આ છે સરળ ઘરગથ્થુ ઉપચાર જે માખીઓથી તરત રાહત અપાવશે, જરૂર અપનાવો અને શેયર કરો

ઘરમાં ગુણ ગુણ કરતી માખીઓ કોને સારી લાગે છે? પણ ઘણી વખત ન ગમવા છતાં પણ તે સહન કરવું પડતું હોય છે. એવામાં કાઈ સમજાતું નથી કે કેવી રીતે આનાથી છુટકારો મેળવી શકીએ. તો આવો આજે અમે તમારી આ તકલીફનો ઉકેલ જણાવીએ. ખાસ કરીને ઘણા સરળ ઘરગથ્થું ઉપચારોથી તમે મીનીટોમાં આ માખીઓ થી છુટકારો મેળવી શકો છો.

કપૂરથી માખીઓને ઘરમાંથી સરળતાથી ભગાડી શકાય છે. તેના માટે થોડું એવું કપૂર લઇ લો અને તેને સળગાવીને આખા રૂમમાં ફેરવો. આમ કરવાથી સળગતા કપૂરની સુગંધથી માખીઓ તરત ભાગશે.

તુલસીના ઔષધીય ગુણો વિષે તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે તે માખીઓને પણ ભગાડવામાં ખુબ અસરકારક છે. જી હા જે ઘર-આંગણામાં તુલસીનો છોડ લાગેલો હોય છે ત્યાં માખીઓ નથી આવતી. એવામાં માખીઓ થી બચવું છે તો ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો અને માખીઓને ભગાડો.

જો કોઈ જગ્યાઓ ઉપર વધુ માખીઓ બણ બણ કરતી રહેતી હોય છે તો તે જગ્યાએ એક સફરજન માં થોડા લવિંગને દબાવીને રાખી દો તમે જોશો કે થોડી જ મીનીટોમાં ત્યાંથી માખીઓ ગાયબ થઇ જશે.

વિનેગર માંખીઓમાંથી છુટકારો અપાવવા માટે સૌથી સારું માધ્યમ છે તેના માટે એક વાટકીમાં થોડું વિનેગર લો અને તેમાં થોડું એવું ડીટર્જેંટ ભેળવો. તેનાથી માખીઓ તેની તરફ આકર્ષિત થવા લાગશે પણ તે વાટકીમાંથી બહાર નહી નીકળી શકે અને તેમાં જ ડૂબી જશે.

કાકડીના ઉપયોગથી પણ તમે માખીઓ ભગાડી શકો છો. તેના માટે તમે કાકડીના છોતરા કચરા ની ઉપર મૂકી શકો છો, તેનાથી માખીઓ તેમાં ઈંડા નહી મુકી શકે. કેમ કે માખીઓ કાકડીથી દુર ભાગે છે.

તમે ધારો તો માખીઓને ભગાડવા માટે ફ્લાઈ પેપર નો ઉપયોગ પણ કરી શકો છો. તે તૈયાર કરવા માટે પહેલા ખાંડ અને કોર્ન સ્ટાર્ચ નું ઘોળ બનાવો અને પછી તેને મોટા બ્રાઉન પેપર ઉપર ફેલાવી લો. આ ફ્લાઈ પેપર ને ઘરના દરવાજા ઉપર ટીંગાડી દો. તેનાથી માખીઓ ઘરની અંદર નહી આવે.

લાલ મરચાના ઉપયોગથી પણ માખીઓ ભગાડી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલ માં થોડું એવું મરચું અને પાણી ભેળવીને સારી રીતે એક રસ કરી મિશ્રણ બનાવી લો. પછી આ મિશ્રણને ઘરમાં છાંટવાથી તેના થી માખીઓ મરી જશે પણ આ પ્રયોગ કરતી વખતે ખાસ ધ્યાન્ રાખવું કેમ કે તે તમારી આંખોમાં પણ પડી શકે છે.

સૌથી અગત્ય ની વાત સ્વચ્છતા રાખો તો માખી ઓ ૭૦ ટકા સુધી ઓછી આવશે. માખીઓ ને આકર્ષે એવા ખાંડ અને એવા પદાર્થો ખુલ્લા માં નાં રાખો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.