જોક્સ : એક મહિલા ગુસ્સામાં બાબા પાસે ગઈ અને બોલી, મહિલા : બાબા, મારા ₹1,000 રૂપિયા પાછા આપો.

આ મજાના જોક્સ આપણા દિવસ આખાનો થાકને ચપટીમાં ઉતારી નાખશે. તે વાચ્યા પછી તમે એક વખત ફરી તાજા માજા અનુભવવા લાગશો.

ઘણી વખત મન ખુશ રાખવાના બહાના શોધીએ છીએ, કેમ કે દરેક માણસ દર વખતે આમ પણ કારણ વગર ખુશ નથી રહી શકતા અને આજકાલની આ દોડધામ ભરેલા જીવનમાં ખુશ રહેવું ઘણું જરૂરી છે. એટલા માટે આજે આ પોસ્ટમાં અમે તમારા માટે ખુશ રહેવાનું કારણ લઇને આવ્યા છીએ. આજે અમે તમારા માટે એવા જોરદાર રમુજ લઇને આવ્યા છીએ જે વાચતા જ તમારું મન ખુશ થઇ જશે. તપ આવો શરુ કરીએ હસવા હસાવવાની આ સુંદર પરંપરા.

1. સસરા : આવો જમાઈજી આજે સવારે સવારે અચાનક,

કેમ દર્શન આપી દીધા?

જમાઈ : તમારી દીકરી સાથે ઝગડો થઇ ગયો હતો,

તેણે કહ્યું નરકમાં જાવ.

2. છોકરો છોકરી હોટલમાં ગયા.

વેઈટર : મેડમ શું લેશો?

છોકરી : મરચા વાળો રોટલો.

વેઈટર : શું ?

છોકરી : મરચા વાળો રોટલો.

વેઈટર : હસવા લાગ્યો.

છોકરો : અરે ભાઈ ગામડાની છે, તું ટેન્શન ન લે,

પીઝા માગી રહી છે.

3. પાર્કના નોટીસ બોર્ડ ઉપર એક સુવિચાર લખ્યો હતો,

ઝાડ ઉપર તમારી પ્રેમિકાનું નામ લખવાથી તો સારું છે

તેના નામનું એક ઝાડ ઉગાડીએ.

વાત મનમાં લાગી ગઈ.

ગર્લફ્રેન્ડની ગણતરી કરી અને છેવટે ૪ એકર જમીન ઉપર શેરડી ઉગાડી દીધી.

4. મુકેશ (ડોક્ટરને) : સાહેબ, મારે એક સમસ્યા છે?

ડોક્ટર : શું?

મુકેશ : વાત કરતી વખતે માણસ નથી દેખાતા.

ડોક્ટર : એવું ક્યારે થાય છે?

મુકેશ : ફોન કરતી વખતે.

ડોકટર બેભાન થઇ ગ્યા.

5. છોકરી : મારા લગ્ન છે અને ત્યાર પછી સુહાગરાત.

હવે તું કેમ આવ્યો છે, મારા જીવનમાં ફરી?

છોકરો : ડીજેનો ઓર્ડર મને જ મળ્યો છે.

હવે કામધંધો પણ છોડી દઉં શું.

6. ચૂંટણીના સમયમાં મેં પાડોશમાં ભાભીને પૂછી જ લીધું.

ભાભી કોને આપશો?

તે ગુસ્સામાં બોલી : આપને તો બિલકુલ નહિ આપું, ભલે હાથીને આપી દઉં.

7. છોકરી : હું લગ્ન પછી તારા તમામ દુ:ખ વહેચી લઈશ.

છોકરો : પણ હું દુ:ખી ક્યાં છું?

છોકરી : હું લગ્ન પછીની વાત કરી રહી છું.

8. પત્ની : કેવી લાગી રહી છું હું આજે?

પતિ : સારી લાગી રહી છે.

એક શાયરી કહોને મારા માટે.

પતિ : આજે લાગી રહી છે તું એટલી પ્યારી.

એમાં લાગી જાય છે મારી, સેલરી આખી.

9. એક છોકરાએ એક છોકરીને કમળનું ફૂલ આપ્યું.

છોકરીએ ગુસ્સામાં આવીને તમાચો મારી દીધો.

છોકરી ગાલ ઉપર હાથ ફેરવતા બોલ્યો : હું તો ભાજપનો પ્રચાર કરી રહ્યો હતો.

છોકરી બોલી : હું પણ કોંગ્રેસનો પ્રચાર કરી રહી છું.

10. દરેક ભૂલ સોરી બોલવાથી માફ નથી થતી.

