મકર વાર્ષિક રાશિફળ 2020 : વર્ષની શરૂઆતમાં થઈ શકે છે આર્થિક કષ્ટ, જાણો કેવું રહેશે આખું વર્ષ.

મકર રાશી : નવા વર્ષમાં આ રાશીના વ્યક્તિઓ ઉપર શનીની સાડાસાતીના બીજો તબક્કો શરુ થઇ જશે. જેથી તમારે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમારી રાશીને ૧૨માં સ્થાન ઉપર પાંચ ગ્રહોનું યુતિ તમને વેપારમાં લાભ પ્રાપ્ત રહશે. વિદેશ યાત્રા ઉપર પણ જઈ શકો છો.

૧૧ મે ના રોજ શનીના વક્રી થવાથી તમારા કાર્યક્ષેત્રમાં અરુચિ ઉભી થઇ શકે છે. તે દરમિયાન તમારે તમારા દુશ્મનોથી સાવચેત રહેવું પડશે. ૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થઇ જશે. તે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. તે દરમિયાન તમારું બળ વધશે.

મકર રાશીના વ્યક્તિઓ ઉપર વર્ષ ૨૦૨૦ની અસર વર્ષ ૨૦૧૯ની જેવી જ હશે. આમ તો આ અસર વર્ષની શરુઆતના થોડા સમય માટે જ રહેશે. વર્ષ ૨૦૧૯માં તમારા દ્વારા કરવામાં આવેલી આર્થિક ભૂલોને લીધે ૨૦૨૦ની શરુઆતના થોડા મહિના પ્રભાવિત થશે. આ વર્ષ તમારી રાશીના ૧૨માં ભાવમાં પાંચ ગ્રહ એક સાથે છે. જે તમારા માટે મુશ્કેલીઓનું કારણ બનશે. આમ તો અમુક બાબતો ઉપર તે ફાયદાકારક પણ સાબિત થશે.

મકર રાશીના વેપારી વ્યક્તિ ઘણી બીજી જગ્યાએ પણ રોકાણ કરી શકે છે. આ વર્ષે લાભના ભાવમાં મંગલ બિરાજમાન છે. જે તમને અંદરથી મજબુત બનાવશે. શનીની સાડાસાતી માંથી પણ રાહત મળી શકે છે. જેનો પહેલો તબક્કો પૂરો થઇ જશે. ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તમારી રાશીમાં શની પ્રવેશ કરશે. તેનાથી તમારા કાર્ય કુશળતામાં ફેરફાર જોવા મળશે.

આમ તો તે શનીનો શશ મહાયોગ બનવાને લઈને જ શક્ય થઇ શકશે. ૩૦ માર્ચના રોજ તમારી રાશીમાં ગુરુ પણ આવી જશે. તે ફૂરુંની નીચ રાશી છે. જો કે અશુભ હોય છે. પરંતુ તમારી રાશીમાં શની પહેલાથી જ છે. જે એક જ રાશીના છે. ગુરુ સાથે શનીનું ભ્રમણ કરવું નીચભંગ રાજયોગ બનાવશે. જેથી તમારી ઉપર સકારાત્મક અસર પડશે. તે તમારું માન સન્માન, ધન વગેરે વધારશે.

૧૧ મે ના રોજ શની વક્રી થઇ જશે., તેની અસર તમારી ઉપર પડશે. તેણે લઈને તમારામાં ઘણી વસ્તુ માટે રસ દુર થઇ જતો જોવા મળશે. તે પોતાનું સ્થાન બદલવાને કારણે પણ બની શકે છે. તે દરમિયાન તમારું અહિત ઇચ્છવા વાળા પણ તાકીને બેસી રહેશે. ૧૪ મે ના રોજ ગુરુ વક્રી થશે. આમ તો તેમાં ગુરુની અસર અલગ અલગ થઇ જાય છે. તે તમારા કાર્ય માટે સારા સંકેત નથી. પરંતુ અન્ય સમયે તે સારા ફળ આપશે.

તમારી રાશીમાં ગુરુ ૩૦ જુનના રોજ ફરીથી ૧૨માં ભાવમાં આવી જશે. તે તમારા કામ સુધારવામાં મદદ કરશે. તે દરમિયાન તમે તમારા માટે નવું મકાન પણ ખરીદી શકે છે. ૧૩ સપ્ટેમ્બર ગુરુ માર્ગી થઇ જશે, જો કે ભવિષ્યમાં અલીને યોજનાઓ બનાવવા અને તેને પૂરી કરવામાં મદદ કરશે. રાહુ તમારી રાશી માંથી ૨૩ સપ્ટેમ્બરના રોજ પાંચમાં ભાવમાં સ્થિર થઇ જશે. પરંતુ તે તમારા માટે સારુ નહિ હોય. અભ્યાસ અને સંતાનની દ્રષ્ટિએ આ વર્ષમાં રાહુની સારી અસર રહેશે.

૨૯ સપ્ટેમ્બરના રોજ શની માર્ગી થઇ જશે. તે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. તે દરમિયાન તમારું બળ વધશે. આર્થિક રીતે પણ તે તમારા માટે સારું સાબિત થશે. પૈસા રોકાણ કરવાના ઘણા રસ્તા ખુલશે. ત્યાર પછી ૨૦ નવેમ્બરના રોજ ગુરુ ફરીથી મકર રાશીમાં આવી જશે. જેથી તમારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.