હું વર્ષ 2036 થી આવ્યો છું. સત્ય અને વાસ્તવિક સ્ટોરી, જે પુરાવા સાથે કરી છે તમારી સામે રજુ.

આજે અમે એક વ્યક્તિની સ્ટોરી લઈને આવ્યા છીએ જેનું કહેવું છે કે તે ભવિષ્ય માંથી આવ્યો છે. તો તમે તૈયાર થઈ જાવ થ્રીલર વાળી સ્ટોરી વાંચવા માટે. આ સ્ટોરી છે જોન ટાઈટરની જે એવો માણસ છે, જે કહે છે કે તે વર્ષ 2036 એટલે કે ભવિષ્ય માંથી આવ્યો છે. 2 નવેમ્બર 2002 નો દિવસ જયારે લોકો ઈન્ટરનેટ ડિસ્કશન ફોર્મમાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. તેમાં એક નવો સભ્ય જોડાયો અને તેના એકાઉન્ટનું નામ હતું જોન ટાઇટર. અને તેણે આ પોસ્ટ કર્યુ છે.

હેલો મિત્રો, હું એક ટાઇમ ટ્રાવેલર એટલે કે સમય યાત્રી છું. અને હું વર્ષ 2036 માંથી આવ્યો છું. હું વર્ષ 1975 માં ગયો હતો એક આઇબીએમ(IBM) 5100 કમ્પ્યુટર લેવા. કારણ કે વર્ષ 2036 માં અમારી ટીમને તેની જરૂર પડી. 1975 થી વર્ષ 2036 થી પાછા જતા સમયે હું વચ્ચે વર્ષ 2000 માં રોકાઈ ગયો છું. કારણ કે મારે જોવું છે કે ભૂતકાળ કેવું હતું. અને Y2K નામની આ કમ્પ્યુટર પ્રોબ્લેમને પણ મારે જોવી હતી.

આ મેસેજે આખા ઇન્ટરનેટને હલાવીને રાખી દીધું. પણ મોટાભાગના લોકો એવું જ માનતા હતા કે આ કોઈ ફેક પ્રોફાઈલ વાળો માણસ છે, જે ફક્ત પબ્લિસીટી મેળવવા અને ફેમેસ થવા માટે આમ કરી રહ્યો છે. અને લોકોએ તેને ગંભીરતાથી લીધો નહિ. પછી તેની આ પોસ્ટનો રીપ્લાઈ કરતા ઘણા લોકોએ કહ્યું કે, જો તમે સાચું બોલી રહ્યા છો, તો તેના કોઈ પુરાવો આપો.

અને ત્યાર બાદ તેમણે જે મોકલ્યું એણે બધાના હોંશ ઉડાડી દીધા. તેમણે ટાઇમ મશીનની ડિઝાઇન પોસ્ટ કરી અને ત્યાં સુધી કે તે ટાઇમ મશીનનો સાચો ફોટા પણ પોસ્ટ કર્યો. તેને જોઈને બધાના હોશ ઉડી ગયા. કોઈને સમજાતું ન હતું કે આ શું થઇ રહ્યું છે? જોન ટાઈટરનું કહેવું હતું કે તે વર્ષ 2036 માં એક આર્મી મેન છે અને તેના દાદાજી આઇબીએમ કમ્પ્યુટર કંપનીમાં નોકરી કરતા હતા.

અને એટલા માટે તેના કોન્ટેક્ટ અને તેની ઓળખાણ આઇબીએમમાં હતી. અને આઇબીએમ કમ્પ્યુટર જ એક એવી વસ્તુ હતી, જે તેના ભવિષ્યના કમ્પ્યુટર પ્રોબ્લેમનો ઉકેલ કરી શકતી હતી. એટલા માટે તે ટાઈમ મશીનની મદદ 1975 માં પાછા આવ્યા હતા. તમારા મનમાં આ પ્રશ્ન આવી શકે કે જો તે વાસ્તવમાં ભવિષ્ય માંથી આવ્યો હતો, તો એને ખબર જ હશે કે આગળ શું થવાનું છે? તો, શું તેણે કોઈ ઘટના વિશે જણાવ્યું હતું? જી હા, એ ઘણી વિચિત્ર વાત છે. તેમણે ઘણું બધું જણાવ્યું હતું.

