જોક્સ : પતિ ગુસ્સામાં પોતાની પત્નીને કહે છે, પતિ – અરે સાંભળ, મુન્નો રડી રહ્યો છે ચૂપ કરાવ એને

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે તો તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

રમેશ : આટલો દુઃખી કેમ છે?

સુરેશ : એક વાતે મને દુઃખી કરી મુક્યો છે

રમેશ : કઈ વાતે?

સુરેશ : જયારે દિલમાં કોઈ હાડકું જ નથી હોતું તો

પછી તૂટે છે ક્યાંથી?

જોક્સ : 2

સંજુ : ભાઈ તમારા હાથ પગ કેવી રીતે તૂટી ગયા?

પપ્પુ : છોકરીનો મોબાઈલ રીચાર્જ કરાવવાની માથાકૂટમાં

સંજુ : તે કેવી રીતે?

પપ્પુ : અરે ભાઈ જે દુકાનમાં રીચાર્જ કરાવવા ગયો,

તે દુકાનદાર છોકરીનો ભાઈ નીકળ્યો

જોક્સ : 3

મારવાડીએ શેખને લોહી આપી તેનો જીવ બચાવ્યો

શેખે ખુશ થઇને તેને મર્સીડીસ કાર ભેંટ આપી

શેખને ફરી લોહીની જરૂર પડી

મારવાડીએ ફરી લોહી આપ્યું, આ વખતે શેખે માત્ર લાડુ આપ્યો

મારવાડી (ગુસ્સાથી) : આ વખતે માત્ર લાડુ?

શેખ : ભાઈ હવે અમારી અંદર પણ મારવાડીનું લોહી દોડી રહ્યું છે

જોક્સ : 4

પતિ : મારી છાતીમાં ઘણો જ દુઃખાવો થઇ રહ્યો છે

જલ્દી એમ્બ્યુલન્સ માટે કોલ લગાવો

પત્ની : હા લગાવું છું. તમારા મોબાઈલનો પાસવર્ડ બતાવો

પતિ રહેવા દે, હવે થોડું ઠીક લાગી રહ્યું છે

જોક્સ : 5

એક નવપરણિત જોડું વાસણની દુકાનમાં ઝગડી રહ્યું હતું

પત્ની : આ વાળો સ્ટીલનો ગ્લાસ લો

પતિ : નહિ, બીજો જરા મોટો ગ્લાસ લઈશું

દુકાનદાર : સાહેબ જી, મહિલા દિવસ ભલે જતો રહ્યો

પરંતુ મેડમ જે કહી રહ્યા છે, તે ગ્લાસ લઇ લો ને

પતિ : અરે તને વેચવાની પડી છે પરંતુ આ નાના એવા

ગ્લાસમાં મારો હાથ ઘૂસતો નથી

હું તેને માંજીસ કેવી રીતે

જોક્સ : 6

એક પત્નીએ પોતાના પતિને કોલ લગાવ્યો અને પૂછ્યું

પત્ની : શું કરી રહ્યા છો?

પતિ : બેબી ઓફીસમાં છું

ઘણો વ્યસ્ત છું અને તું?

પત્ની : મેકડોનલ્ડ રેસ્ટોરેન્ટમાં

તારી પાછળ બેઠી છું

અને બાળકો પૂછી રહ્યા છે

પપ્પા સાથે કઈ ફઈ બેઠી છે?

જોક્સ : 7

ભાઈ કેટલું પણ ભણી લો, ડીગ્રી બિગ્રીઓ લઇ લો

પરંતુ રેસ્ટોરેન્ટના દરવાજા ઉપર Push અને Pull લખ્યું જુવો છો તો

૨-3 સેકન્ડ માટે વિચારવું જરૂર પડે છે કે

દરવાજો ધકેલવાનો છે કે ખેંચવાનો છે

જોક્સ : 8

પહેલો દોસ્ત : શું કરી રહ્યો છે ભાઈ?

બીજો દોસ્ત : ખાઈ રહ્યો છું ભાઈ

પહેલો દોસ્ત : એકલો એકલો ?

બીજો દોસ્ત : અરે પત્નીના મેણા ટોણા ખાઈ રહ્યો છું આવી જા તું પણ ખાઈ લે

જોક્સ : 9

એક સુંદર છોકરી બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી

શેરીનો મજનું : ચાંદ તો રાતમાં નીકળે છે

આજે દિવસમાં કેમ નીકળી આવ્યો?

છોકરી : અરે ઉલ્લુ તો રાત્રે બોલતા હતા

આજે દિવસે કેમ બોલી રહ્યા છે

જોક્સ : 10

છોકરીને જોવા આવ્યા હિન્દી પ્રેમી અને તેની થનારી સાસુ

હું હિન્દી સાંભળીને જ એ નક્કી કરી લઈશ

કે તું મારી વહુ બનવા લાયક છે કે નહિ

તારી શૈક્ષણીક  યોગ્યતા શું છે?

છોકરી : નેત્ર નેત્ર ચા

સાસુ : શું મતલબ?

છોકરી : આઈ આઈ ટી

સાસુ કોમામાં છે

જોક્સ : 11

શિક્ષક : રહીમનો કોઈપણ એક દોહો સંભળાવો

પપ્પુ : સર મને નથી આવડતો

શિક્ષક : તને જેટલો આવડે એટલો જ સંભળાવી દે

પપ્પુ : ક્યારેય તરસ્યાને પાણી પીવડાવ્યું નથી

પાછળથી ક્વાટર પિવડાવવાથી શું ફાયદો

શિક્ષક : બેસી જા ડ્યુટીના સમયે મન ભટકાવી રહ્યો છે

જોક્સ : 12

પતિ ગુસ્સામાં પોતાની પત્નીને કહે છે

પતિ : અરે સાંભળો, મુન્નો રડી રહ્યો છે

ચુપ કરાવ તેને

પત્ની (ગુસ્સામાં ) : હું કામ કરું કે બાળકો સંભાળું

હું તેને દહેજમાં લાવી ન હતી

પોતે જ ચુપ કરાવી લો

પતિ : તો પછી રડવા દે, હું ક્યાં તેને જાનમાં લઈને ગયો હતો.

જોક્સ : 13

પાડોશી : તમારા વાસણ ઘણા ચમકી રહ્યા છે

ધોવા માટે શેનો ઉપયોગ કરો છો?

પત્ની : પતિ નો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.