ઘરે જ આ શુગર ફ્રી મીઠાઈ બનાવીને લો હોટલ જેવી મજા.

જો તમે પણ શુગર ફ્રી મીઠાઈ બનાવવા માંગો છો, તો આ જોરદાર મીઠાઈઓ જરૂર ટ્રાઈ કરો, જાણો તેને બનાવવાની રીત.

આજના સમયમાં શુગર ફ્રી મીઠાઈની માંગ થોડી વધુ જ જોવા મળે છે. લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ એક એવી વ્યક્તિ હોય છે, જે શુગર ફ્રી મીઠાઈ શોધતા રહે છે. તેથી ક્યારેક ઘરમાં મીઠાઈ ન મળવાને કારણે તે બહાર મીઠાઈ ખરીદવા જતા રહે છે અને સમજ્યા વિચાર્યા વગર શુગર વાળી મીઠાઈ લઇ આવે છે. તેનાથી તકલીફો પણ વધી જાય છે.

જો તમે નથી ઇચ્છતા કે તમે અથવા ઘરના અન્ય સભ્યો બીમાર પડો તો તમે પણ ઘરે જ સરળતાથી શુગર ફ્રી મીઠાઈની બનાવી શકો છો. આજે આ લેખમાં અમે તમને કેટલીક સુંદર અને જોરદાર શુગર ફ્રી મીઠાઈની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘણા ઓછા સમયમાં ઘરે જ બનાવી શકો છો. આ મીઠાઈઓનો સ્વાદ ચાખ્યા પછી ખરેખર દરેક વ્યક્તિ ખુશ થઇ જશે. તો આવો જાણીએ તે રેસિપીઓ વિષે.

શુગર ફ્રી કાજુ કતરી :

સામગ્રી : કાજુ પેસ્ટ – 1 કપ, ઈલાયચી પાવડર – ½ ચમચી, દૂધ – 1/3 કપ, શુગર ફ્રી દાણા – 2 ચમચી, ઘી – 1 ચમચી

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે એક વાસણમાં દૂધ અને શુગર ફ્રી દાણાને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે ઓગળી ન જાય.

જયારે તે ઓગળી જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને કાજુની પેસ્ટ નાખીને તેને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.

હવે તમે એક વાસણમાં ઘી નાખીને ગરમ કરો. જયારે ઘી ગરમ થઈ જાય ત્યારે કાજુના મિશ્રણને તેમાં નાખીને લગભગ 5-7 મિનીટ સુધી પકાવી લો.

7 મિનીટ પછી તેને કોઈ વાસણમાં રાખીને ફેલાવી દો અને તેને તેના લોકપ્રિય આકારમાં કાપીને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખી લો.

થોડી વાર ઠંડું પડ્યા પછી તેને ખાવા માટે સર્વ કરો.

શુગર ફ્રી ફિરની (એક પ્રકારની ચોખાના લોટની ખીર) :

સામગ્રી : દૂધ – 2 કપ, કેસર – 2 તાંતણા, મધ – 2 ચમચી, ચોખા – 3 ચમચી દળેલા, પીસ્તા – 3 બારીક કાપેલા, ઈલાયચી પાવડર – ½ ચમચી.

બનાવવાની રીત :

શુગર ફ્રી ફિરની બનાવવા માટે સૌથી પહેલા તમે દૂધને સારી રીતે ઉકાળી લો.

લગભગ 5 મિનીટ સુધી દૂધ ઉકાળ્યા પછી તેમાં કેસર અને ઈલાયચી પાવડર નાખો અને દૂધને હલાવતા રહો.

થોડી વાર પછી તેમાં મધ અને દળેલા ચોખા નાખીને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવી લો.

ઘટ્ટ થઇ ગયા પછી ગેસ બંધ કરી દો અને તેની ઉપર પીસ્તાથી ગાર્નીશ કરીને ખાવા માટે સર્વ કરો.

શુગર ફ્રી બેસનના લાડુ :

સામગ્રી : બેસન – 1 કપ, ઘી – 2 ચમચી, ગોળ – 2 ચમચી, ડ્રાઈ ફ્રુટ્સ – 2 ચમચી, દૂધ – 1 કપ, ઈલાયચી પાવડર – 1 ચમચી.

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે દૂધને ઉકાળીને રાખી લો.

એક કડાઈમાં ઘી ગરમ કરીને બેસનને સારી રીતે શેકી લો અને તેમાં ઉકાળેલું દૂધ નાખીને હલાવતા રહો.

થોડી વાર પછી આ મિશ્રણમાં ગોળ સાથે ઈલાયચી પાવડર અને ડ્રાઈ ફ્રુટ્સ નાખીને સારી રીતે પકાવી લો.

લગભગ 5 મિનીટ મિશ્રણને પકવ્યા પછી ગેસ બંધ કરી લો.

હળવું ઠંડુ થયા પછી આ મિશ્રણમાંથી લાડુ બનાવી લો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.