વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ થી ભરપુર માખણ ખાવાના આ ફાયદા જાણી ને તમે પણ દંગ રહી જશો

હાલના જીવનધોરણ માં આપણે ચરબીયુક્ત તમામ વસ્તુઓને આપણા ખોરાકમાંથી બહાર કરતા જઈએ છીએ. માખણની વાત કરીએ, જુના સમયમાં રોટલી સાથે ઘણું બધું માખણ સવાર સાંજ નાસ્તામાં લેવામાં આવતું હતું, આજે આપણે તેને એકદમ ધ્યાન બહાર કરવા લાગ્યા છીએ. પણ શું તમે જાણો છો, કે માખણ ખાવાથી પણ આપણા માટે જ થોડા ફાયદા છે. જો નથી જાણતા, તો જરૂર વાંચો અને જાણો માખણ થી થતા આ 11 ફાયદા.

(1) કેન્સર : જી હા, માખણ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે કેન્સર જેવા રોગ થી બચાવ કરવામાં તમારી મદદ કરે છે ખાસ કરીને માખણમાં રહેલ ફૈટી એસીડ કૌજુલેટેડ લીનોલેક મોટા ભાગે કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

(2) ઓસ્ટીયોપોરોલીસ : વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ થી ભરપુર તમારા હાડકાને મજબુત બનાવીને ઓસ્ટીયોપોરોલીસ જેવી તકલીફોમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. દાંતો માટે પણ આ ખુબ ફાયદાકારક હોય છે.

(3) તાવ : ગાયના દૂધનું માખણ અને મોટી સાકર નું સેવન કરવાથી જુનો તાવ ઠીક થઇ જાય છે, તે ઉપરાંત માખણ સાથે મધ અને સોનાનો વર્ક ભેળવીને ખાવાથી ટીબી ના દર્દીને ફાયદો થાય છે.

(4) આંખોમાં બળતરા : આંખોમાં બળતરાની તકલીફ થાય તો ગાયના દૂધનું માખણ આંખો ઉપર લગાવવાથી ખુબ ફાયદાકારક રહે છે. કોઈપણ કારણે આંખોમાં થતી બળતરા ને દુર કરી દે છે.

(5) હ્રદયની તકલીફ : મેડીકલ રીસર્સ કાઉન્સીલ ની એક શોધમાં આ વાત સામે આવી છે કે જે લોકો થોડા પ્રમાણમાં માખણ પોતાના ખોરાકમાં ઉમેરશે તો તેને હ્રદયની બીમારીનો ભય, ધાર્યા કરતા ઓછો રહે છે. તેમાં વિટામીન ‘એ’, ‘ડી’, ‘કે’ અને ‘ઈ’ ઉપરાંત લેસેથીન, આયોડીન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે જે હ્રદયના આરોગ્ય માટે ઉત્તમ છે.

(6) થાયરોઈડ : માખણમાં આયોડીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે થાઈરોઈડ ના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે. તે ઉપરાંત તેમાં રહેલ વિટામીન ‘એ’ પણ થાઈરોઈડ ગ્લેન્ડ માટે ખુબ ફાયદાકારક રહે છે.

(7) તમારો મુડ કરે ઠીક : માખણમાં મળી આવતા સેલીનિયમ તમારા મુડ ને સારો કરવામાં તમારી મદદ કરે છે. તો જયારે તમારો મુડ ખરાબ હોય, થોડું એવું માખણ તેને ઠીક કરવામાં તમારી મદદ કરી શકે છે.

(8) શ્વાસની તકલીફ : શ્વાસ ની તકલીફ હોય તો પણ માખણ લાભદાયક સાબિત થાય છે. માખણમાં રહેલ સેચુરેટેડ ચરબી ફેફસાની મદદ કરે છે અને દમ ના દર્દીઓ માટે પણ તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

(9) એન્ટી ઓક્સીડેંટ : એન્ટી ઓક્સીડેંટ થી ભરપુર માખણ કેન્સર કે ટ્યુમર થી તમારું રક્ષણ કરવા સાથે જ ત્વચાને ફ્રી રૈડીકલ્સ થી સુરક્ષિત રાખે છે. તે ચામડી માટે ખુબ ફાયદાકારક રહે છે. તેના મસાજથી ત્વચામાં તાજગી આવી જાય છે.

(10) ગાયના દૂધનું માખણ અને તલનું તેલ ભેળવીને ખાવાથી હરસ ની તકલીફમાં લાભ થાય છે. તે ઉપરાંત માખણમાં મધ અને ખડી સાકર ભેળવીને ખાવાથી લોહીવાળા હરસ ઠીક થઇ જાય છે. તેમાં મધની જગ્યાએ નાગકેસર નો ઉપયોગ પણ કરી શકાય છે.

(11) પ્રજનન શક્તિ : પ્રજનન શક્તિ વધારવા માટે માખણ ને ખુબ લાભદાયક ગણવામાં આવે છે. તે શરીરમાં ગરમી વધારે છે અને મેલ અને ફીમેલ હાર્મોન ને વધારવાનું કાર્ય કરે છે.