જોન ટાઈટન એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પેરુમાં એક ખૂબ મોટો ભૂકંપ આવવાનો છે. અને વિચારો પછી શું થયું? તેની એ પોસ્ટના થોડા મહિનાઓ પછી જ 23 જૂન 2001 ના રોજ પેરુમાં ઈતિહાસનો સૌથી ભયંકર ભૂકંપ આવ્યો. તેમણે આપણને એ પણ વોર્નિંગ આપી હતી કે તમે લોકો આ સ્પેસ શટલના ઓવર હીટીંગના પ્રોબ્લેમનો ઉકેલ લાવી દો. નહિ તો ભવિષ્યમાં ખૂબ મોટી દુર્ઘટના થઇ જશે. અને આ પોસ્ટ પછી 21 ફેબ્રુઆરી, 2003 માં આ ઘટના ખરેખરમાં જોવા મળી. કોલંબિયા સ્પેસ ક્રાફ્ટ તે દિવસે દુર્ઘટનાગ્રસ્ત થયો હતો.

તેમણે બીજી પણ ઘણી બધી બાબતો જણાવી. જેમ કે ઓલિમ્પિક 2004 એ દુનિયાનું સૌથી છેલ્લું ઓલિમ્પિક હશે. અને બીજી ઘણા પ્રકારની અલગ અલગ ઘટનાઓ વિશે કહ્યું, પણ જેવું કે આપણે જાણીએ છીએ કે આ બધી બાબતો ખોટી સાબિત થઈ ગઈ છે. અને તેની બધી વાતોનું વિશ્લેષણ કરવામાં આવે તો લગભગ અડધી વાતો ખોટી સાબિત થઈ, અને અડધી વાતો સાચી. પણ જો તમે ઊંડાણથી જોશો તો વિચારવા જેવું છે કે કોઈ માણસની અડધી આગાહી સાચી કેવી રીતે હોઈ શકે છે? અને તે તેના વિશે આટલું બધું કેવી રીતે જાણી શકે છે.

જોન ટાઈટર ઉપર એક પુસ્તક પણ લખવામાં આવ્યું અને તેનું નામ હતું જોન ટાઈટર ટાઇમ ટ્રાવેલર્સ ટેલ. 24 માર્ચ 2001 ના રોજ જોન ટાઈટરએ પોતાની છેલ્લી પોસ્ટ કરી. એટલે કે આ તારીખ પછી એના એકાઉન્ટ પરથી અત્યાર સુધી કોઈ પોસ્ટ થઈ નથી. અને એક રહસ્ય બનીને તે હંમેશ માટે ગુમ થઈ ગયો.

અ મેન ઈન અ પ્લેન :

1954 માં એક પ્લેન જાપાનના એરપોર્ટ પર લેંડ થયું હતું. અને તે એરપોર્ટ પર એક સામાન્ય એવો માણસ બહારની તરફ નીકળી રહ્યો હતો. અને જેવું કે તમે જાણતા હશો કે, એયરપોર્ટ પર એક જગ્યાએ પાસપોર્ટનું ચેકિંગ થાય છે. ત્યાં એનો પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો. એ માણસ એક બિઝનેસમેન જેવો લાગી રહ્યો હતો. અને એવું લાગી રહ્યું હતું કે પોતાની બિઝનેસ ટ્રીપ ઉપર છે.

પણ જ્યારે તેનો પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો ત્યારે ઘણો વિચિત્ર બનાવ બન્યો. તેનો પાસપોર્ટ યુરોપના એક દેશ ટોરેડ હતો. પણ જણાવી દઈએ કે ટોરેડ નામની કોઈ જગ્યા વાસ્તવમાં છે જ નહિ. શરુઆતમાં ઓફીશીયલ લોકોને લાગ્યું કે પાસપોર્ટમાં કોઈ ભૂલ છે.

