ભારતમાં અનેક પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. એટલા માટે દર મહીને કોઈ ને કોઈ તહેવાર આવતા જ રહે છે. વર્ષના સૌથી પહેલા તહેવાર તરીકે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે. ભારતીય સમાજમાં મકર સંક્રાંતિનું ઘણું મહત્વ છે. એ દિવસે લોકો પોતાની ઈચ્છા મુજબ દાન પુણ્ય કરે છે. આ તહેવાર ચોક્કસ નક્કી તિથીએ ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેને લઇને જોરદાર મુંઝવણ ઉભી થઇ ગઈ છે. તેવામાં એ જાણવું ઘણું જરૂરી છે કે ૨૦૧૯ માં મકર સંક્રાંતિ ક્યારે છે? તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?
દર વર્ષે મકર સંક્રાંતિ ૧૪ કે ૧૫ જાન્યુઆરી માંથી કોઈ એક દિવસ ઉજવવામાં આવે છે. ૨૦૧૨ પહેલા દરેક પાંચ માંથી એક વખત ૧૫ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવતી હતી. પરંતુ ૨૦૧૨ પછીથી સતત આ મુદ્દા ઉપર ચર્ચા થતી રહી છે કે ખરેખર મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના રોજ છે કે ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવી. તેવામાં તમારી આ વર્ષની મુંઝવણને દુર કરવા માટે અને મકર સંક્રાંતિની સાચી તિથી અને સાચા મુહુર્ત લઈને આવ્યા છીએ. જેથી તમને આ સમસ્યાથી છુટકારો મળી જાય. મકર સંક્રાંતિના પાવન સમય ઉપર લોકો જોરદાર પતંગબાજી પણ કરે છે.
ક્યારે મનાવવામાં આવશે મકર સંક્રાંતિ ?
દર વર્ષની જેમ આ વખતે પણ મકર સંક્રાંતિને લઇને દુવિધા છે. ઘણા પંચાંગો ૧૪ તારીખ દર્શાવી રહ્યા છે તો ઘણા લોકો ૧૫ તારીખ દર્શાવી રહ્યા છે. તેવામાં તમે ક્યારે ઉજવશો, તેને લઇને દુવિધા છે. તો અમે તમને જણાવી દઈએ, કે ભારતીય પંચાંગના જણાવ્યા મુજબ આ વખતે મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. ખાસ કરીને સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ ૧૪ જાન્યુઆરીની સાંજે ૭.૩૦ વાગ્યાથી થઇ રહ્યો છે, જેના કારણે રાત્રે મકર સંક્રાંતિ થઇ રહી છે. તેથી શાસ્ત્રોના જણાવ્યા મુજબ, ૧૫ જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. કેમ કે તે દિવસે આખો દિવસ મુહુર્ત જળવાયેલા રહેશે.
આ છે મકર સંક્રાંતિના પુણ્યકાળ :
જણાવી દઈએ કે સંક્રાંતિના ૬ કલાક પહેલા અને પછીથી પુણ્યકાળ હોય છે. જો કે આ વખતે ૧૪ જાન્યુઆરીના રોજ ૧ વાગીને ૩૦ મિનીટથી શરુ થઇને ૧૫ જાન્યુઆરીનો આંખો દિવસ સુધી જળવાયેલો રહેશે. તે મુહુર્ત મુજબ પણ મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીના રોજ આવી રહી છે. કેમ કે બપોર પછી સ્નાન અને દાન કરવામાં આવે છે, તેવામાં ૧૫ જાન્યુઆરીએ બ્રહ્મ મુહુર્તમાં મકર સંક્રાંતિનું દાન કરો, જેથી તમને તેનું યોગ્ય ફળ મળી શકે. સૂર્યોદયની તીથી અનુસાર પણ ૧૫ જાન્યુઆરીનો આખો દિવસ અન્નદાન અને સ્નાન કરી શકાય છે.
મકર સંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ?
મકર સંક્રાંતિના દિવસે સવારે નાહી ધોઈને અન્ન દેવતાની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી કાળો ધાબળો, કપડા, અન્ન અને ધાર્મિક પુસ્તકોનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ થાય છે. એટલું જ નહિ, અન્ન દાન કરવાથી તમને ત્રણે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેવામાં મકર સંક્રાંતિના દિવસે તમે દાન કરવાનું બિલકુલ ન ભૂલો. ઘરના મંદિરમાં ભગવાનને અન્ન ચડાવવું જોઈએ, તેનાથી ભગવાનની અસીમ કૃપા તમારી ઉપર જળવાયેલી રહે છે.