સેનાના મેજરે બનાવ્યું દુનિયાનું પહેલુ બુલેટપ્રુફ હેલમેટ, એકે-47 ની ગોળીઓ પણ નહિ ભેદી શકે

જમ્મુ-કશ્મીરમાં સતત સીમા પર ભારતીય સેનાના જવાનોને પાકિસ્તાની સેના પોતાની ગોળીઓથી નિશાનો બનાવતી રહે છે, સાથે જ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં સૌથી મોટી ચિંતા આપણા સૈનિકોની સુરક્ષાની પણ હોય છે. એવામાં હાલમાં જ સેનાની સુરક્ષા માટે મેજર અનુપ મિશ્રાએ બુલેટપ્રુફ હેલમેટ બનાવ્યું છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દુનિયામાં પહેલું એવું બુલેટપ્રુફ હેલમેટ છે જે 10 મીટર દૂરથી AK-47 માંથી ચલાવેલી ગોળીને રોકી શકે છે. આ પહેલા અનુપ મિશ્રાએ બુલેટ પ્રુફ જેકેટનું નિર્માણ કર્યું હતું, જે સ્નાઇપર રાઇફલની ગોળીઓથી સુરક્ષા આપી શકે છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, બૈલિસ્ટિક હેલમેટને મેજર અનુપ મિશ્રા દ્વારા ‘અભેદ પ્રોજેક્ટ’ અંતર્ગત બનાવવામાં આવ્યું છે. આના અંતર્ગત ફૂલ બોડી પ્રોટેક્શન બુલેટપ્રુફ જેકેટ પણ વિકસાવવામાં આવ્યું છે. અનુપ મિશ્રા ભારતીય સેનાના કોલેજ ઓફ મિલિટ્રી એન્જીનીયરીંગ માટે કામ કરે છે.

મેજર અનૂપ મિશ્રા જયારે જમ્મુ-કશ્મીરમાં હતા, તે દરમિયાન એક ઓપરેશનમાં ગોળીનો શિકાર થયા હતા. એ દરમિયાન તેમણે બુલેટપ્રુફ જેકેટ પહેરી રાખ્યું હતું, આ કારણે ગોળી તેમના શરીરને ભેદી તો નહિ શકી, પણ તે ગોળીએ શરીર પર અસર છોડી દીધી હતી.

એવામાં તેમણે નવા બુલેટપ્રુફ જેકેટ બનાવવાનો નિર્ણય કર્યો. તેમના દ્વારા તૈયાર કરેલા બુલેટપ્રુફ જેકેટ 10 મીટર દૂરથી આવતી સ્નાઇપર બુલેટનો સામનો કરી શકે છે. તેના સિવાય તેમણે પુણેની મિલિટ્રી ઇન્જીનિયરિંગ કોલેજના એક પ્રાઇવેટ ફર્મ સાથે મળીને દુનિયાનું સૌથી સસ્તું ગન શોટ લોકેટર પણ વિકસિત કર્યું છે. આ લોકેટર 400 મીટર દૂરથી ગોળીના ચોક્કસ સ્થાનની જાણકારી મેળવી શકે છે. તે આતંકવાદીઓને ઝડપથી શોધવા અને તેમને નિષ્ફ્ળ કરવામાં મદદ કરશે.

સ્વદેશી સર્વત્ર બુલેટ પ્રુફ જેકેટ બનાવવા પર ત્યારના સેનાધ્યક્ષ(આર્મી સ્ટાફ ચીફ) જનરલ બિપિન રાવતે મેજર મિશ્રાને આર્મી ડિઝાઇન બ્યુરો એક્સીલેન્સ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા.

2016-17 દરમિયાન રક્ષા બજેટમાંથી ભારતીય સેના માટે 50,000 બુલેટપ્રુફ જેકેટ ખરીદવામાં આવ્યા હતા. જુલાઈ 2018 માં ત્યારના રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કુલ 1,86,138 બુલેટ પ્રુફ જેકેટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તેની સાથે જ ડિસેમ્બર 2016 માં 1,58,279 બૈલિસ્ટિક હેલમેટની ખરીદી માટે ટેન્ડર કાઢવામાં આવ્યા હતા.

પુણેની કોલેજ ઓફ મિલિટ્રી એન્જીનીયરીંગ (સીએમઈ), એક પ્રમુખ યુદ્ધ સાથે સંબંધિત અને ટેક્નિકલ પ્રશિક્ષણ સંસ્થા કોર ઓફ એન્જીનીયર્સની માતૃ સંસ્થા છે. સીએમઈ કોમ્બેટ ઇન્જીનિયરિંગ, સીબીઆરએન પ્રોટેક્શન, વર્ક્સ સર્વિસીસ અને જીઆઈએસ મામલાઓમાં બધી શસ્ત્ર અને સેવાઓના કર્મચારીઓને આદેશ આપવા સિવાય એન્જીનીયરીયોના કોર કર્મચારીઓના પ્રશિક્ષણ માટે પણ જવાબદાર છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.