મજેદાર જોક્સ : સાસુ પોતાના 3 જમાઈનો પ્રેમ જોવા માટે નદીમાં કૂદી ગઈ, પહેલા જમાઈએ તેને…

સ્ટ્રેસ ભરેલા આ જીવનમાં કોઈને હસાવવા ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. કોઈનું દિલ તો સરળતાથી દુભાવી શકાય છે, પણ કોઈને ખુશી આપવી મુશ્કેલ કામ છે. એટલા માટે આજે અમે તમારા માટે થોડા એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેંડિંગ છે. અને દાવો કરીએ છીએ કે, આ જોક્સને વાંચીને તમારું હાસ્ય અટકશે નહિ. તો રાહ કઈ વાતની, ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

જીજા અને સાળી બંને સાથે ફરવા ગયા.

સાળી : મારે લિપસ્ટિક ખરીદવી છે.

જીજાજી : ઠીક છે લઈ આવીએ.

સાળી (દુકાનદારને) : આ લિપસ્ટિક કેટલાની છે?

દુકાનદાર : 70 રૂપિયાની છે.

સાળી : 70 રૂપિયા….હું 50 રૂપિયાથી એક રૂપિયો વધારે નહિ આપું આપવી હોય તો આપો.

દુકાનદાર : બહેન તમે ખોટું સાંભળ્યું, મેં 70 નહિ 17 રૂપિયા કીધા હતા.

સાળી : 12 રૂપિયામાં આપવી હોય તો વાત કરો.

જીજાજી (સાળીને) : બેન બસ કર હવે, ઉપરવાળાથી ડર.

જોક્સ : 2

ડોક્ટર : તમારી બીમારીનું અસલ કારણ મારા સમજમાં નથી આવી રહ્યું.

થઈ શકે છે કે, ડા રૂ પીવાને કારણે આવ્યું થઈ રહ્યું હોય.

દર્દી : કોઈ વાત નહિ ડોક્ટર સાહેબ, જયારે તમારી ઉતરી જશે,

ત્યારે હું ચેક-અપ કરાવવા માટે ફરી આવીશ.

જોક્સ : 3

શિક્ષક : તું ક્લાસમાં મોડી કેમ આવી?

છોકરી : સર, એક છોકરો મારો પીછો કરી રહ્યો હતો.

શિક્ષક : પછી?

છોકરી : સર એ છોકરો ઘણો ધીમે ધીમે ચાલી રહ્યો હતો.

જોક્સ : 4

છોકરો, છોકરીના ઘરની બહાર ઉભો હતો, એવામાં આંટી બહાર આવી.

આંટી : અહીં કેમ ઉભો છે?

છોકરો : એમ જ.

આંટી : દીકરા આ જ ઉંમર છે, થોડું ભણીલે કરિયર સેટ કરી લે.

છોકરો : તમારી છોકરી તો મારાથી સેટ નથી થઈ રહી,

કરિયર શું તંબુરો સેટ કરીશ.

જોક્સ : 5

એક જાટના ચાર છોકરા હતા.

લગ્ન માટે છોકરી વાળા આવ્યા અને પૂછ્યું : ચૌધરી સાહબ છોકરા શું કરે છે?

ચૌધરી : ચારેય ડોક્ટર છે.

છોકરી વાળા : ચૌધરી સાહબ વાત પચતી નહિ.

ચૌધરી : પચતી તો મને પણ નથી,

પણ જ્યારે પણ એમને કાંઈ પૂછું છું, તો તેઓ કહે છે તમને બીમારી છે.

જોક્સ : 6

છોકરી : તું જ્યાં-જ્યાં જઈશ મારો પડછાયો તારી સાથે હશે.

છોકરો : મને પહેલાથી જ લાગતું હતું કે તું ભૂત છે.

જોક્સ : 7

એક ગધેડો બીજા ગધેડાને પોતાનું દુઃખડું સંભળાવતા કહે છે….

પહેલો ગધેડો : યાર, મારો માલિક મને ખુબ મારે છે.

બીજો ગધેડો : તો તું ત્યાંથી ભાગી કેમ નથી જતો?

પહેલો ગધેડો : તે એવું છે એ કે મારા માલિકની એક સુંદર છોકરી છે.

બીજો ગધેડો : તો?