પણ તે સમયે તે માણસે તેમને પોતાના મોઢે જ એવું કહી દીધું કે એમાં કોઈ ભૂલ નથી. હું ત્યાં રહું છું, અને તમે લોકો કેવી રીતે કહી શકો છો કે આ નામે કોઈ દેશ છે જ નહિ. મારો દેશ તો હજારો વર્ષથી યુરોપમાં છે અને ટોરેડથી જાપાનની આ મારી પહેલી ટ્રીપ નથી. હું અહીં પહેલા પણ કેટલીય વાર આવી ગયો છું. તે માણસ ઘણો ગુસ્સે થઈ ગયો હતો. જે દેશમાંથી કોઈ ટ્રીપ માટે બહાર આવે અને પછી એને ખબર પડે કે એવો કોઈ દેશ હયાત છે જ નહિ તો કેવું લાગશે.

ઓફિસિયલ લોકોના ઇન્સપેક્શનથી એ માણસો ખૂબ જ ફ્રસ્ટેડ થઈ ગયો અને પુરાવા માટે તેણે પોતાનો પાસપોર્ટ ખુલ્લો કરીને બતાવ્યો. પાસપોર્ટ પર ઘણા બધા જેન્યુઅન સીલ અને સ્ટેમ્પ લાગેલા હતા. અને અહી સુધી કે જાપાનનો સ્ટેમ્પ પણ તે પાસપોર્ટ પર લાગ્યો હતો. જે તેના હિસાબે ત્યારે જ લીધો હતો જ્યારે તે અહીં બિઝનેસ માટે આવવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તેની પાસે એક લાયસન્સ પણ હતું, જેના ઉપર દેશનું નામ ટોરેડ લખ્યું હતું.

પછી ત્યાંના ઓફિસિયલ્સ લોકોએ તેને 1 નકશો આપ્યો અને કહ્યું કે, તમારો દેશ ટોરેડ નકશામાં કઈ જગ્યાએ છે જરા જણાવો તો. અને તેમણે પોઇન્ટ કર્યું. ફ્રાન્સ અને સ્પેન વચ્ચે એક નાના એવા એરિયા ઉપર તેમણે એવું કહ્યું કે અહીં ટોરેડ દેશ છે. પણ જેમ કે તમે જાણતા હશો કે નકશાના આ સ્થાન પર બે જ દેશ છે ફ્રાન્સ અને સ્પેન. ત્યાં ટોરેડ નામનો કોઈ પણ દેશ નથી. અને તેથી તે માણસને એક સુરક્ષિત હોટેલના રૂમમાં મોકલી દેવામાં આવ્યો.

તે માણસ માની ગયો અને અધિકારીએ તેને કહ્યું કે, સવારે ઇન્સ્પેક્શન પછી તમારી તપાસ પછી અમે તમને છોડી દઈશું. ત્યારે એક રાત માટે તેને એક હોટલના રૂમમાં મોકલી દીધો. ફૂલ સિક્યોરિટી સાથે બીજા દિવસ એ ઑફિસિયલસ પાછા તે માણસોને લેવા આવ્યાં, ત્યારે તેમણે તે રૂમ ખોલ્યો ત્યારે તેઓએ જોયું કે તે માણસ ગાયબ થઇ ગયો હતો.

તે ખૂબ જ વિચિત્ર વાત છે કે આટલી કડક સિક્યોરિટીના હોવા છતાં પણ તે માણસ કેવી રીતે ગાયબ થઇ શકે છે. કેમ કે આખી રાત સિક્યોરિટી ગાર્ડ તેની પર નજર રાખી રહ્યા હતા. પરંતુ તે ક્ષણભરમાં ગાયબ થઇ ગયો હતો. અને જે લાઈસન્સ અને ડોક્યુમેન્ટસ તે વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા હતા તે બધા ઑફિશિયલસના રૂમમાં રાખવામાં આવ્યા હતા. અને તે પણ કોઈ રહસ્યમય કારણ વશ ગાયબ થઈ ગયા.

