કરો ચોખાનો આ સરળ ટોટકો, તમારા જીવનમાં થશે ધનની વર્ષા, જીવન થશે ખુશહાલ

આ સંસારમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘણું બધું ધન કમાવવા માંગે છે, એના માટે તે દરેક સંભવ પ્રયત્ન કરે છે. જેટલું થઈ શકે એટલું એ તનતોડ મહેનત કરે છે. જેથી તે ઘણું બધું ધન કમાઈ શકે. પરંતુ ઘણી વાર લાખ પ્રયત્ન કરવા છતાં પણ વ્યક્તિએ પોતાના જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે. એવી સ્થિતિમાં જો દેવું કરવામાં આવે તો એ દેવું સમય પર ચૂકતે ન થવાનો ડર એમના મનમાં રહે છે, અને ઘણીવાર તો એવું થાય છે કે એ કોઈ પાસે પૈસા માંગે છે તો કોઈ એને પૈસા આપવા તૈયાર પણ નથી થતું.

જો તમારી સાથે પણ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્રમાં પૈસાની જરૂરિયાતને પુરી કરવાનું સમાધાન જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એ જ સમાધાનના વિષયમાં જણાવવાના છીએ.

હકીકતમાં અમે જે ઉપાય વિષે તમને જણાવવાના છીએ, એ ઉપાય ચોખા સાથે જોડાયેલો છે. હિંદુ ધર્મમાં ચોખાનું ઘણું મહત્વ હોય છે. ચોખાને શુભ માનવામાં આવ્યા છે. એનો પ્રયોગ દરેક પ્રકારની પૂજામાં જરૂર કરવામાં આવે છે. ભલે તે પૂજામાં અક્ષતના ચોખા હોય કે પછી દાન સ્વરૂપ હોય. પૂજામાં અર્પિત થતા ચોખાને અક્ષત કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે જે સંપૂણ છે, તૂટ્યા વગરના ચોખાના દાણા.

એની સાથે જ પૂજા અને ધર્મ-કર્મના કામોમાં સફેદ રંગના ચોખાનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. એની સાથે જ જ્યોતિષમાં ચોખાના એવા ઘણા બધા ઉપાય મળે છે, જેના વડે તમે જીવનમાં ધન સંબંધિત બધી પરેશાનીઓને દૂર કરી શકો છો.

આવો જાણીએ ચોખા સાથે જોડાયેલા એ ઉપાયો વિષે :

શિવલિંગને અર્પિત કરો ચોખા :જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે, જેના કારણે તે હંમેશા પરેશાન રહે છે. ઘનની કમીને કારણે એણે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અને તમારી એ ઈચ્છા રહે છે કે તમારી પાસે થોડા પૈસા આવી જાય, તો ચોખાનો આ ઉપાય તમારી મદદ કરશે. એના માટે તમે પૂનમ પછી આવનારા સોમવારના દિવસે અડધો કિલો ચોખા સાથે કોઈ એકાંત શિવલિંગ પાસે બેસી જાવ, અને શિવલિંગની વિધિગત પૂજા કર્યા પછી એ જ ચોખા માંથી એક મુઠ્ઠી ચોખા ભગવાન શિવને અર્પિત કરો.

અને બાકી બચેલા ચોખાને કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપી દો. તમારે આ ઉપાય સતત પાંચ સોમવાર સુધી કરવાનો છે. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે અને તમારા જીવનમાં ઘન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે, અને તમારી આવકના સ્ત્રોત પણ ખુલશે.

પાકીટમાં મુકો ચોખા :

જો કોઈ વ્યક્તિ પાસે પૈસા આવે છે અને રોકાતા નથી, તો તમે જ્યોતિષ દ્વારા જણાવેલ ચોખાનો આ ઉપાય અપનાવી શકો છો. એના માટે તમે કોઈ પણ મુહૂર્તમાં અથવા અક્ષય તૃતીયા પૂનમ અથવા દિવાળી જેવા શુભ મુહૂર્તમાં સવારના સમયે જલ્દી ઉઠીને જરૂરી કામ પુરા કરીને એક સ્વચ્છ લાલ રેશમી કપડું લો. એ લાલ કપડાંમાં ચોખાના 21 દાણા રાખો. પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે 21 દાણા માંથી એક પણ દાણો તૂટેલો હોવો જોઈએ નહિ. હવે એને લાલ કપડામાં બાંધી દો.

ત્યારબાદ એને લઈને ધનની દેવી લક્ષ્મી માતાની વિધિ વિધાન સાથે પૂજા કરો. ત્યારબાદ એ પૂજામાં આ લાલ કપડાંમાં બાંધેલા ચોખાને અર્પિત કરો. ત્યારબાદ લાલ કપડાંમાં બાંધેલા આ ચોખા પોતાના એ પાકીટમાં મુકો જેનો તમે પૈસા મુકવા માટે ઉપયોગ કરો છો. ચોખાને એમાં છુપાડીને મૂકી દો. જો તમે આ ઉપાય કરો છો તો એનાથી તમારા જીવન માંથી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે.