ધ્રુસકે ધ્રુસકે રડયા ઘરેલું હિંસાથી પરેશાન મેજર, વાયરલ થયો વિડીયો

સૈનિક કલ્યાણ બોર્ડ સોલનના નાયબ નિયામક (ઉપનિદેશક) નો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ફૂટી ફૂટીને રડતા રડતા જણાવી રહ્યા છે, કે તે ઘરેલું હિંસાનો શિકાર બન્યા છે. તે પીએમ મોદી પાસે મદદ માંગી રહ્યા છે. તે કહી રહ્યા છે કે, કાયદા-કાનૂનમાં પુરુષોને પણ મહિલાઓ જેટલા અધિકાર મળવા જોઈએ. તેમણે આમરણ અનશન પર બેસવાની ચેતવણી પણ આપી છે. મેજરની પત્નીએ તેમના પર દહેજ માટે કેસ દાખલ કરાવ્યો છે.

મેજરનું કહેવું છે કે, તેમના લગ્નના 12 વર્ષ પછી દહેજના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, જોકે તેમણે એક પણ રૂપિયો સાસરિયા પાસેથી લીધો નથી. મેજરે આ વિડીયો સોલનમાં જ સૈનિક કલ્યાણ બોર્ડના સર્વેન્ટ ક્વાર્ટરમાં રેકોર્ડ કર્યો છે. બોર્ડ કાર્યાલયના નવા ભવનનું નિર્માણ ચાલી રહ્યું છે અને આ દરમિયાન મેજર સર્વેન્ટ રૂમમાં જ કાર્યાલય ચલાવી રહ્યા છે. અહીં બનેલા એક રૂમમાં જ તેમની રાત પસાર થઈ રહી છે.

મેજરે વિડીયો મેસેજના માધ્યમથી જણાવ્યું કે, તેમના જીવનની શરૂઆત ગરીબી વચ્ચે થઈ હતી. તેમણે પરબિડીયા બનાવીને ભણતર કર્યું છે. 18 વર્ષની ઉંમરમાં સેનામાં દાખલ થયા અને પોતાના બળ અને મહેનતથી મેજરના પદ સુધી પહોંચ્યા.

સેવાનિવૃત્ત થયા પછી કમીશન પાસ કરીને સૈનિક કલ્યાણ બોર્ડમાં નાયબ નિયામકનું પદ પ્રાપ્ત કર્યું છે. મેજરે જણાવ્યું કે, જમ્મુ-કશ્મીરમાં પોસ્ટિંગ દરમિયાન તેમણે વર્ષ 2010 અને 2012 માં બે ખતરનાક આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા. એ સમયે સેના મેડલ માટે તેમનું નામ પણ પ્રસ્તાવિત થયું.

એટલું જ નહિ, મેજરે સિરમૌરના શહીદના પરિવારને પણ દત્તક લઇ રાખ્યો છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી રહ્યા છે. મેજરે જણાવ્યું કે, સોલન અને સિરમૌરના પૂર્વ સૈનિક અને આશ્રિત તેમની મદદ માંગવા માટે આવે છે. પણ તેમની સામે એવી સ્થિતિ બની ચુકી છે કે, તે કોઈની પાસે મદદ નથી માંગી શકતા.

જુઓ વિડીયો :

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.