જયારે મજૂરને મળ્યો 13.21 કેરેટનો હીરો તો ના રહ્યું ખુશીનું કોઈ ઠેકાણું, ફોટોમાં જુઓ કેવી રીતે…

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ફરી એક મજૂરના નસીબ ચમક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાનીપુરની ઉથલી હીરાની ખાણના સંચાલક રાહુલ અગ્રવાલને 13.21 કેરેટનો હીરો મળ્યો છે. હીરો મળતા જ ખાણ સંચાલક રાતો-રાત કરોડપતિ થઈ ગયો છે. કહેવાય છે કે, અત્યાર સુધી પન્નાની રત્નગર્ભા ધરતીમાંથી ફક્ત મજૂરોને જ હીરો મળતો હતો, પણ આ વખતે ખાણ સંચાલકને મોટો હીરો મળ્યો છે.

ખાણના સંચાલકે હીરા કાર્યાલયમાં પોતાને મળેલો હીરો જમા કરાવ્યા પછી મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. હીરા કાર્યાલય તરફથી મળેલી જાણકારી અનુસાર ફેબ્રુઆરી 2019 માં ખાણ સંચાલક રાહુલ અગ્રવાલને તે પટ્ટો આપવામાં આવ્યો હતો. તે કટરા બજાર પન્ના શહેરના રહેવાસી છે. 13.21 કેરેટના હીરાની હરાજીના સમયે 50 લાખથી લઈને એક કરોડ સુધીની બોલી લગાવામાં આવી શકે છે.

નીચેના ફોટામાં જુઓ તેમના ચહેરા પરની ખુશી :

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.