અહીં 25 વર્ષની મહિલાએ 9 બાળકોને આપ્યો જન્મ, ડોક્ટરોના પણ ઉડી ગયા હોશ.

5-6 નહિ પણ આ મહિલાએ એક સાથે આપ્યો 9 બાળકોને જન્મ, માં ની સાથે દીકરો પણ છે ચકિત.

કોઈ બાળકનું દુનિયામાં આવવું એક માં માટે દુનિયાની સૌથી સુંદર ક્ષણ હોય છે. પરંતુ એક બાળકની સાથે સાથે બીજા આઠ બાળકો દુનિયામાં આવી જાય તો તે માં ની સાથે સાથે ડોકટરો માટે પણ ચકિત કરી દેનાર વાત હોય છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ માલી (પશ્ચિમ આફ્રિકાનો એક દેશ) ની એક મહિલાએ એક સાથે નવ બાળકોને જન્મ આપ્યો છે. બધાને ચકિત કરી દેનારી આ ડિલિવરી માલીમાં થઇ છે.

આ નવ બાળકો માલીની સાથે સાથે આખી દુનિયામાં આશ્ચર્ય ફેલાવી રહ્યા છે. માલીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ડિલિવરી પછી માં અને બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ચાલો વાત કરીએ તે માં વિષે. તે મહિલાનું નામ હલીમા ચીસ છે અને તે 25 વર્ષની છે. માલીની રહેવા વાળી હલીમા ગર્ભવતી થઇ તો ડોક્ટરોએ માર્ચમાં અલ્ટ્રાસાઉન્ડ પછી જોયું કે હલીમાના પેટમાં 7 બાળકો છે. આ મોટા સમાચાર હતા. હલીમાને સ્પેશીયલ દેખરેખની જરૂર હતી અને એટલા માટે પ્રશાસન તરફથી તેમને મોરક્કો લઇ જવામાં આવ્યા.

મોરક્કોમાં હલીમાએ ડોક્ટરોની તપાસને ખોટી સાબિત કરતા 7 નહિ પણ 9 બાળકોને જન્મ આપ્યો. આ બાળકોમાં પાંચ છોકરીઓ અને ચાર છોકરાઓ છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હલીમાની સિઝેરિયન ડિલિવરી થઇ અને તેમણે નવ બાળકોને જન્મ આપ્યો.

મેડિકલ સાઇન્સની દ્રષ્ટિએ જોવામાં આવે તો એક સાથે નવ બાળકોનો જન્મ ઘણી જ દુર્લભ ઘટના છે. કોઈના પેટમાં નવ બાળકો હોઈ શકે છે, પરતું ડિલિવરીનો સમય આવવા સુધી ઓછા જ બાળકો જન્મે છે, કારણ કે પેટમાં એક સાથે આટલા બાળકોનો વિકાસ થઈ શકતો નથી અને કેટલાક બાળકો સંપૂર્ણ રીતે વિકસિત થઈ શકતા નથી. પરંતુ નવ બાળકોનો સ્વસ્થ જન્મ થવો તે પોતામાં જ એક ચમત્કારની વાત છે.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.