યુઝરે પૂછ્યું – શો માં દુપટ્ટો કેમ નથી પહેરતી, દિવ્યાંકા ત્રિપાઠીએ આ જવાબથી કરી દીધી તેની બોલતી બંધ.

દિવ્યાંકા ત્રિપાઠીએ દુપટ્ટો ન પહેર્યો તો એક વ્યક્તિએ ઉઠાવ્યો તેના પર સવાલ, અભિનેત્રીએ આપ્યો આવો વળતો જવાબ.

નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને આજે કોઈ પરિચયની જરૂર નથી. દિવ્યાંકાએ ઝી ટીવીના એક શો ‘બનું મેં તેરી દુલ્હન’ થી પોતાના અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી. અભિનેત્રી હાલ રીયાલીટી શો ‘ખતરો કે ખેલાડી’ ની 11 મી સીઝનના શુટિંગમાં વ્યસ્ત છે. આ શો નું શુટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં થઇ રહ્યું છે. દિવ્યાંકા કેપ ટાઉનમાંથી પણ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને ફેન્સ અને ટ્રોલર્સને જવાબ આપી રહી છે.

દુપટ્ટો ન પહેરવા ઉપર યુઝરે ઉઠાવ્યો સવાલ :

દિવ્યાંકા ત્રિપાઠી દાહીયા પોતાના વાચાળ અંદાજ માટે પણ ઘણી પ્રસિદ્ધ છે. તે પોતાના ફેન્સને પ્રેમથી જવાબ આપે છે, અને સાથે જ તે ટ્રોલર્સને જોરદાર વળતો જવાબ આપવાનું પણ જાણે છે. હાલમાં જ એંટરટેનમેંટ ન્યુઝ વેબસાઈટે દીવ્યંકાના સમાચાર સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા, જેમાં કમેન્ટમાં એક યુઝરે અભિનેત્રીને ક્રાઈમ પેટ્રોલ શો માં દુપટ્ટો ન પહેરવાને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. અભિનેત્રીએ તેની ઉપર જોરદાર વળતો જવાબ આપી દીધો.

યુઝરે લખ્યું હતું કે, ક્રાઈમ પેટ્રોલ શો માં તમે દુપટ્ટો કેમ ન પહેર્યો? તેના જવાબમાં દિવ્યાંકા ત્રિપાઠીએ લખ્યું, જેથી તમારા જેવાને દુપટ્ટા વગરની છોકરીઓને પણ સન્માનથી જોવાની ટેવ પડે. મહેરબાની કરીને પોતાની અને પોતાની આસપાસના છોકરાઓની નિયત સુધારો, નહિ કે મહિલા જાતના પહેરવેશ વિષે બીડું ઉપાડો. મારું શરીર, મારી આબરૂ, મારી મરજી. તમારી શરાફત તમારી મરજી.

ત્યાર પછી બીજા એક યુઝરે લખ્યું, અરે મેડમજી ઘનશ્યામજીએ તમારી બેન્ડ બજાવી દીધી, સીધા નિયત ઉપર પ્રશ્ન ઉભો કરી દીધો. શું ખબર તે તમારા ફેન હોય, તેમને તમે દુપટ્ટામાં સારા લગતા હો? તેના પર અભિનેત્રીએ લખ્યું, જી શક્ય છે. જો તે ફેન છે તો તે પ્રેમને સલામ, પણ મહિલાઓના પહેરવેશ ઉપર પ્રશ્ન કરવા હવે પુરાતન કાળની વાત થઇ ગઈ છે. આપણે અભિનય, વિજ્ઞાન, રાજકારણ, ઈતિહાસ, ભૂગોળ ઘણા વિષયો ઉપર ચર્ચા કરી શકીએ છીએ. તેની સરખામણીમાં દુપટ્ટો અત્યંત તુચ્છ વિષય છે.

ટીવીની ચર્ચિત સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’ માં ઈશી માં ના પાત્રથી ઘર ઘર સુધી પહોંચવા વાળી દિવ્યાંકા ત્રિપાઠી હાલના દિવસોમાં ક્રાઈમ પેટ્રોલ શો માં હોસ્ટ તરીકે જોવા મળી રહી છે. દિવ્યાંકાએ પોતાની કારકિર્દીની શરુઆત આકાશવાણી ભોપાલમાં એંકર તરીકે કરી હતી. તે ‘ઇન્ડિયાસ બેસ્ટ સીનેસ્ટાર્સ કી ખોજ’ માં ભોપાલ ઝોનની વિજેતા પણ બની હતી. તે ઉપરાંત દીવ્યંકા ત્રિપાઠીએ ઘણી સિરિયલોમાં કામ કર્યું અને ઉત્તમ રોલના એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

અંગત લાઈફની વાત કરીએ તો દીવ્યંકા અને વિવેક દાહિયાને ‘યે હૈ મોહબ્બતે’ ના સેટ ઉપર એકબીજા સાથે પ્રેમ થયો અને બંનેએ 8 જુલાઈ 2016 માં લગ્ન કરી લીધા હતા. આ જોડી હંમેશા એકબીજાની કંપની એન્જોય કરતી જોવા મળે છે. આ દંપત્તિનો અંદાજ ફેન્સ ખુબ પસંદ કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.