મળો તે IAS ઓફિરને જે પોતે કરે છે ઓફિસમાં કચરો વાળવાનું, તેમની ઓફિસની બહાર રહેલી નોટીસ પણ વાંચવા જેવી છે.

મુઝફ્ફરનગર (ઉ.પ્ર.) ના જીલ્લાના અધિકારી પાંડેય પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સહકાર આપતા પોતાની ઓફીસને સફાઈ કરે છે. તે દરરોજ દસ મિનીટ પોતાના કાર્યાલય વિભાગમાં સફાઈ કરે છે.

આજથી લગભગ એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉંમાં રાજ્યની એ મહિલા આઈપીએસ અધિકારીઓને સ્વચ્છ શક્તિ સન્માન આપવામાં આવ્યું હતું. જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને રાજ્યમાં ઘણી સારી સફળતા મળી હતી.

તે પ્રસંગે સ્વચ્છ શક્તિ સન્માનથી ગાઝીયાબાદના આઈએએસ અધિકારી મીનીસ્તી એસ.ઇટાવાના ડીએમ સેલ્વા કુમારી જે. બાગપતના વડા ચાંદની સિંહ, હાપુડની દીપા રંજન, નાયબનિર્દેશક પંચાયતી રાજ પ્રવિણા ચોધરી અને હાપુડના રેનું શ્રીવાસ્તવને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરંતુ તે સમયે મુઝફ્ફરનગરના જીલ્લાના અધિકારી અજય શંકર પાંડેય સ્વચ્છ ભારત મિશનના સમાચારોમાં છવાઈ ગયા છે. તે દરરોજ પોતાની ઓફીસમાં સફાઈ કરી લોકો વચ્ચે સ્વચ્છતા અભિયાનને લઈને એક સકારાત્મક સંદેશ આપી રહ્યા છે. ડીએમ પોતાના કાર્યાલયમાં દરરોજ દસ મિનીટ સફાઈ કાર્ય કરે છે. તે ઉપરાંત તે વ્યક્તિગત રીતે પણ લોકોને સાફ-સફાઈ રાખવાની અપીલ કરતા રહે છે.

પાંડેયએ પોતાના કાર્યાલયની બહાર નોટીસ બોર્ડ ઉપર પણ પોતાનો સફાઈ સંદેશ લખ્યો છે. ડીએમના કોઈ પણ મુલાકાતી તેમના આ વધારાની કામગીરીથી પ્રભાવિત થયા વગર નથી રહી શકતા. અત્યાર સુધી એવા મુલાકાતીઓ માંથી અનેક લોકો પોતે સ્વચ્છ ભારત મિશનનો સંકલ્પ લઇ ચુક્યા છે. ડીએમ અજય શંકર પાંડેય સાફ સફાઈ પ્રત્યે પોતે તો જાગૃત છે જ, તે હંમેશા લોકોને અપીલ કરતા રહે છે કે તે ચોવીસ કલાક માંથી માત્ર દસ મિનીટ કાઢીને સાફ સફાઈમાં પોતાનું યોગદાન આપે.

તેઓ કહે છે કે આપણે માત્ર એક હજાર સફાઈ કર્મચારીઓ પાસેથી આખું શહેર સાફ કરવાની આશા નથી રાખી શકતા. તેના માટે આપણે પોતે પણ આપણી સક્રિય કામગીરી કરવી પડશે. જો દેશના દરેક માણસ માત્ર દસ મિનીટ સાફ સફાઈ ઉપર સમય આપે તો દેશની એક મોટી સમસ્યા એકદમ સરળતાથી દુર થઇ શકે છે.

પાંડેય મુઝફ્ફરનગર માંથી લગભગ ચાર વર્ષ પહેલા ગાઝીયાબાદમાં નગર કમિશ્નરના હોદ્દા ઉપર ફરજ બજાવતા દરમિયાન સ્વચ્છતા અભિયાનને ભાર આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા.

આઈએએસ અધિકારી અજય શંકર પાંડ્યે જણાવે છે કે છેલ્લા ઘણા વર્ષો થી તેઓ જાતે પોતાની ઓફીસની સફાઈ કરે છે. અને બીજા જીલ્લામાં પણ ફરજ દરમિયાન એમ કરતા આવ્યા છે. હાલમાં જ મુઝફ્ફરનગરમાં રમઝાનની તૈયારીઓ અંગેની બેઠકમાં પણ તેમણે નગરજનોને આગળ આવવા જણાવ્યું છે કે તે ૨૪ કલાક માંથી માત્ર ૧૦ મિનીટનો સમય સફાઈ કાર્યમાં આપો. તેમનું માનવું છે કે જો દરેક નાગરિક સફાઈ કાર્યને દસ મિનીટ આપવા લાગે તો ઘણી સરળતાથી વીસ લાખ શ્રમ દિવસોનું સર્જન કરી શકાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન એક જન આંદોલન બની ગયું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ અત્યાર સુધી ગ્રામીણ ભારતમાં ૯.૮ કરોડ થી પણ વધુ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. તેનાથી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ૨ ઓક્ટોબર ૨૦૧૯ સુધી દેશના ખુલ્લામાં શૌચ માંથી મુક્ત કરવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વચ્છતા કવરેજ આજે ૯૯ ટકા થી વધુ થઇ ગયું છે. જયારે તે ૨૦૧૪ માં ૩૯ ટકા હતું.

તેનાથી સ્વચ્છ ભારત મિશન ઓક્ટોબર ૨૦૧૯ સુધી ખુલ્લા શૌચ માંથી મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાના રસ્તા ઉપર છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ૫.૫૭ લાખથી વધુ ગામ અને ૬૧૬ જીલ્લા ખુલ્લામાં શૌચ માંથી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હજુ સુધી ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પોતાને ખુલ્લામાં શૌચ માંથી મુક્ત જાહેર કર્યા છે.

આ માહિતી યોર સ્ટોરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.