ઘોડાને ખભા પર ઉપાડે છે આ વ્યક્તિ, હાથથી ઠોકે છે ખીલ્લી, દાંતોથી વાળી દે છે લોખંડનો પાઇપ : જુઓ

તમે આ વ્યક્તિનું ટેલેન્ટ જોશો તો બોલી પડશો કે “ભાઈ આ તો રિયલ લાઇફનો Hulk છે’. તમે માણસને ઘોડા, ઊંટ વગેરે ઉપર બેસેલા ઘણી વખત જોયા હશે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે ઊંટ ઘોડાને જ પોતાની ઉપર બેસાડી લે છે. આમ તો યુક્રેનના રહેવાસી દિમિત્રી ખલાદજી મોટા મોટા જાનવરો અને ભારે વસ્તુને પોતાના ખંભા ઉપર ઉપાડવા માટે ફેમસ છે. જયારે તમે તેમનું ટેલેંટ જોશો તો મોઢામાંથી એજ નીકળશે કે, ભાઈ આ તો રીયલ લાઈફ હલ્ક છે.

દિમિત્રી ખલાદજીની ગણતરી દુનિયાના સૌથી મજબુત વ્યક્તિઓમાં પણ થાય છે. તે ક્યારેક ઘોડાને પોતાના ખંભા ઉપર રાખી દે છે, તો ક્યારેક ઊંટને ઉપાડી લે છે. એટલું જ નહિ તે તો ભારે વજન વાળા બળદને પણ પોતાના ખંભા ઉપર ઉપાડી ચુક્યા છે. એક વખત તો તેમણે હદ જ કરી નાખી હતી, જયારે તેમણે ઘોડાની સાથે સાથે તેની ઉપર બેઠેલી યુવતીને પણ ઉપાડી લીઘી હતી.

આમ તો જાનવરો ઉપરાંત તે ઘણા માણસોને પણ એકસાથે ઉપાડી ચુક્યા છે. દિમિત્રી ખલાદજી એવું એટલા માટે પણ કરી શક્યા છે, કારણ કે તે એક પાવર લીફટીંગ ચેમ્પિયન પણ છે.

ભારે વસ્તુ ઉપાડવા ઉપરાંત દિમિત્રી બીજા ઘણા કારનામા કરે છે. જો તમે તેમના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નજર કરશો, તો જાણી શકશો કે તે વ્યક્તિ ગજબનો શક્તિશાળી છે. લોકો ખીલા લગાડવા માટે હથોડાનો ઉપયોગ કરે છે, પરંતુ આ સાહેબ તો પોતાના મજબુત હાથથી જ ખીલા લગાડી દે છે.

આ બધા કારનામા દેખાડતા પહેલા તે સર્કસમાં પણ કામ કરતા હતા. અહીંથી જ તેમની રોજી રોટી તેમનો શોખ બની ગયો, અને હવે પોતાના આ ટેલેંટના કારણે જ તે આખી દુનિયામાં ફેમસ છે. માત્ર તેમનુ શરીર જ મજબુત નથી, પરંતુ તેમના દાંત પણ શક્તિશાળી છે. તે પોતાના દાંતથી લોખંડના સળિયા સુધી વાળી દે છે.

એક આખેઆખી મુસાફરોથી ભરેલી એસયુવી ગાડી તેમના પગની ઉપરથી નીકળી જાય છે અને તેમને કાંઈ જ થતું નથી. તે પિયાનો પર બેસેલી છોકરી સહીતના પિયાનોને પણ ઉપાડવાની શક્તિ ધરાવે છે. એટલું જ નહિ 152 કિલો વજન તો તે એક હાથથી જ ઉપાડી લે છે. લોકો મજાકમાં કહે છે કે, તેમનો હાથ નહિ પણ હથોડો છે.

નવાઈની વાત તો એ છે કે, દિમિત્રી 60 થી વધુ વખત ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવી ચુક્યા છે. આમ તો જો તમે પણ કાંઈક એવી ટ્રાઈ કરવાનું વિચારી રહ્યા છો, તો મગજમાંથી કાઢી નાખજો. તે એક ટ્રેન્ડ પાવર લિફ્ટર છે. તમે એવું કરશો તો સીધા હોસ્પિટલનો રસ્તો માપતા જોવા મળશો.

વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.