માલેગાંવના નોન ગ્રેજ્યુએટ છોકરાએ પોતાના જુગાડથી જીત્યા મોટા મોટા ઉદ્યોગપતિઓના દિલ, જાણો કઈ રીતે.

Lenskart ના સીઈઓ પીયુષ બંસલે ખેડૂતના દીકરા સાથે કરી આટલા લાખની ડીલ, જાણો તેણે એવી તે કઈ કમાલ કરી.

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝનનો શો શાર્ક ટેંક ઇંડિયા (Shark Tank India) ને જો સપના સાકાર કરવાવાળો જાદુઈ ચિરાગ કહેવામાં આવે ઓ ખોટું નહિ ગણાય. આ જાદુઈ ચિરાગની મદદથી પોતાનું ભાગ્ય બદલવા માટે રોજ કોઈને કોઈ કંટેસ્ટંટ પોતાના મક્કમ ઈરાદા અને એકદમ અલગ આઈડિયા સાથે આવે છે. અને તેમનો આઈડિયા શાર્ક્સને પસંદ આવી જાય તો શાર્ક્સ તેમની ઉપર પૈસા લગાવે છે.

થોડા સમય પહેલા આ શો માં એક કંટેસ્ટેન્ટ આવ્યા હતા. જેનું નામ કમલેશ નાનાસાહેબ ઘુમરે છે (Kamlesh Nanasaheb Ghumare). તે માલેગાંવના રહેવાસી છે. 27 વર્ષના કમલેશે પોતાના ઈંટ્રોડક્શનથી બધાના દિલ જીતી લીધા અને સૌને ઈમોશનલ કરી દીધા. કમલેશ નાનાસાહેબ ઘુમરે એક ખેડૂત કુટુંબના સભ્ય છે. તેમના મોટા ભાઈ આર્મીમાં છે અને પિતા ખેડૂત. તેમને લોકો જુગાડુ કમલેશના નામથી ઓળખે છે.

કમલેશે શાર્ક ટેંક ઇંડિયામાં જણાવ્યું, મેં સાયન્સમાં 12 મુ ધોરણ પાસ કર્યું છે, ત્યાર પછી મેં બીસીએ શરુ કર્યું પણ તેમાં મારું મન ન લાગ્યું, જેથી મેં બે વર્ષ પછી અભ્યાસ છોડી દીધો. મને અભિનય, ગાવા અને નવી વસ્તુની શોધ કરવાનું ગમે છે. મારા ગામમાં ઘણા ભણેલા લોકો છે, પણ તેમની પાસે કોઈ નોકરી નથી. હું મારા ગામના લોકોને મારા બિઝનેસના માધ્યમથી નોકરી આપવા માગું છું.

ભારતની એક નવી છાપ ઉભી કરવાવાળા શો માં ગુરુવારના એપિસોડમાં જુગાડુ કમલેશે જ્યારે પોતાનો આઈડિયા શાર્ક્સને સંભળાવ્યો તો તેમના આ જુગાડ ઉપર બધા આશ્ચર્યચકિત થઇ ગયા. કમલેશે એક એવી સાયકલ બનાવી છે, જે ખેડૂતને ખેતી કરવામાં ખુબ મદદ કરશે અને તેમના કામને સરળ બનાવશે. જુગાડુ કમલેશ નાનાસાહેબ ઘુમરેના સ્ટાર્ટઅપનું નામ કેજી એગ્રોટેક છે. આ સાયકલથી ખેડૂત ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ, બીજ વાવવા અને સામાન ઉપાડવાના કામ સરળતાથી કરી શકે છે.

કમલેશે પોતાના પિતા અને બીજા ખેડૂતોની મુશ્કેલીનું વર્ણન કરતા જણાવ્યું, ખેડૂતોએ તેમના પાકને જીવાતથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો હોય છે. આ જંતુનાશક સ્પ્રે તેમના આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર કરે છે અને ટેપ ઘણી બીમારીઓના ભોગ બને છે.

તેમના પિતા પણ જંતુનાશક દવાનો છંટકાવ કરવાને કારણે જંતુનાશક દવાથી થતી બીમારીઓથી પીડિત હતા, ત્યારે તેમણે જંતુનાશક ટ્રોલી સ્પ્રેની શોધ કરી. માર્કેટમાં ઘણા બધા જંતુનાશક સ્પ્રેયર હાજર છે, પણ તેની કિંમત ઘણી વધુ છે, જે મોટાભાગે ખેડૂત નથી ખરીદી શકતા. બસ તેને લઈને તેમના પિતા અને ઘણા બીજા ખેડૂતની મદદ માટે તેમણે આ ટ્રોલીની શોધ કરી છે.

