મેકઅપને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે કરી મલાઈકાને ટ્રોલ, કહ્યું – ‘મોં પર કરચલીઓ છે, સ્કિન…’

હાલના દિવસોમાં મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને ઘણી સમાચારોમાં છવાયેલી છે. એક તરફ જ્યાં બંનેના આ સંબંધને અમુક લોકોએ સ્વીકાર કરી લીધો છે, અને થોડા લોકો તરફથી હજુ સુધી આ સંબંધને મંજુરી નથી મળી. સુત્રોના જણાવ્યા મુજબ, અર્જુન કપૂરના પપ્પા બોની કપૂર બંનેના આ સંબંધથી ખુશ નથી. હાલમાં જ સમાચારો સામે આવ્યા હતા કે, બંને આવતા વર્ષે એપ્રિલ મહિનાની ૧૮મી તારીખના રોજ લગ્ન કરી શકે છે, પરંતુ આ સમાચાર એક અફવા નીકળી.

મલાઈકા અવાર નવાર કોઈને કોઈ કારણોથી ટ્રોલ થતી રહે છે. ક્યારેક તે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના ફોટા શેયર કરીને ટ્રોલ થઇ જાય છે, તો ક્યારેક પોતાના અને અર્જુન વચ્ચેના ઉંમરના અંતરને લઈને. પરંતુ આ વખતે મલાઈકા પોતાના મેકઅપને લઈને ટ્રોલ થઇ રહી છે. ટ્રોલર્સને તો ટ્રોલ કરવાનું બહાનું જોઈએ પછી તે મેકઅપ હોય, કે કપડા કે પછી કોઈ બીજું કારણ.

મેકઅપને લઈને ટ્રોલ થઈ મલાઈકા :

હાલમાં જ મલાઈકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તેના મેકઅપને લઈને લોકો જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. મલાઈકાએ જે ફોટો શેયર કર્યો છે, તેમાં તમે જોશો કે તેમણે હેવી મેકઅપ કર્યો છે અને ધ્યાનથી જોવાથી તમને તેના ચહેરા ઉપર ફાઉંડેશન સ્પષ્ટ જોવા મળશે. એ વાતને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેણે ટ્રોલ કરવા લાગ્યા. સોશિયલ મીડિયા યુઝર્સને મલાઈકાનો આ મેકઅપ કાંઈ ખાસ પસંદ ન આવ્યો.

મલાઈકાના આ ફોટા ઉપર યુઝર્સે અલગ અલગ કમેન્ટ્સ આપી, એક ટ્રોલરે તેને ટ્રોલ કરતા લખ્યું કે, તમારા ચહેરા ઉપર મેકઅપ છે કે તમે મેકઅપ ઉપર છો. અને એક જણે તો લખ્યું કે, મેકઅપ વગર વધુ સારી દેખાય છે. તો એક જણે તો લખ્યું કે, તમે મેકઅપ લગાવી શકો છો, પરંતુ તમારા ખીલને નથી છુપાવી શકતા. એક બીજા યુઝરે ટ્રોલ કરતા લખ્યું કે, હવે આઘેડ લાગી રહ્યા છો.

કહ્યું – હાલમાં નથી લગ્નનો પ્લાન :

હાલમાં જ જયારે એક ઈન્ટરવ્યુંમાં મલાઈકાને પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરી રહી છે? તેની ઉપર તેણે જવાબ આપ્યો, આનંદ મગજની મનોદશા ઉપર આધારિત હોય છે. હા હું ખુશ છું. કેમ હું એટલી વધુ એક્સપ્લેનેશન આપું? દરેક એવી અફવાથી ક્યારેકને ક્યારેક જરૂર ઘેરાય છે. કોઈ પણ છોડતા નથી. એવા અનુમાન લગાવતા રહે છે. અમે પહેલા જ જણાવી દીધું હતું કે, અમારો લગ્નનો કોઈ પ્લાન નથી, અને હવે પ્લીઝ તમે અમને પણ તેના વિષે પ્રશ્ન કરવાનું બંધ કરો.

અને જયારે એક ઈન્ટરવ્યુંમાં અર્જુન સાથે લગ્નને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા તો તેમણે જણાવ્યું, હું પર્સનલ અને પ્રોફેશનલ બંને ફ્રન્ટ ઉપર ઘણો ખુશ છું. હું હંમેશાથી ઘણા ખુલ્લા વિચારો વાળો છું. મારી ઉપર વિશ્વાસ રાખો હું તમને લોકોને શોક નહિ કરું. જો કાંઈ પણ બતાવવા લાયક જેવી વાત હશે, તો હું તમને લોકોને પણ તે આનંદમાં સામેલ કરીશ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.