અપંગ દાનવીર પગથી પેન્ટિંગ બનાવીને જીતેલી રકમ આપી દીધી રાહત ભંડોળમાં, મુખ્યમંત્રી સાથે લીધી સેલ્ફી

કેરળના અલથુરમાં રહેવા વાળા અને પગથી પેન્ટિંગ બનાવવા વાળા પ્રણવ બાલાસુબ્રમણ્યન આ દિવસોમાં ચર્ચામાં છે. દિવ્યાંગ ચિત્રકાર પ્રણવે મંગળવારે કેરલના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન સાથે ભેટ કરી હતી. આ ભેટના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે.

તમને એ જાણીને એમના પર ગર્વ થશે કે, મુખ્યમંત્રી વિજયન સાથેની ભેટ દરમિયાન દિવ્યાંગ ચિત્રકાર પ્રણવે થોડા સમય પહેલા એક રિયલિટી શો માં જીતેલ સંપૂર્ણ રકમ ચેકના માધ્યમથી કેરળના પુર રાહત કોષ માટે આપી દીધી. જણાવી દઈએ કે, જન્મથી જ પ્રણવના બંને હાથ નથી. તે પોતાના પગથી જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સમેત ઘણા હસ્તીઓની પેન્ટિંગ બનાવી ચુક્યા છે.

પ્રણવે પોતાના પગથી સીએમને ચેક ભેટ કર્યો. સીએમએ ચેક લઈને તેમના પગ સાથે હેન્ડ શેક કર્યો. આ ક્ષણને કેદ કરવા માટે પ્રણવે પગથી મોબાઈલ પકડીને સીએમ સાથે સેલ્ફી પણ લીધી. 22 વર્ષીય પ્રણવના આ જોશને જોઈએ વિજયન ખુબ પ્રભાવિત થયા અને તેમની ખુબ પ્રશંસા કરી.

ફક્ત એટલું જ નહિ સીએમ વિજયને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ ભેટના ફોટો પણ અપલોડ કર્યો. એ પછીથી જ આ ફોટો વાયરલ થઇ રહી છે. લોકો પ્રણવના જોશને સલામ કરી રહ્યા છે.

જયારે પ્રણવે સચિનનો ફોટો બનાવ્યો હતો, ત્યારે પણ પ્રવણ સાથે પોતાની મુલાકાતના ફોટા સચિને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ દ્વારા અપલોડ કર્યા હતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.