બજાર માંથી દૂધનો પાવડર લાવવાની જગ્યાએ તેને ઘરે જ બનાવો, આ છે તેને બનાવવાની રીત.

તમે સરળતાથી ઘરે જ એકદમ શુદ્ધ મિલ્ક પાવડર બનાવી શકો છો, જાણો તેની પ્રોસેસ.

જો તમને એ પ્રશ્ન પૂછવામાં આવે કે તમે દૂધ કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકો છો? તો તમે કહેશો એક દિવસ, બે દિવસ કે પછી વધુમાં વધુ ચારથી પાંચ દિવસ. દૂધ સિવાય દૂધના પાવડરને તમે કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકો છો? તેને મહિનાઓ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. એટલા માટે આજે આ લેખમાં અમે તમને થોડી એવી ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે સરળતાથી ઘરે જ દૂધનો પાવડર (મિલ્ક પાવડર) બનાવી શકો છો. તો આવો જાણીએ મિલ્ક પાવડર બનવવાની સરળ રીત.

મિલ્ક પાવડર બનાવવાની પહેલી રીત :

જેટલા પ્રમાણ કે વજનના હિસાબે તમારે મિલ્ક પાવડર બનાવવો છે તેનાથી થોડા વધુ પ્રમાણમાં દૂધની જરૂર પડે છે. જો તમારે 500 ગ્રામ દૂધનો પાવડર બનાવવો છે, તો એકથી બે કિલો દૂધની જરૂર પડશે. તેના માટે સૌથી પહેલા દૂધને સારી રીતે ઉકાળી લો. ત્યાર પછી દૂધને થોડી વાર સુધી ઠંડુ થવા માટે રાખી દો. હવે ઓવનને 150 ડિગ્રી ફેરનહાઈટ ઉપર પ્રિહીટ કરો અને દૂધને ઓવનમાં મૂકી દો. વચ્ચે વચ્ચે દૂધને હલાવતા પણ રહો.

જયારે ઓવનમાં રાખવામાં આવેલું દૂધ સુકાઈ જાય, ત્યારે તેને ઓવન માંથી બહાર કાઢી લો. દૂધ ઠંડુ થયા પછી એક બ્લેન્ડરમાં નાખો અને ટુકડાને પીસી લો. તો તૈયાર છે તમારો દૂધનો પાવડર. તેને કોઈ એયર ટાઈટ ડબ્બામાં બંધ કરીને સ્ટોર કરી લો. હવે તમે આ મિલ્ક પાવડરને ચા બનાવવાથી લઈને બીજી વસ્તુઓ બનાવવામાં પણ સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. આ પાવડરને એક દિવસ નહિ પણ મહિનાઓ સુધી સરળતાથી સ્ટોર કરી શકો છો.

મિલ્ક પાવડર બનાવવાની બીજી રીત :

ડીહાઈડ્રેશનના માધ્યમથી પણ તમે સરળતાથી મિલ્ક પાવડર બનાવી શકો છો. તેના માટે તમને થોડી ડીહાઈડ્રેશન ટ્રે ની જરૂર પડશે. બધી ડીહાઈડ્રેશન ટ્રે માં એક એક કપ દૂધ રાખો. હવે ઓવનને 135 ડિગ્રી ફેરનહાઈટથી 140 ડિગ્રી ડીહાઈડ્રેટર પર સેટ કરો અને ટ્રે ને અંદર મૂકી દો. જયારે દૂધ સંપૂર્ણ રીતે સુકાઈ જાય, તો આ દૂધને મીક્ષરમાં નાખીને ઝીણું પીસી લો.

આ રીતે તમે સરળતાથી મિલ્ક પાવડર બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે ડીહાઈડ્રેટર ટ્રે તમે કોઈ પણ વાસણ વાળાની દુકાનેથી સરળતાથી ખરીદી શકો છો. બંને રીતે બનાવવામાં આવેલા મિલ્ક પાવડરને તમે સરળતાથી થોડા દિવસો માટે નહી પણ મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો.

ઘરે બનેલા મિલ્ક પાવડરના ફાયદા :

ઘરે બનેલા મિલ્ક પાવડરમાં બીજા મિલ્ક પાવડરની સરખામણીમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જે ઘણી રીતે આરોગ્યને સારું રાખવા માટે ઉત્તમ છે. તેના સેવનથી દાંતોની તકલીફ પણ સરળતાથી દુર થઇ જાય છે. તે ઉપરાંત મિલ્ક પાવડર કબજિયાતથી પણ રાહત અપાવી શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.