પણ આ ઘટના વિશે બહાર કોઈને જાણ કરવામાં નહિ આવી. કોઈ સમાચાર કે મીડિયા કવરેજ પણ નહિ. પણ આ ઘટનાના 35 વર્ષ પછી આ પુસ્તક દ્વારા જેનું નામ છે ‘ડાયરેક્ટરી ઓફ પોસિબિલિટીઝ’ લોકોને આ ઘટના વિશે જાણ થઇ. અને બીજું પુસ્તક જેનું નામ હતું ‘સ્ટ્રેન્જ બટ ટ્રુ’ તે પુસ્તકમાં પણ આ ઘટના વિશે ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને કોઈ પણ વ્યક્તિ આજ સુધી સમજી શક્યું નથી કે શું થયું હતું? એની પર ઘણી બધી થીયરી બનાવવામાં આવી.

પરંતુ સૌથી ફેમસ થીયરી એવું કહે છે કે તે એક બીજા પેરેલલ યુનિવર્સ(બ્રહ્માંડ)નો માનવ હતો, જે આપણા આ યુનિવર્સમાં કોઈ ક્લીચને કારણે શિફ્ટ થઇ ગયો હતો. પેરેલલ યુનિવર્સનો કન્સેપ્ટ એ કહે છે કે ઘણા બધા યુનિવર્સ હયાત છે.

અને એ બધા યુનિવર્સ માંથી એક એવું પણ યુનિવર્સ છે, જ્યાં ટોરેડ નામનો એક યુરોપિયન દેશ વાસ્તવમાં છે. અને તે યુનિવર્સ માંથી એ માણસ આપણા યુનિવર્સમાં સ્લીપ થઈ ગયો હતો. અને રાત્રે જ તે કોઈ રીતે પોતાના યુનિવર્સમાં પાછો જતો રહ્યો હતો. અને એ આપણા યુનિવર્સનો હતો જ નહિ એટલે એના જે લાયસન્સ અને દસ્તાવેજો ઑફિસરે લીધા હતા તે બધા પણ ગાયબ થઈ ગયા.

બીજી થિયરી એ કહે છે કે તે માણસ ભવિષ્ય માંથી આવ્યો હતો. બની શકે છે કે કદાચ ભવિષ્યમાં ટોરેડ નામનો કોઈ દેશ હશે જ્યાંથી એ માણસ ટાઇમ ટ્રાવેલ કરીને જાણી જોઇને આવ્યો હશે. એ પણ માત્ર એ જોવા માટે કે ભૂતકાળ કેવું હતું. અને તેની આસપાસ કોઈ એવું સાધન હશે જેનાથી તે હોટેલ રૂમની અંદરથી જ પોતાના સમયમાં પાછો જતો રહ્યો. કઈ થીયરી સાચી છે એ કોઈ જાણતું નથી. પરંતુ એ ઘટના એક ખૂબ મોટી મિસ્ટ્રી ચોક્કસ પણે છે.

મીસ્ટીરીયસ ઇન્સીડેન્ટ ઑફ ટાઇમ સ્લીપ :

ટાઇમ સ્લીપ એ ફેરમનેનનું નામ છે, જેમાં તમે એક સમયથી બીજા સમયમાં અચાનકથી સ્લીપ થઈ જાવ છો. ઉદાહરણ તરીકે સમજી લો તમે તમારા ઘરની નજીકમાં આસપાસ એક મૉલમાં દર અઠવાડિયે રેગ્યુલર આવતા જતા રહો છો. અને જ્યારે પણ તમારે વાળ કપાવવા હોય છે ત્યારે તમે તે મોલની અંદર જ વાળ કપાવો છો.

