મકર સંક્રાંતિ 2019 : મકર સંક્રાંતિ મા આ 3 રાશિઓ માટે કષ્ટકારી છે સૂર્ય, આખો મહિનો આવીરીતે વીતશે

14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગી ને 50 મિનિટે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યનું મકર રાશિમાં આવવું એ શુભ માનવામાં આવે છે. આ મકર સંક્રાંતિમાં સૂર્યનો શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેઠો છે. પંડિત જયગોવિંદ શાસ્ત્રીના કહ્યાં અનુસાર સૂર્યનો કોઈ પણ રાશિમાં આવવાનો પ્રભાવ બધી રાશિ પર પણ 26 દિવસો સુધી હોઈ છે. જુવો તમારી રાશિ પર મકર સંક્રાંતિનો કેવો પ્રભાવ પડશે.

મેષ : નોકરીમાં માન-પ્રતિષ્ઠા મળશે :

તમારી રાશિના દસમાં ઘરમાં સૂર્યનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. આ સરકાર અને નોકરી -વ્યવ્સાયનું ઘર છે. સૂર્યનું આ રાશિમાં આગમન થવાથી નોકરીમાં માન-પ્રતિષ્ઠા મળશે. સરકારી ક્ષેત્રમાં માન-સન્માન મળી શકે છે. પિતા અને વડીલો સાથે સંબંધ સારા બનાવો,તેમનો સહયોગ અને સલાહ ફાયદા કારક નીવડશે.

વૃષભ : પરિશ્રમ કરવાથી ફાયદો થશે :

તમારા માટે સૂર્યનું મકર રાશિમાં આવવું શુભ ગણાશે. ધર્મ અને આધ્યાત્મિક વિષયમાં તમારી રુચિ રહેશે. ભાગ્ય સાથ આપશે. મેહનત કરો પરિશ્રમથી વધારે ફાયદો થશે.

મિથુન : દુર્ઘટનાની આશંકા છે :

આ રાશિના આઠમા ઘરમાં સૂર્યનો પ્રવેશ થશે. સાથે જ કેતુ પણ ત્યાં જ હોવાથી તમારે જોખમથી બચવું, કારણ કે દુર્ઘટનાની આશંકા છે. આગથી બચીને રેહવું. વીજ ઉપકરણોની છેદ-છાડથી બચીને રેહવું. સારી વાત એ છે કે તમારા કામની પ્રસંશા થશે, માન – સમ્માન મળશે અને પ્રભાવ વધશે. તબિયતનું ખાસ ધ્યાન રાખજો.

કર્ક: લગ્ન જીવનમાં મુશ્કેલી :

આ રાશિના સાતમા ઘરમાં સૂર્યનો પ્રવેશ થવા જઈ રહ્યો છે. પારિવારિક જીવન ખાસ કરીને લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ધંધામાં પાર્ટનર તરફથી મુશ્કેલી થશે. દૈનિક કામોમાં પ્રગતિ થશે. શત્રુઓ નબળા પડશે

સિંહ : અદાવતી કામોમાં સફળતા મળશે :

આ રાશિના સ્વામીનું છઠ્ઠા ઘરમાં આવવાથી અદાવતી કામોમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી વ્યવસાયમાં સફળતા મળશે. બહેન- ફોઈ માટે આ સમય સુખદ નીવડશે. પણ સાસરી પક્ષમાં મુશ્કેલી આવી શકે છે. દેવું ચુકાવવામાં સફળતા મળશે. તબિયતનું ધ્યાન રાખજો.

કન્યા : સંતાન સુખની ઈચ્છા પુરી થશે.

શિક્ષણ અને સંતાન માટે સૂર્યનું મકર રાશિમાં આવવું શુભ ગણાશે. પણ પ્રેમ સંબધી વિષયો માટે આ સમય અનુકૂળ નથી. જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પુરી થશે. શુભ કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.

તુલા : જમીન મિલકતનો લાભ :

રાશિના ચોથા ઘરમાં સૂર્યનું આવવું જમીન મિલકતનો લાભ આપવી શકે છે. યાત્રા પર જવાનું પણ થઇ શકે છે. માં અથવા માં સમાન મહિલાની તબિયતને લઇને પરેશાની આવી શકે છે. ભૌતિક સુખ પાછળ ખર્ચ વધશે. શરીરના ઉપરના ભાગમાં કષ્ટ આવી શકે છે.

વૃશ્ચિક : કાર્યક્ષેત્રમાં સન્માન :

તમારું વર્ચસ્વ અને પ્રભાવ વધશે. કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. ગુપ્ત શત્રુથી રાહત મળશે. ભાઈઓ સાથે સારા સંબંધ બનાવી રાખો. નહિ તો અણબનાવ બની શકે છે.

ધનુ : આર્થિક બાબતોમાં પ્રગતિ :

ઘણા સમયથી ચાલી રહેલી પરેશાનીમાં રાહત મળશે. આર્થિક બાબતોમાં પ્રગતિ થશે, લાભ મળશે. કૌટુંબિક મુશ્કેલીઓ આવી શકે છે. સગા-વ્હાલા તરફથી નિરાશા મળી શકે છે.

મકર : નોકરીમાં પ્રભાવ વધશે :

તમારી રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે. ગુસ્સો વધશે અને અંદરથી હીન ભાવના અનુભવ થશે. તમારા માટે ઉત્તમ સલાહ એ છે કે આત્મવિશ્વાસ ગુમાવતા નહિ. નોકરીમાં પ્રભાવ વધશે. અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવી રાખજો.

કુંભ : ખર્ચામાં વધારો :

તમારી રાશિના બારમાં ઘરમાં સૂર્યનો પ્રવેશ થશે. તમારા ખર્ચામાં વધારો થશે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો અને પ્રતિષ્ઠા વધારો. ધાર્મિક અને સારા કાર્યોમાં ખર્ચ થશે. યાત્રા કરવી પડશે.

મીન : મનોકામના પૂર્ણ થશે :

રાશિના અગિયારમાં ઘરમાં સૂર્યનો પ્રવેશ થવાથી આર્થિક બાબતોમાં શુભ નીવડશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. કોઈ પણ સમયે તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે. મોટા ભાઈ સાથે સારા સંભંધ બનાવી રાખજો, મતભેદ થઇ શકે છે.