મળો જર્મનીના ગૌ રક્ષકને જે ભારતમાં કરે છે 1,800 ગાયોની દેખભાળ. જય ગાય માતા.

આ ૨૦૧૯ માં ઘણા એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા. જે સામાન્ય લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે ઉત્તમ બનાવવાનું કામ કરી રહ્યા છે. પછી ભલે ઓડીસામાં ચા વેચીને બાળકો માટે સ્કુલ ચલાવવા વાળા પ્રકાશ રાવ હોય કે પછી નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગરીબોનો ઈલાજ કરવા વાળા ડોક્ટર દંપતી.

હવે અમે તમને ૬૧ વર્ષીય જર્મન મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ગાયોના રક્ષણ માટે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ મહિલાનું નામ છે ફ્રેડરીક ઈરીના. જો કે ગૌ માતાના આશ્રયદાત્રીના નામથી પણ પ્રસિદ્ધ છે.

ઈરીના એ હવે સુદેવી માતાજીના નામથી ઓળખવામાં આવે છે. તે છેલ્લા ૨૫ વર્ષોથી ગાયોની સંભાળ કરી રહી છે. તે આજથી ૪૧ વર્ષ પહેલા બર્લિનથી ભારત ફરવા આવી હતી. પરંતુ અહિયાં આવીને તેના મનમાં એવું થયું કે તે અહિયાં વસવાટ કરવાનો નિર્ણય લઇ લીધો. તેમણે ગાયોની સેવાને પોતાનો ધર્મ બનાવી લીધો.

ઈરીનાએ પોતાની સર્વિસના પૈસાથી મથુરામાં ગૌશાળા બનાવી. તે બર્લિનમાં પોતાની સંપત્તિના ભાડાથી મળતા પૈસાથી નિરાધાર, ઘર વગરના, બીમાર, આંધળા, ખરાબ રીતે ઈજા પામેલાની સંભાળ કરે છે.

આજે તેની ગૌશાળામાં લગભગ ૬૦ લોકો કામ કરે છે અને દર મહીને ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં કર્મચારીઓનો પગાર, ગાયો માટે ચારો અને દવાઓની વ્યવસ્થા થાય છે. ઈરીનાને લાગી રહ્યું હતું કે રખડતી ગાયોની સ્થિતિ સંભાળ વગર ખરાબ થઇ જાય છે અને પછી તેની સંભાળ કરવા વાળું કોઈ નથી હોતું. એવી ગાયોને તે પોતાની ગૌશાળામાં લાવે છે અને તેની સંપૂર્ણ સંભાળ રાખવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ઈરીના એ જણાવ્યું કે તેમની પાસે થોડી સંપત્તિ છે. જેનાથી દર મહીને ૬ થી ૭ લાખ રૂપિયા ભાડું આવે છે. આ પૈસાથી જ તે ગૌશાળા સંચાલન કરે છે. તેની ગૌશાળામાં આંધળી અને ઘાયલ ગાયોની અલગ સંભાળ થાય છે અને તેમના માટે અલગ રીતે રહેણાક પણ બનાવ્યા છે.

તે આ ગાયોને જ પોતાનો પરિવાર માને છે. આજના સમયમાં જ્યાં પશુઓ પ્રત્યે લોકોની સંવેદનશીલતા નાશ પામતી જઈ રહી છે, ત્યાં એક વિદેશી મહિલાની ગાયના રક્ષણ માટે એટલું બધું કરવું પ્રેરણાદાયક છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.