અમુક ભૂલો માટે પછાડીને, ઘસાડીને કૂટવું પણ જરૂરી હોય છે.

11. ક્લાસમાં ટીચરે બાળકોને કહ્યું

ટીચર : કાલે હોમવર્ક કરીને ન લાવ્યા તો મરઘા બનાવી આપીશ.

ત્યારે એક બાળક ઉભો થઇને બોલ્યો.

બાળક : સર હું શાકાહારી છું. મટર પનીર બનાવી આપજો.

થપાટ ઉપર થપાટ

12. તરબૂચ વેચવા વાળા છોકરાને મેં પૂછ્યું

આ તરબૂચને ટપલી મારવાથી તને કેમ ખબર પડે છે કે લાલ જ નીકળશે?

તેણે કહ્યું, ખબર નથી પણ પરંતુ પિતાજી એ સમજાવ્યું છે કે

બે તરબૂચ ઉપર ટપલી મારી ત્રીજું ગ્રાહકને પકડાવી દેવાનું, ખુશ થઇ જાય છે ગ્રાહક.

છોકરાની એ વાત સાંભળીને તેને સલામ કરવાથી પોતાને રોકી ન શક્યો.

13. શિક્ષકે પૂછ્યું : કવિતા અને નિબંધમાં શું ફરક છે?

વિદ્યાર્થી : પ્રેમિકાના મોઢા માંથી નીકળેલો એક એક શબ્દ પણ કવિતા હોય છે

અને પત્નીનો એક એક શબ્દ નિબંધ સમાન હોય છે.

શિક્ષકની આંખોમાં આંસુ આવી ગયા અને ગળું ભરાઈ ગયું.

તેમણે તે છોકરાને ક્લાસમાં મોનીટર બનાવી દીધો.

14. પોલીસ (દારૂડીયાને) : રાત્રે ૧ વાગ્યે તું ક્યાં જઈ રહ્યો છે?

દારુડીયો (પોલીસને) : હું દારુ પીવાની ખરાબ અસર ઉપર ભાષણ સાંભળવા જઈ રહ્યો છું.

પોલીસ (દારૂડિયાને) : આટલી મોડી રાત્રે તને કોણ ભાષણ આપશે?

દારુડીયો : મારી પત્ની.

15. એક કંજૂસ છોકરાને કંજૂસ છોકરી સાથે પ્રેમ થઇ ગયો.

છોકરી : જયારે પિતાજી ઊંઘી જાય, તો હું શેરીમાં સિક્કો ફેંકીશ,

અવાજ સાંભળીને તરત અંદર આવી જજે.

પરંતુ છોકરો સિક્કો ફેંક્યા પછી એક કલાક પછી આવ્યો.

છોકરી : આટલી વાર કેમ લગાવી દીધી?

છોકરો : તે હું સિક્કો શોધી રહ્યો હતો.

છોકરી : અરે ગાંડા, તે મેં દોરીથી બાંધીને ફેંક્યો હતો.

પાછો ખેંચી લીધો હતો મેં.

16. છોકરો : આ રેલગાડી, બસો અને છોકરીઓ એક જેવી હોય છે,

એક જાય છે, તો બીજી આવે છે.

છોકરી : હોય અને આ ટેક્સી, રીક્ષા અને છોકરા એક જેવા હોય છે.

છોકરો : તે કેવી રીતે?

છોકરો : એકને બોલાવો ચાર દોડીને આવે છે.

17. લગ્નની રાત્રે પતિ રોમાંટિક અંદાઝમાં નવી નવલી દુલ્હનને પૂછે છે.

પતિ : આજ્ઞા હોય તો હું કાંઈક કરું?

નવી નવલી દુલ્હન (શરમાઈને) : જી મેં તો આજ સુધી અજાણ્યાને ના જ નથી કહી.

તમે તો આમ પણ મારા પોતાના છો.

પતિ આજ સુધી કોમામાં છે.

18. એક મહિલા ગુસ્સામાં બાબા પાસે ગઈ અને કહ્યું.

મહિલા : બાબા, મારા ૧૦૦૦ રૂપિયા પાછા આપો

બાબા : કેમ?

મહિલા : તમે કહ્યું હતું કે શનીનો દોષ છે, એટલા માટે મારો દીકરો નાપાસ થાય છે.

બાબા : હા, દીકરી મેં સાચું કહ્યું હતું.

મહિલા : મેં શનિવારે વ્રત રાખ્યું તેલ ચડાવ્યું છતાં પણ મારો દીકરો નાપાસ કેમ થઇ ગયો?

બાબા : દીકરી મેં તો કહ્યું હતું કે Sunnay (સાંભળવા) નો દોષ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.