કુંભ મેળાને વીજળીથી રોશન કરે છે આ મુસલમાન ચાચા જુના અખાડા ના નાગા સાધુઓ ના છે ખાસ માણસ

ભારતમાં જુદી જુદી જાતી, ધર્મ, સમુદાય, ભાષા અને અલગ અલગ રહેણી કરણી હોવા છતાં પણ આપણી એકતા જ આપણી સૌની તાકાત છે. અહિયાં દરેક ધર્મ આપણેને એક બીજાના ધર્મ પ્રત્યે પ્રેમ અને સન્માનની શીખ આપે છે. દિવાળીના સમય ઉપર મુસ્લિમ હિંદુઓ સાથે દીવડા પ્રગટાવતા જોવા મળશે, તો હિંદુ મુસ્લિમ ભાઈઓ સાથે ઇદની ખુશીઓમાં જોડાતા જોવા મળશે. આવી જ એક ભાઈચારાની વાત અમે તમારા માટે લઇને આવ્યા છીએ. ગમે તો શેયર કરજો.

ભાઈ ચારાના એવા થોડા જ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરના રહેવાસી ૭૬ વર્ષના મોહમ્મદ મહમુદ એ પણ ઉભા કર્યા છે. ખાસ કરીને મહમુદ છેલ્લા ત્રણ દશકોથી દરેક કુંભ મેળામાં આવીને અખાડામાં રહેવા વાળા સાધુઓના ટેન્ટને પ્રકાશથી ઝગમગ કરવાનું કામ કરે છે. આ શુભ કામને કારણે મહમુદ સાધુઓ વચ્ચે ‘લાઈટ વાળા મુલ્લાજી’ ના નામથી પ્રસિદ્ધ છે. દરેક સાધુ ઘણા પ્રેમથી સન્માન આપે છે.

મોહમ્મદ મહમુદ મુઝફ્ફરનગરમાં ઇલેક્ટ્રોનીકની એક દુકાન ચલાવે છે. ઈલેક્ટ્રીશીયન હોવાને લીધે મહમુદ ૧૯૮૬ થી સતત કુંભ મેળા દરમિયાન ‘જુના અખાડા’ ના સાધુઓના ટેન્ટમાં વીજળીની વ્યવસ્થા કરતા આવી રહ્યા છે. કુંભ દરમિયાન અખાડાના દરેક સાધુ તેને પણ એક સાધુ જ માને છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચિત દરમિયાન મોહમ્મદ મહમુદ એ કહ્યું :-

લગભગ ૩૩ વર્ષ પહેલા મારી એક નાગા સાધુ સાથે મુલાકાત થઇ હતી. તેના કહેવાથી હું પહેલી વખત કુંભ મેળામાં આવ્યો હતો. તે સમયે હું યુવાન હતો તો અખાડા વિષે વધુ જાણતો ન હતો. ધીમે ધીમે હું આ વાતાવરણમાં ઢળતો ગયો અને ત્યારથી લઇને અત્યાર સુધી હું દર વખતે અહિયાં આવતો રહું છું. જયારે પણ કુંભ નજીક આવે છે. જુના અખાડાના સાધુ લાઈટીંગના કામ માટે મને બોલાવી લે છે.

‘કુંભ દરમિયાન દરેક નાગા સાધુ મને પોતાના પરિવારની જેમ પ્રેમ કરે છે. તે લોકો પાસેથી મને ઘણી બધી સારી વસ્તુ શીખવા મળે છે. તે મને નમાજ પઢવા માટે અલગથી જગ્યા પણ આપે છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ પણ નથી કરતા. મને અહિયાંથી થોડા ઘણા પૈસા મળી જાય છે, પરંતુ આ પવિત્ર સ્થાન ઉપર આવીને સેવા કરવું મારા માટે ગર્વની વાત છે.

જુના અખાડાના નાગા સાધુ સંગમ ગીરીનું કહેવું છે કે ‘મેં આજ સુધી જેટલા પણ કુંભ મેલા એટેન કર્યા છે. મહમુદને દર વખતે ત્યાં જોયો છે. હું તેને ક્યારે પણ તેના સાચા નામથી નથી બોલાવતો અમારા માટે અમારો વ્હાલો દોસ્ત ‘મુલ્લાજી’ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.