પણ એક દિવસ તે મોલ માંથી તમે બહાર નીકળો અને તમે જોવ છો કે મૉલની બાજુમાં જ એક વિશેષ એવું વાળ કાપવાનું સલુન છે. તમે તે સલૂનમાં જઈને તમારા વાળ કટિંગ કરાવીને પછી પાછા ઘરે જાવ છો. ઘરે જઈને પછી તમે એ જોયું કે તમારા વાળ ઘણા સારા કાપ્યા છે. અને તમે નક્કી કર્યુ કે તમે હવે હેરકટ હંમેશાં ત્યાં જ કરાવશો. પણ જયારે તમે બીજી વાર એ જગ્યા ઉપર ગયા અને તમે જોયું કે ત્યાં કોઈ સલૂન રહેલું જ નથી.

પછી તમે પોતાની આજુબાજુના લોકોને એ પૂછ્યું કે અહીં એક સલૂન હતું ને. હું તો થોડા દિવસ પહેલા જ અહી આવ્યો હતો. તો તેમણે કહ્યું કે નહિ. અહીંયા તો કોઈ સલૂન ન હતું. અને સલૂન હતું પણ આજથી 10 વર્ષ પહેલા. જે ક્યારનું બંધ થઈ ગયું છે.

તો અહિયાં શું થયું? તમે થોડો સમય માટે ટાઇમ સ્લીપનો અનુભવ કરી રહ્યા હતા. એટલે કે પહેલાના સમયનો તમે થોડા સમય માટે અનુભવ કરી રહ્યા હતા. અને 10 વર્ષ પહેલાના સલુનમાં તમે તમારા વાળ કટિંગ કરાવ્યા. જોકે વિજ્ઞાનને ખબર નથી કે ટાઇમ સ્લીપ ખરેખર હોય છે કે નહી. પણ ઘણા બધા લોકોએ અનુભવ જરૂર કર્યો છે.

2006 માં સેન નામનો એક ચોર લિવરપુલ ઇંગ્લેંડની એક દુકાનમાંથી ચોરી કરીને ભાગી રહ્યો હતો. અને સુરક્ષા ગાર્ડ તેને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. ભાગતા ભાગતા અચાનકથી સેનની છાતીમાં દુ:ખાવો થયો, અને તે બેભાન થવાની અવસ્થા અનુભવવા લાગ્યો. પણ તેણે પોતાને સંભાળી લીધો. ત્યારે તે નીચે નમી ગયો હતો.

પણ જયારે નીચે નમેલી અવસ્થા માંથી તેણે પોતાનું મોઢું ઉપર ઉઠાવ્યું અને આગળ ભાગવા ગયો, ત્યારે તેણે એ જોયું કે બધું બદલાઈ ગયું છે. સિક્યોરિટી ગાર્ડ ગાયબ થઈ ગયો છે. અને આસપાસના ઘર અને રોડ સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. અને લોકોએ પણ વિચિત્ર જુના જમાનાના કપડા પહેરેલા છે.

પછી તેણે દોડીને ન્યુઝ પેપરની દુકાન પર પેપરમાં તારીખ જોઈ. અને તેણે જોયું કે 1967 છે. એટલે કે 2006 થી 1967. તે 39 વર્ષ પાછળ આવી ગયો હતો. અને રોડ પર તેનો પીછો કરી રહેલા સુરક્ષા ગાર્ડે જણાવ્યું કે તે ચોર ભાગતા ભાગતા રોડ પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો.

આવી ઘટનાઓનો ઘણા લોકોએ અનુભવ કર્યો છે. અને થીયરી એ જણાવે છે કે તે વર્ષ 2006 માંથી ટાઇમ સ્લીપને કારણે ભૂલથી 1967 માં જતો રહ્યો હતો. પણ સદ નસીબે તે ત્યાં 1967 માં બેભાન થઈ ગયો. અહી સદ નસીબે એટલા માટે કહ્યું કારણ કે જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે 2006 માં જ હતો. તે સુરક્ષા ગાર્ડ અને સેન બંને મૂંઝવણમાં હતા કે છેવટે તે લોકો સાથે થયું શું?

આ સ્ટોરીઓ સાચી છે કે નહિ તે કોઈ જાણતું નથી અને કોઈ એને કન્ફર્મ નથી કરી શક્યું. પણ લોકો એનો દાવો આજે પણ કરે છે.