ટિકિટ આરક્ષણ નિયમોમાં થયો મોટો બદલાવ, હવે રેલ મુસાફરોને મળશે આ ખાસ સુવિધા.

ટ્રેન રિઝર્વેશન નિયમોમાં થયો મોટો બદલાવ, જાણો હવે મુસાફરોને કઈ ખાસ સુવિધા મળશે? જાગરણ બ્યુરો, નવી દિલ્હી. ટ્રેનના પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ટીકીટ રીઝર્વેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ટ્રેનોમાં ટીકીટ રીઝર્વેશનની બીજી યાદી ટ્રેનના સ્ટેશનથી નીકળવાના અડધા કલાક (30 મિનીટ) પહેલા પણ બહાર પાડવામાં આવશે. જયારે રેલ્વે રીઝર્વેશનની પહેલી યાદી ટ્રેનના સ્ટેશનમાંથી નીકળવાના ચાર કલાક પહેલા બહાર પાડવામાં આવે છે.

રેલ્વેનો આ નિર્ણય તેમના ઝોનલ રેલ્વેની વિનંતી ઉપર લેવામાં આવ્યો છે. બીજી યાદી બહાર પાડવાનો હેતુ પહેલી યાદીમાં ખાલી સીટો ઉપર ઓનલાઈન અથવા ટીકીટ બારી ઉપરથી ટીકીટનું બુકિંગ બંધ કરવાનો છે. આથી સ્પષ્ટ થાય છે કે, તેનાથી વેઈટીંગ લીસ્ટવાળા પ્રવાસીઓને છેલ્લી ઘડી સુધી તક મળશે. અને ટ્રેનમાં ટીટીઈની મનમાની પણ દુર થશે. ટ્રેનોના સંચાલનમાં હજી પણ ઘણા પ્રકારના ફેરફારની સંભાવના છે.

કોરોના સંકટમાં ચાલી રહી છે માત્ર 475 ટ્રેનો : કોવીડ-19 મહામારી દરમિયાન રેલ્વેની સ્પેશ્યલ ટ્રેનોના ખુલવાના બે કલાક પહેલા બીજી રીઝર્વેશન યાદી જાહેર કરવાનો અસ્થાયી નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય રેલ્વેએ 11 મે 2020 ના રોજ સ્પેશ્યલ ટ્રેનો માટે બીજી રીઝર્વેશન યાદી બહાર પાડવાના નિયમોમાં આ ફેરફાર કર્યો હતો. આ વ્યવસ્થા હાલની સાવચેતી અને સતર્કતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.

હાલ રેલ્વેના પાટા ઉપર માત્ર 475 ટ્રેનો જ ચલાવવામાં આવી રહી છે. જયારે સામાન્ય સમયમાં કુલ 13 હજારથી વધુ ટ્રેનોનું સંચાલન થાય છે. પ્રવાસી ગાડીઓ ચલાવવાને લઈને રેલ્વે ઘણા પ્રકારના પ્રયોગ કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં રેલ્વે સંપૂર્ણ રીતે એક વેપારી સંગઠન તરીકે ટ્રેનોનું સંચાલન કરશે, જેનાથી રાજકીય હસ્તક્ષેપ ઘટશે.

એઆઈના ઈશારે ચાલશે ટ્રેનો : અને બીજી તરફ ટ્રેનોનું સંચાલન આર્ટીફીશીયલ ઈંટેલીજેન્સ (AI) ના આધારે કરવામાં આવશે. તહેવારોની સીઝનમાં શરુ થનારી ટ્રેનોની પસંદગી આ આધુનિક ડીજીટલ પ્રણાલીથી કરવામાં આવી રહી છે. આગળ પણ આ પ્રણાલીને અપનાવવામાં આવશે. તેના હેઠળ જો કોઈ ચોક્કસ રૂટની ટ્રેનોમાં વેઈટીંગ લીસ્ટ એક ખાસ આંકડાથી ઉપર જશે, એટલે તે આ રૂટમાં નવી ટ્રેન જોડાઈ જશે જેથી પ્રવાસીઓને તેમાં રીઝર્વેશન મળી શકે. એટલે ટ્રેનોનું સંચાલન રાજકીય દબાણોમાંથી મુક્ત અને પ્રવાસીઓ માટે વધુ સુવિધાજનક બનશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.