શીયાળાની ઋતુમાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો આ સ્થળો ઉપર મળશે ઘણો આનંદ

નવેમ્બર અને ડીસેમ્બરનો મહિનો ઘણો જ સરસ હોય છે. ગરમી એકદમથી પૂરી થઇ ગઈ હોય છે અને હળવી હળવી ઠંડી શરુ થઇ જાય છે. આ ઋતુમાં ક્યાંય પણ ફરવું ઘણું જ રોમાન્ટિક હોય છે. આ ઋતુમાં સવાર પણ ખુશનુમા હોય છે અને સાંજની તો વાત જ નિરાળી છે. જો તમે પણ તમારી ઓફીસ અને ઘરના ટેન્શન માંથી દુર થોડો સમય શાંતિથી પસાર કરવા માંગો છો, તો ભારતના એવા સ્થળો પર ફરવા જઈ શકો છો, આ જગ્યાઓ શિયાળાની ઋતુમાં વધુ સારી લાગે છે.

વારાણસીની ગંગા આરતી :

જો તમે તમારા પરિવાર સાથે એક સારો સમય પસાર કરવા માંગો છો, તો વારાણસીની ગંગા આરતીના દ્રશ્ય જોઈ શકો છો. જો તમે યુપીના વિસ્તારના છો તો પછી તમારા માટે વારાણસી જવું ઘણું સરળ છે. મથુરા-વૃંદાવન અને હરિદ્વારની જેમ વારાણસીની ગંગા આરતી તમારા તન અને મન બન્નેને પવિત્ર કરી દેશે. નવેમ્બરના મહિનામાં હળવી એવી ઠંડીમાં ગંગા આરતી ખુબ જ સુંદર લાગે છે.

જુનું ગોવા :

જો પરિવાર નહિ પરંતુ તમારી સાથે છે મસ્તી કરવા વાળા મિત્રો, તો તમે જુના ગોવાની મજા પણ લઇ શકો છો. જુના ગોવામાં પુર્તગાલી અંદાજમાં બનેલ સેંટ ફ્રાન્સીસ ચર્ચ ઘણું જ સુંદર છે. ગોવાની જેમ આ સ્થળને પણ યુનિસ્કો દ્વારા વર્ડ હેરીટેજ સાઈટમાં જોડાવામાં આવ્યું છે. નવેમ્બર મહિનામાં અહિયાં જવું ખાસ એટલા માટે રહે છે, કેમ કે અહિયાં દર વર્ષ નવેમ્બર અને ડીસેમ્બરના મહિનામાં એક વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવે છે.

વેલનેશ્વર બીચ :

મહારાષ્ટ્રના રત્નાગીરી શહેરથી ૧૭૦ કી.મી. દુર વેલનેશ્વર બીચ તરવૈયા અને સનબાથીંગ માટે ઘણું જ વિશેષ માનવામાં આવે છે. આ સ્થળ મુંબઈથી લગભગ ૩૭૦ કી.મી. ના અંતરે છે. આ બીચ ઉપર સનબાથીંગની મજા તો લઇ જ શકો છો સાથે જ આ બીચ હિંદુ ધર્મના લોકોમાં શિવ મંદિર હોવાને કારણે જ ખુબ જ પ્રસિદ્ધ છે.

શિમલા :

જો સીઝન હોય નવેમ્બર અને ડીસેમ્બરની તો બરફવર્ષા જોવાથી ઉત્તમ કાંઈ બીજું હોઈ શકે છે શું? જો ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ઋતુમાં શિમલા જવું સૌથી ઉત્તમ રહેશે. અહિયાંનું વાતાવરણ હનીમુન માટે તો સારું હોય જ છે, તમે પરિવાર કે મિત્રો સાથે પણ શિમલાની મજા લઇ શકો છો. બરફવર્ષા જ નહિ સાંજના સમયે ભરાતું બજાર પણ તમારું મન ખુશ કરી દેશે. તેનો સૌથી વધુ આનંદ નવેમ્બર કે ડીસેમ્બરના મહિનામાં આવે છે.

દાર્જીલિંગ :

દાર્જીલિંગ યાદ કરતા જ યાદ આવી જતા હશે ચા ના બગીચા. નવેમ્બરની સીઝનમાં હળવી ઠંડીમાં ચા નો સ્વાદ લેવો હોય તો દાર્જીલિંગ ફરવું ઘણો જ સારો આઈડિયા છે. અહિયાંની લીલીછમ હરિયાળી અને કુદરતની સુંદરતા તમારું મન ખુશનુમા બનાવી દેશે. ટાઈગર હિલ્સ અને હેપ્પી વેલી ટી ગાર્ડન તો તમારું મન હરી લેશે. આમ તો ઉનાળાના સમયમાં દાર્જીલિંગ આવવું સારું રહે છે, પરંતુ નવેમ્બરમાં પણ તમે આ મજાના સ્થળનો આનંદ લઇ શકો છો.

ઉત્તરાખંડના ઓલી :

નવેમ્બરના મહિનામાં જો ભારતમાં રહીને જ સ્વીત્ઝરલૅન્ડ વાળી ફિલ લેવી હોય તો ઉત્તરાખંડનું ઓલી સૌથી સારું છે. અહિયાં શીયાળાની ઋતુમાં બરફના દ્રશ્ય જોવા લાયક હોય છે. અહિયાં સનસેટનું દ્રશ્ય જોવા માટે પણ લોકો દુર દુરથી આવે છે.