બકરી સાથે વિડીયો બનાવવો પડ્યો મોંઘો, થયું કાંઈક એવું કે આજીવન રહેશે યાદ.

સેલ્ફી વિડીયો લેતી મહિલા સાથે થયું કાંઈક એવું કે વિડીયો જોયા પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

સેલ્ફીનો ક્રેઝ લોકો જોડે શું કરાવી શકે છે તેનો કોઈ ભરોસો નથી. સોશિયલ મીડિયા પર કાંઈક નવું કરવાના ચક્કરમાં લોકો એવી એવી સેલ્ફી લઈ લે છે જેનો જોઈ જવાબ નથી. પણ ઘણી વખત લોકો સેલ્ફી લેવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.

એક બકરી સાથે સેલ્ફી વિડીયો બનાવી રહેલી એક મહિલા સાથે એક ફની પરંતુ આજીવન યાદ રહે એવો બન્યો છે. જેનો વિડીયો ઈન્ટરનેટ પર ઘણો શેર થઈ રહ્યો છે.

જી હા, હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર તે સેલ્ફી લેતી મહિલાનો વિડીયો ઘણી ધૂમ મચાવી રહ્યો છે, જેમાં તે મહિલા બકરીની સાથે સેલ્ફી વિડીયો બનાવતી દેખાઈ રહી છે. આ દરમિયાન તે મહિલાની સાથે જે થયું તે જોઈને સેલ્ફીના દિવાના આવું કરતાં પહેલા બે-ત્રણ વખત વિચારશે.

શેર થઈ રહેલા આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા ગામડાના રસ્તા વચ્ચે સેલ્ફી વિડીયો બનાવી રહી હોય છે. તેનાથી થોડે જ દુર એક બકરીને બાંધેલ હોય છે. મહિલા અલગ અલગ એક્સ્પ્રેસન આપીને બકરી સાથે સેલ્ફી વિડીયો બનાવી રહી હોય છે.

તે બકરી પહેલા તો ચૂપચાપ ઊભી રહે છે, પરતું થોડા સમય પછી બકરીને ગુસ્સો આવવા લાગે છે અને તે મહિલાને ટક્કર મા રવાનો પ્રયાસ કરે છે. બકરી આવું બે વખત કરે છે પણ સફળ થઈ શકતી નથી. પણ પછી ત્રીજી વખતમાં તે મહિલાને પોતાના માથાથી જોરદાર ટક્કર મારે છે અને મહિલા ઉભી પૂછડીએ ત્યાંથી ભાગી જાય છે.

તે મહિલા પણ વિડીયો બનાવવામાં એટલી ખોવાઈ જાય છે કે, તેણીને એ વાતનો જરાપણ અંદાજો નથી હોતો કે બકરી તેની સાથે શું કરવા માંગે છે? તે વિડીયો બનાવવામાં મશગુલ હોય છે ત્યારે બકરી પાછળથી આવીને તેને ટક્કર મારે છે. આ ઘટનાથી મહિલા ગભરાય જાય છે.

આ વિડિયોને ટ્વિટર પર The Darwin Awards નામના એક પેજે શેયર કર્યો છે. અત્યાર સુધીમાં આ વિડિયોને 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ ફની વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ તેના પર મજેદાર કમેંટ્સ પણ કરી રહ્યા છે. એક યુજરે લખ્યું : બીજી વખત જો કોઈ પ્રાણી સાથે સેલ્ફી લેવી હોય તો હેલમેટ પહેરી સેલ્ફી લેજો. તો એક યુઝરે લખ્યું કે : મહિલાને ખુબ ઇજા થઇ હશે. તેના સિવાય ઘણા બધા યુઝર્સે મજેદાર કમેંટસ કરી છે.

જુઓ વિડીયો :

આ માહિતી ઈન્ડિયાટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.