જલ્દી જ લગ્ન કરી શકે છે મલાઈકા અને અર્જુન, મુંબઈમાં ખરીદ્યુ એક આલિશાન ઘર

બોલીવુડની દુનિયામાં પ્રેમ અને બ્રેકઅપથી ભરપૂર સમાચારોની કોઈ અછત નથી હોતી. જી હા, અહીં કયારેક કોઈ કલાકારનું બ્રેકઅપ થાય છે, તો કયારેક કોઈ કલાકાર કોઈના પ્રેમમાં પડી જાય છે. એટલે કે પ્રેમની બાબતે બોલીવુડ હંમેશા રોશન જ રહે છે. આજે અમે તમારા માટે બોલીવુડની ગલીઓમાંથી મલાઈકા અને અર્જુનના સંબંધના તાજા અપડેટ લઈને આવ્યા છીએ. હવે એ તો નક્કી થઈ ગયું છે કે બંને જણા રિલેશનમાં છે. એવામાં લોકો એમના લગ્નની શરણાઈ વાગે એની રાહ જોઈને બેઠા છે. તો ચાલો જાણીએ મલાઈકા અને અર્જુનના સંબંધ સાથે જોડાયેલા ગરમા ગરમ સમાચાર શું છે?

મલાઈકા અને અર્જુન એક બીજા સાથે લેટ નાઈટ પાર્ટી અને ડિનર કરતા જોવા મળે છે, એ કારણે એ બંને વચ્ચેની નિકટતા વધતી જઈ રહી છે. હાલમાં અર્જુન કપૂરનો જન્મદિવસ ઉજવવા માટે બંને ઈટલી ગયા હતા. પરંતુ એયર પોર્ટ પર મીડિયાને જોતા જ તેમણે અંતર બનાવી લીધું. એક તરફ ભલે તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે મીડિયા એમના સંબંધથી દૂર રહે, પણ બીજી તરફ તેઓ પોતે જ પોતાના સંબંધ પર સિક્કો લગાવતા દેખાઈ રહ્યા છે. એટલું જ નહિ, અત્યારે હાલમાં જ બંને લેટ નાઈટ ડિનર કરતા જોવા મળ્યા તો અર્જુનએ પોતાનો ચહેરો છુપાડી દીધો.

મલાઈકા અને અર્જુને ખરીદ્યુ મુંબઈમાં ઘર :

મીડિયાના રિપોર્ટનું માનીએ તો મલાઈકા અને અર્જુને મુંબઈમાં એક આલિશાન ઘર ખરીદ્યુ છે, જેમાં તેઓ લગ્ન પછી શિફ્ટ થશે. એટલું જ નહિ, એ પણ માનવામાં આવી રહ્યું છે કે બંને જણાએ હાલપૂરતું લિવ ઈન રિલેશનશિપમાં રહેવા માટે આ ઘર ખરીદ્યુ છે, પરંતુ અત્યારે આ કહેવું થોડું મુશ્કેલ રહેશે. મીડિયાના રિપોર્ટનું માનીએ તો આ આલિશાન ઘર માટે મલાઈકા અને અર્જુન બંને જણાએ અડધા અડધા પૈસા ચૂકવ્યા છે, જેથી એકબીજા પર બોજ ન બને.

મલાઈકાને મળ્યા પછી લગ્ન વિષે બદલાયો વિચાર – અર્જુન :

કોફી વિથ કરણ શો માં અર્જુન કપૂરે કહ્યું કે હવે હું સિંગલ નથી. જો કે, પહેલા હું લગ્ન કરવાથી ભાગતો હતો, પરંતુ હવે હું લગ્ન કરવા માંગુ છું. અર્જુનનું આ નિવેદન પૂરતું છે કે તે જલ્દી જ મલાઈકા સાથે લગ્ન કરવાના છે, પરંતુ આ વાતને દાવા સાથે કહેવું અત્યારે મુશ્કેલ છે. કારણ કે આ એમનો અંગત નિર્ણય છે. જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન બંને એક બીજા સાથે ઘણો બધો સમય પસાર કરવા માંગે છે, જેથી તે એક બીજાને સારી રીતે સમજી શકે.

અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી મલાઈકાએ પોતાના નવા જીવનની શરૂઆત કરી દીધી છે, જેમાં તે પહેલા થયેલી ભૂલ ફરીથી કરવા નથી માંગતી. મલાઈકા અર્જુન સાથે ઘણી ખુશ જોવા મળે છે, અને એ કારણ છે કે તે પોતાના સંબંધને સંતાડવાની જગ્યાએ જગજાહેર કરવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે બંને જણા ક્યારે લગ્ન કરે છે. તેઓ આ વાતને ક્યારે પોતાના ફેન્સ સાથે શેયર કરે છે, એ તો સમય જ જણાવશે.