને ડાકણ.’

પૂજારી બેભાન….

જોક્સ : 7

પત્ની : પતિ કોણ છે? એની પરિભાષા જણાવો?

પતિ : પતિ એ પ્રાણી છે જે ભૂત-પ્રેતથી ભલે ન ડરે,

પણ પત્નીના ચાર મિસકોલ ખૌફ પેદા કરવા માટે પૂરતા છે.

જોક્સ : 8

છોકરો પોતાની ગર્લફ્રેન્ડને : અમીરથી અમીર માણસ પણ

મારા પપ્પા સામે વાટકા લઈને ઉભા રહે છે.

ગર્લફ્રેન્ડ : પછી તો તારા પપ્પા ઘણા અમીર હશે.

છોકરો : ના તે પાણીપુરી વેચે છે.

જોક્સ : 9

હાથમાં ફોન હોય,

તો ખાવાનું ખાવામાં 1 કલાક લાગે છે.

અને પોતાનો ફોન બીજાના હાથમાં હોય,

તો ફક્ત 2 મિનિટ લાગે છે.

જોક્સ : 10

સાસુ (વહુને) : પડોસની સુષ્મા એક નંબરની જુઠ્ઠી છે.

એની વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરતી.

મને એ કહે કે, આજે સવારે એ તને શું કહી રહી હતી?

વહુ : એ કહી રહી હતી કે, તમે ઘણી સારી મહિલા છો.

જોક્સ : 11

એક મોટા સાહેબે બૂટ પોલીસ કરવા વાળાને આદેશ આપ્યો કે,

બૂટ વધારે ઘસ, મને એમાં મારું મોં દેખાવું જોઈએ.

બૂટ પોલીસ કરવા વાળાએ આદેશનું પાલન કર્યું.

પછી શું?

મોટા સાહેબને પોતાના બૂટમાંથી પોતાના પગ દેખાવા લાગ્યા.

જોક્સ : 12

પત્ની : હું ચક્તિ થઈ ગઈ કે, આજે તમે આપણા લગ્નની એનિવર્સરી પર

મને હીરા જડેલો હાર ગિફ્ટમાં આપ્યો.

મારી પ્રભુને પ્રાથના છે કે, તે મને સાત જન્મ સુધી તમારી જ પત્ની બનાવે.

પતિ : અને મારી પ્રાથના એ કે, આ તારો સાતમો જન્મ હોય.

જોક્સ : 13

મોહન : મને લાગે છે કે મારી પત્ની મને દગો આપી રહી છે.

સોહન : એ કઈ રીતે?

મોહન : કાલે રાત્રે તે મોડેથી ઘરે આવી તો મેં પૂછ્યું ક્યાં ગઈ હતી?

તેણે કહ્યું અંજલીના ઘરે ગઈ હતી.

સોહન : તો?

મોહન : પણ અંજલીના ઘરે તો હું હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.