મજેદાર જોક્સ : છોકરી : હું લગ્ન પછી તારા તમામ દુ:ખ વહેચી લઈશ. છોકરો : પણ હું દુ:ખી ક્યાં છું? છોકરી : હું લગ્ન…

જોક્સ 1 : પિતા : દીકરા મેં તારા માટે એક છોકરી જોઈ છે,

તે ઘણી રૂપવતી, ગુણવતી અને સરસ્વતી છે.

દીકરો : પરંતુ પપ્પા હું કોઈ બીજી સાથે પ્રેમ કરું છું.

અને તે ગ ર્ભ વ તી છે.

જોક્સ 2 : પતિ : તારા બાપાની દાઝ્યા ઉપર મીઠું ભભરાવવાની ટેવ ગઈ નહિ.

પત્ની : કેમ, શું થયું?

પતિ : આજે ફરીથી પૂછી રહ્યા હતા કે મારી દીકરી સાથે લગ્ન કરીને ખુશ તો છો ને?

જોક્સ 3 : બાળક : મમ્મી શું હું ભગવાન જેવો દેખાઉ છું?

મમ્મી : નહિ, પરંતુ તું એવું કેમ પૂછી રહ્યો છે દીકરા?

બાળક : કેમ કે મમ્મી હું ક્યાય પણ જાઉં છું તો બધા એવું કહે છે કે,

હે ભગવાન ફરી આવી ગયો.

જોક્સ 4 : પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટે રોજ સાસરિયામાં ફોન કરે છે.

એક દિવસ સાસુમાં કહે છે : કેટલી વખત કહું કે મારી દીકરી હવે તમારા ઘરે નહિ આવે, તમે રોજ કેમ ફોન કરો છો?

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે એટલા માટે.

જોક્સ 5 : એક ગરીબ આદમી બોલ્યો : આવા જીવનથી તો મૃત્યુ સારું,

અચાનક યમદૂત આવ્યા અને કહ્યું,

તારો જીવ લેવા આવ્યો છું,

ગરીબ માણસ : લો, હવે ગરીબ માણસ મજાક પણ નહી કરી શકતા.

જોક્સ 6 : છોકરી : મારા લગ્ન છે અને ત્યાર પછી સુહા ગ રાત.

હવે તું કેમ આવ્યો છે, મારા જીવનમાં ફરી?

છોકરો : ડીજેનો ઓર્ડર મને જ મળ્યો છે.

હવે કામધંધો પણ છોડી દઉં શું.

જોક્સ 7 : પતિ પત્ની રાત્રે એક રોમાન્ટિક ફિલ્મ જોઈ રહ્યા હતા.

જેમાં હીરો હિરોઈનને પ્રેમ કરી રહ્યો હતો.

પત્ની : જુવો જી, આ લોકો કેટલો પ્રેમ કરે છે.

પતિ : તો હું શું કરું?

પત્ની : તમે તો નથી કરતા પ્રેમ આટલો પ્રેમ.

પતિ : આ હીરોની પત્ની નથી

તું પણ તારી બહેનને પૂછી જો, હું તેની સાથે કેટલો પ્રેમ કરું છું.

જોક્સ 8 : સંતા : શું દીકરા તારી પરીક્ષા કેવી રહી?

પપ્પુ : તેમણે એવા પ્રશ્ન પૂછ્યા જે મને ખબર ન હતી.

સંતા : તો?

પપ્પુ : તો મેં પણ એવા જવાબ લખી દીધા જે તેને પણ ખબર નહિ હોય

જોક્સ 9 : હમણાં એક છોકરીનું સ્ટેટ્સ વાચ્યું,

પૂજા કરું છું, જાપ કરું છું,

ક્યાંક દેવી ન બની જાઉં, એટલા માટે પાપ પણ કરું છું.

જોક્સ 10 : મેં પૂછ્યું એક પળમાં જીવ કેવી રીતે નીકળે છે?

તેણે મજાક મજાકમાં મારી ૨૦૦૦ ની નોટ ફાડી નાખી,

(ચુડેલ જેવી)

જોક્સ 11 : છોકરી : હું લગ્ન પછી તારા તમામ દુ:ખ વહેચી લઈશ.

છોકરો : પણ હું દુ:ખી ક્યાં છું?

છોકરી : હું લગ્ન પછીની વાત કરી રહી છું.