પહેલો ગધેડો : તે જ્યારે પણ ભણતી નથી તો એનો બાપ કહે છે કે,

જો ભણીશ નહિ તો તારા લગ્ન ગધેડા સાથે કરાવી દઈશ.

બસ આ એક આશા મને અહીંથી જવા નથી દેતી.

જોક્સ : 8

મહિલાઓએ ડા રૂની દુકાનો બંધ કરાવી દીધી.

હવે સમય આવી ગયો છે કે,

પુરુષો પણ બ્યુટી પાર્લર બંધ કરાવી દે,

જેથી મહિલાઓનો અસલી ચહેરો સામે આવી શકે.

ભડકેલો ડા રૂડિયો…

જોક્સ : 9

ઝગડતા સમયે પત્ની પોતાના પતિને ગુસ્સામાં કહે છે,

તમારા મગજમાં ગોબર ભરેલું છે કે શું?

પતિ : તો તું આટલા સમયથી મગજ ચાટી કેમ રહી છે?

જોક્સ : 10

બે પાગલ અગાસી પર ઊંઘી રહ્યા હતા.

એવામાં અચાનક વરસાદ પડવા લાગ્યો.

પહેલો પાગલ : ચાલ અંદર જતા રહીએ, આકાશમાં કાણું પડી ગયું છે.

એટલામાં વીજળી પણ થઈ.

તો બીજો પાગલ બોલ્યો : ચાલ અહીં જ ઊંઘી જા,

લાગે છે વેલ્ડિંગ વાળા આવી ગયા છે.

જોક્સ : 11

એક પીધેલ અગાસી પરથી નીચે પડી ગયો.

લોકો ત્યાં ભેગા થયા અને પૂછવા લાગ્યા, શું થયું? શું થયું?

પીધેલ : ખબર નહિ ભાઈ, હું પણ જસ્ટ અત્યારે જ નીચે આવ્યો.

જોક્સ : 12

તમે ક્યારેય વિચાર્યું છે કે, સાસરીમાં જમાઈની ઈજ્જત સૌથી વધારે કેમ હોય છે?

કારણ કે, તેઓ જાણે છે કે આ તે મહાન વ્યક્તિ છે,

જેમણે એમના ઘરના તોફાનને સાચવીને રાખ્યું છે.

જોક્સ : 13

છોકરી વાળા : અમને છોકરો પસંદ નથી.

છોકરા વાળા : પસંદ તો અમને પણ નથી.

હવે શું કરીએ ઘરેથી કાઢી મૂકીએ?

જોક્સ : 14

દયા : તમને જરા શરમ નથી આવતી,

હું 1 કલાકથી બોલ-બોલ કરી રહી છું, અને તમે બગાસા ખાઈ રહ્યા છો.

જેઠાલાલ : અરે ડોબી, હું બગાસા નથી ખાઈ રહ્યો,

ક્યારનો કાંઈક બોલવા માટે મોં ખોલી રહ્યો છું, પણ તું બોલવા દે તો બોલું ને.

જોક્સ : 15

ગોલુ મોબાઈલ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો.

પહેલા સવાલનો જવાબ આપતા જ એને ભગાડી દેવામાં આવ્યો.

સવાલ : સૌથી પ્રખ્યાત નેટવર્ક કયું છે?

ગોલુ : કાર્ટૂન નેટવર્ક.

જોક્સ : 16

સાસુ પોતાના 3 જમાઈનો પ્રેમ જોવા માટે નદીમાં કૂદી ગઈ.

પહેલા જમાઈએ તેને બચાવી લીઘી, તો સાસુએ તેને મારુતિ કાર આપી.

બીજા દિવસે સાસુ ફરીથી નદીમાં કૂદી ગઈ.

બીજા જમાઈએ તેને બચાવી લીધી, તો સાસુએ તેને બાઈક આપી.

ત્રીજા દિવસે સાસુએ ફરી નદીમાં કૂદકો માર્યો.

ત્રીજા જમાઈએ વિચાર્યું, હવે તો ઘરમાં ફક્ત સાઈકલ જ બચી છે,

જવાદે સાઈકલ માટે મારે નદીમાં નથી પડવું.

પણ ચોથા દિવસે તે જમાઈને BMW કાર મળી.

પૂછો કઈ રીતે?

એના સસરાએ ગિફ્ટમાં આપી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.