કમલેશની આ ઉત્તમ શોધને લેંસકાર્ટના સીઈઓ પીયુષ બંસલે 40 ટકા ઇક્વિટી માટે 10 લાખ રૂપિયાનો કરાર કર્યો અને 20 લાખ રૂપિયાનું દેવું આપ્યું છે. બિઝનેસ ટાઈકુન પીયુષ બંસલે જેવો કમલેશ તરફ પોતાનો હાથ આગળ વધાર્યો કે બધાએ તેમના આ પગલાની પ્રશંસા કરી અને તેમના ફેન બની ગયા.

કમલેશ નાનાસાહેબ ઘુમરેએ પોતાના ઇન્વેન્શન વિષે જણાવ્યું, તે કોઈ એન્જીનીયર નથી બસ તેમણે પોતાના થોડા ઘણા જ્ઞાનથી આ સાયકલ બનાવી છે, જે લાંબા સમય સુધી ખેડૂતોની મદદ કરવામાં સહાયક બનશે. આ ટ્રોલીમાં એક હેંડલ છે જે સ્પેરયર સાથે જોડાયેલું છે, જેની મદદથી ખેડૂત સરળતાથી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે. તે બનાવવા માટે કમલેશે પોતાના નજીકના સ્ક્રેપ ડીલર પાસેથી સ્ક્રેપ ખરીદ્યું અને આ સ્પ્રેયર બનાવવાનુ શરુ કર્યું.

કમલેશે જણાવ્યું, મેં ખેડૂતોને ખેતરમાં પાણી નાખતા અને જંતુનાશક દવાનો છંટકાવ કરતા જોયા છે. 17 લીટરની આ ટાંકીને ખંભા ઉપર ઉપાડીને પછી ખેતરમાં છંટકાવ કરવો ઘણું પીડાદાયક હોય છે. મેં મારા પપ્પાને પણ આ તકલીફ માંથી પસાર થતા જોયા છે. એટલા માટે મેં તેમની પીડાને ઓછી કરવા માટે આ શોધ કરી છે. હું છેલ્લા સાત વર્ષથી આ બનાવી રહ્યો છું. મને જયારે પણ લાગતું હતું કે આમાં કાંઈક ફેરફાર કરી શકું છું તો હું તેમાં ફરફાર કરી દેતો હતો. ત્યારે જઈને હું આને તમારી સામે લાવી શક્યો છું.

સોદો નક્કી થયા પછી જુગાડુ કમલેશે પોતાના મનની વાત કરી કે, મેં કેજી એગ્રોટેક શરુ કર્યું, જેની હેઠળ મેં આ મલ્ટીપર્પઝ સાયકલ બનાવી છે. હું શાર્ક ટેંક ઇંડિયા અને પીયુષ બંસલનો આભાર માનું છું કે તેમણે મને આ તક આપી અને મારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ દર્શાવ્યો અને મને આ કોન્ટ્રાક્ટ આપ્યો. મારો ઉદેશ્ય ખેડૂતોની તકલીફ ઓછી કરવાનો છે જે પોતાના ખંભા ઉપર દેશની 100 કરોડથી વધુ વસ્તીનો બોજ ઉપાડે છે. તેનાથી લાખો ખેડૂતોને એક આશા બંધાશે.

ડીલ ફાઈનલ થયા પછી બધા શાર્ક્સે આ ડીલ ઉપર પોતાના મંતવ્યો આપ્યા અને ડીલની ઘણી પ્રશંસા કરી. સુગર કોસ્મેટિક્સની સીઈઓ વિનીતા સિંહે કહ્યું, પીયુષ હું તમારી મોટી ફેન થઇ ગઈ છું, તમે આજે જે કર્યું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. એમક્યોર ફાર્માસ્યુટિકલની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા થાપરે જણાવ્યું કે, આ ડીલ તો દિલને સ્પર્શી ગઈ. તેની ઉપર પીયુશે જણાવ્યું આ છોકરામાં દમ છે. શાદી ડોટ કોમના સીઈઓ અનુપમ મિત્તલે કહ્યું, આ છોકરાનું દિલ સાફ છે, અમે હોત તો તેને અડધે રસ્તે જ છોડી દેત, પણ આ સાત વર્ષ સુધી લાગી રહ્યો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.