આજનો જમાનો ઘણો બદલાઈ ગયો છે. આ સમયમાં સોસીયલ મીડિયા ઉપર કોઈ પણ દિવસે ઘણા બધા સમાચારો આવતા રહે છે. પછી તે સમાચાર નાના હોય કે પછી મોટા હોય દરેક પ્રકારના સમાચારો પળ ભરમાં તમારી સામે હોય છે. અને તમને એ પણ જણાવી આપીએ કે તે માંથી થોડા સમાચારો એવા પણ હોય છે. જેની ઉપર વિશ્વાસ પણ ચોક્કસ નથી કરી શકતા.
આજે પણ એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને કોઈ પણ દંગ રહી જશે, આ કહાની સાંભળ્યા પછી તમને એ વિશ્વાસ થઇ જશે કે વાસ્તવમાં આજે પણ ભગવાન આ ધરતી ઉપર છે. ખાસ કરીને આ કહાની એક મજુરની છે. જેનું નામ શિવદાસ રાના હતું. શિવદાસ વિભૂતિપુરા જીલ્લા કોલાર, કર્નાટકના રહેવાસી હતો. શિવદાસના પરિવારમાં તેમની પત્ની અને બે નાના નાના બાળકો હતા. અને હંમેશાની જેમ એક દિવસ સવારે ૬ વાગ્યે મજુરી માટે ઘરેથી નીકળી જાય છે. પરંતુ એ દિવસે કાંઈક એવું બને છે. જેને તે ભૂલી નથી શકતા. હંમેશાની જેમ જયારે તે કામ કરીને સાંજે ઘેર પાછો ફરે છે તો ઘણું અંધારું થઇ જાય છે. હંમેશા તે ઘરે આવતી વખતે પોતાના ત્રણ મિત્રો સાથે આવતો જતો હતો. પરંતુ તે દિવસે વધુ કામ હતું. જેના કારણે તેને મોડું થયું હતું અને ઘેર આવવામાં ૯ વાગી ગયા હતા. ત્યારે તેણે પોતાની સાયકલ ઉપાડી અને ગામ જવા માટે નીકળી પડ્યો. જેવો તે કોલાર થી પાંચ કી.મી. આગળ વધે છે તો તેને રસ્તામાં રોડના કાંઠે ખેતરો માંથી ઘણો અવાજ સંભળાતો હતો તે ત્યાં અટકી જાય છે.
તેણે ધ્યાનથી સાંભળ્યું તો તેને અહેસાસ થયો કે તે કોઈ છોકરીનો અવાજ છે કાઈ વિચાર્યા વગર તરત ખેતરો તરફ દોડતા દોડતા ગયો ત્યારે તેણે જોયું કે એક માસુમ એવી છોકરી સાથે ત્રણ છોકરા બળજબરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પછી તેણે એકલા એ જ તે છોકરીને બચાવવા માટે તે છોકરાઓ સામે થઇ જાય છે. તે ત્રણે છોકરાઓ એ છોકરીને છોડી શિવદાસને મારવાનું શરુ કરી દીધું. છતાં પણ શિવદાસ એ હાર ન માની તે લડતો રહ્યો અને છોકરાઓ એ શિવદાસને મારી મારીને લોથપોથ કરી દીધો ત્યાર પછી શિવદાસ હિંમત નહોતો હાર્યો હતો, ત્યારે જઈ ને તે છોકરા ઓને ત્યાં ભાગવું પડ્યું, શિવદાસ ઘણા જ વધુ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. પરંતુ તેની હિંમત ન તૂટી.
તેને તે છોકરીને પોતાની સાયકલ ઉપર બેસાડી અને કોલારમાં તેના ઘેર લઇ જઈને કેઈબી કોલોનીમાં છોડી દીધી. પરંતુ તે એટલો વધુ ઈજાગ્રસ્ત હતો કે ઘરમાં જ પડી ગયો. જયારે તે છોકરીના કુટુંબ વાળા એ એ બધું જોયું તો તે દંગ રહી ગયા. ત્યાર પછી તેને હોસ્પિટલમાં દાખલ કરાવવા લઇ ગયા. તે છોકરીના પિતા સેનામાં એક અધિકારી હતા. તે દિવસે તે પોતાના એક મિત્ર સાથે ફરવા ગઈ હતી અને તે સમયે તે ત્રણે છોકરાઓ એ તેને પકડી લીધી. ત્યાર પછી તેના મિત્રો તેને છોડીને ભાગી ગયા પરંતુ શિવદાસ એ તેને મદદ કરી.
હવે આ ઘટનાને સાત વર્ષ પસાર થઇ ગયા હતા અને શિવદાસ હંમેશાની જેમ પોતાના કામ ઉપર લાગી ગયા હતા અને રોજની જેમ તે મજુરી કરવા શહેર ગયો હતો અને તે છોકરી અને તેના પિતા અવિનાશ ગુપ્તા તેના ઘેર પહોચી ગયા. પરંતુ સાંજે જયારે શિવદાસ જયારે ઘેર આવ્યો તો તેને કાંઈ સમજાતું ન હતું તે પોલીસ વાળાને જોઈને ગભરાઈ ગયો હતો. એટલામાં જ તે છોકરી એ શિવદાસના આવતા જ તેના ચરણ સ્પર્શ કર્યા અને તેને સાત વર્ષ જૂની ઘટના યાદ અપાવી.
શિવદાસ એ ઘટનાને એક સપનું સમજીને ભૂલી ગયો હતો. પરંતુ તે છોકરી તેને કેવી રીતે ભૂલી શકતી હતી? જેમાં તેને નવું જીવન મળ્યું હતું. હવે તે છોકરીના પિતા એ શિવદાસને કોલારમાં એક ઘર ખરીદીને આપ્યું અને એક ઓટો રીક્ષા. આજે શિવદાસ મજુરી નથી કરતો, ઓટો રીક્ષા ચલાવે છે.