રોજનો ઘરનો ઓર્ગેનિક કચરો ફેંકી ના દેતા તેમાંથી આ પ્રવાહી બનાવો અને ખુબ રૂપિયા બચાવો.

30/7/21 અમદાવાદ, હેતલ ભટ્ટ શાહ.

1:3:10 યાદ રહેશેને? હા મિત્રો આ મેજિક નંબર છે. થોડાજ સમયમાં તમે તેના ચાહક બની જશો. આજે હું તમને એક પધ્ધતિ શીખવવા માંગુ છું. જેની મદદથી તમે ખૂબ રૂપિયા બચાવી તો શકશો સાથેસાથે ધરતી માં નું રક્ષણ કરી શકશો. શાકભાજીની અને ફળોની છાલ, વધેલા ફૂલો જેવો જે રોજનો ઘરનો ઓર્ગેનિક કચરો ફેંકી ના દેતા, તેને સાફ સફાઈ માટે વાપરવામાં આવતા પ્રવાહી તરીકે ઉપયોગ કરશું. 1:3:10 આ મંત્ર યાદ રાખો. અને હવે રીત જાણી લઈએ.

1 ભાગ ગોળ : 3 ભાગ શાકભાજીની અને ફળોની છાલ, વધેલા ફૂલો : 10 ભાગ પાણી. દા. ત. 100 ગ્રામ ગોળ + 300 ગ્રામ શાકભાજીની અને ફળોની છાલ, વધેલા ફૂલો + 1 લિટર પાણી. વજન કાંટા વડે વજન કરવું. આ રીતે માપ લઈ ને થોડી મોટી પ્લાસ્ટિકની આંટા વાળી બરણી જે ઉપરથી પોણો ભાગ ખાલી રહે તેવી મોટી બરણી માં ભરી લેવું. અંદર હવા પ્રવેશી શકે નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો. નહીં તો પ્રવાહી બગડી જશે. 3 મહિના માટે આ બરણી ને કોઈ એવી જગ્યાએ મૂકવી જ્યાં તડકો ન હોય, અંધારું અને ઠંડક હોય.

શરૂઆતના એક મહિનો દર 2 દિવસે ઉપરથી થોડુંક ઢાંકણ ઢીલું કરી, ગેસ કાઢીને પાછું ટાઇટ બંધ કરી દો. દર 2 દિવસે આ કરવું. ઉપર તારીખ લખી દેવી એટલે તમને 3 મહિને પ્રવાહી તૈયાર છે તેવી ખબર પડશે. આ પ્રવાહી ને મહિનામાં બનાવવું હોય તો, બનાવતા સમયે તેમાં ચપટી સૂકું યીસ્ટ નાખી દેવું અને મહિનાની તારીખ લખી દર 2 દિવસે ગેસ કાઢવા સહેજ ઢાંકણ ઢીલું કરી પાછું ટાઇટ બંધ કરવું. 3 મહિના પછી આ પ્રવાહી ને ગાળીને પાણીની બોટલમાં ભરી લેવું.

હવે મહત્ત્વની વાત : આ પ્રવાહી ને માત્ર ને માત્ર એક થી બે કે પાંચ મિલીગ્રામ જેટલું લઈ ચામડીના રોગ માટે 3ml 1 ડોલમા લઈ પાણી માં મિક્સ કરી ન્હાવા માટે, પોતા કરવામાં 2 ml, સાફ સફાઈ કરવામાં 2 ml, ગટર સાફ કરવામાં 5 ml, જંતુનાશક તરીકે 1 લિટર પાણીમાં 3 ml લઈ છોડ કે ઝાડ પર, વાસણ ઘસવામાં અને કપડાં ધોવામાં અને માથું ધોવામાં અરીઠાનું પ્રવાહી બનાવી 2 ml તેની સાથે ઉપયોગ કરવો. અરીઠા ફીણ બનાવી સાબુ તરીકે ઉપયોગમાં લેવાય છે.

5-8 અરીઠાને પાણીમાં પલાળી રાખો અને 2 દિવસ પછી એ પાણી ને ગાળી લઈ ફરીથી અરીઠા ને પલાળી દો. આ રીતે 3 વાર અરીઠા વાપરી શકાશે. આ પ્રવાહી ને અંગ્રેજી ભાષામાં bio -enzyme કહે છે. જેના વિશે ઘણી બધી માહિતી YouTube પર ઉપલબ્ધ છે અને આજ રીતે આપણાં ઘરમાં જે પણ કચરો નીકળે છે એને ફેંકી ન દેતાં ધરતીમાતા પર થી બોજ ઓછો કરી કચરાના ઢગલા થતા અટકાવવા.

જેટલું પણ પ્લાસ્ટિક તમારા ઘરમાં વાપરો તેને ફેંકી ન દેતાં ધોઈ સૂકવી ને recycle કરવા, ભંગાર લેનારને કે જે પ્લાસ્ટિકની કોથળી કે ખાલી પેકેટ લઈ ને તેમાંથી વસ્તુ બનાવે છે તેને આપો. કોટન, લિનન, સિલ્ક કે ઉનના બનેલા કપડાં પહેરવા. પ્લાસ્ટિકના કપડાં ન પહેરવા. જેમકે રેયોન, polyester, lycra, spandex જેવા stretchable synthetic કાપડ ન વાપરીએ.

કાચ ને અલગ રાખી તેને પણ recycle કરવા આપીએ. ધાતુઓ પણ અલગ રાખી recycle કરવા આપીએ. electronic બગડી ગયું હોય તો નવું ન ખરીદતા રીપેર કરીએ કાંતો recycle કરવા આપીએ, પાણીનો બચાવ કરીએ. વૃક્ષો વાવીએ અને મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરીએ. જે ઓક્સિજન ફ્રી માં હાલ મળી રહ્યો છે તે હમેશાં ફ્રી માં મળતો રહે તે માટે તેનું પણ વૃક્ષો વાવી ઉત્પાદન કરીએ.

rain water harvest કરી વરસાદનાં પાણીનો સંગ્રહ કરીએ. સૌર ઉર્જાનો ઉત્પાદન કરીયે અને તેના માટે સોલાર પેનલ લગાવો. અત્યારે નહીં કરો તો ઘણું મોડું થઇ જશે. જો તમે bio-enzyme બનાવો તો મને જરૂર ટેગ કરો અને કોમેન્ટ કરી જણાવો.

આભાર – હેતલ ભટ્ટ શાહ

(ફોટા પ્રતિકાત્મક છે)