શું કારણ છે કે આખો એવરેસ્ટ ચડી જવા વાળા માણસો કૈલાશ પર્વત સામે હારી જાય છે?

સૌથી ઉંચા પર્વત શિખર ‘માઉંટ એવરેસ્ટ’ ઉપર ચાર હજારથી વધુ લોકોએ ચડાણ કર્યુ છે. અને આગળ પણ આ પરંપરા ચાલતી રહેશે. એવરેસ્ટ ઉપરાંત બીજા ઘણા ઊંચા પર્વત શિખરો છે, જેને પડકાર સમજી લોકો તેની ઉપર વિજય પ્રાપ્ત કરી ચુક્યા છે.

પણ શું કારણ છે કે કૈલાશ પર્વત ઉપર આજ સુધી કોઈ નથી ચડી શક્યું. કૈલાશની ઊંચાઈ દુનિયાના દશ ઊંચા પર્વતમાં પણ નથી થતી, તે દરિયાના સ્તરથી માત્ર ૬,૬૩૮ મીટર ઉંચો છે. તો પછી એની પર કોઈ ચઢી ન શક્યું એનું પાછળનું કારણ શું છે? તો આજે અમે તમને એ પ્રશ્નનો જવાબ જણાવીએ છીએ.

મિત્રો, તેના બે કારણો જણાવવામાં આવે છે. પહેલું એ કે તે ઘટના-વાર્તાઓથી જોડાયેલો છે. અને બીજું તાર્કિક લાગે છે.

બોર્ન, જૈન, હિંદુ અને બોદ્ધ ધર્મની માન્યતાઓ દ્વારા કૈલાશ પર્વતને પવિત્ર માનવામાં આવે છે. ન્ગારીના ગાર્પોનો મુજબ એ માણસ તે પર્વત ઉપર ચડી શકે છે જેણે ક્યારેય કોઈ પાપ ન કર્યુ હોય. તેના મુજબ જેવા માણસ આંખો ચોળીને જ એક પક્ષીમાં પરિવર્તિત થઇ જશે અને ઉડીને ઉપર પહોચી જશે.

1926 માં Hugh Ruttledge એ કૈલાશની ઉત્તર તરફથી ચડાણ કરવાના અધ્યનમાં જાણ્યું હતું, કે કૈલાશ પર ૬,૦૦૦ મીટરથી આગળ વધવું અશક્ય બની જાય છે.

Colonel R.C. Wilson પોતાના મદદનીશ Tseten સાથે બીજી તરફથી ઘણા આગળ વધી ગયા હતા, તેના મદદનીશે ઉત્સાહપૂર્વક કહ્યું, સાહેબ અમે ચડી શકીએ છીએ. Wilsion એક જગ્યાએ લખે છે, જેવો જ મેં આગળ વધવાનો એક સરળ રસ્તો શોધ્યો એવી જ ભારે બરફ વર્ષા થવા લાગી અને ચડાણ અશક્ય થઇ ગઈ.

વર્તમાનમાં ચીન સરકારે કૈલાશ પર્વત ઉપર પર્વતારોહણ પ્રતિબંધિત કરી દીધું છે. આમ તો રીપોર્ટના જણાવ્યા મુજબ ૧૯૮૦ માં ચીન સરકારે પર્વતારોહી Reinhold Messner ને ચડાણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચના મેળવ્યા પછી સરકાર પાછી ફરી ગઈ.

Reinhold Messner એ કૈલાશ પર્વત વિષે કહ્યું, જો આપણે આ પર્વત ઉપર ચડાણ કરીએ છીએ તો તેનો અર્થ થશે આપણે લોકોની આત્મા ઉપર ચડાણ કરી દીધું. હું સલાહ આપીશ કે તેણે કોઈ મુશ્કેલ પર્વત ઉપર ચડાણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કૈલાશ વધુ ઉંચો અને ઘણો મુશ્કેલ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.