પ્રેરણાદાયક સ્ટોરી, જો મનમાં નક્કી કરી લો, તો કોઈ પણ આદતને છોડી શકાય છે.

ટેવ તમને નહિ તમે ટેવને પકડી રાખો છો, જે દિવસે તમે ખરાબ ટેવને છોડી દેશો, તો તે પણ તમને છોડી દેશે.

એક ગામમાં રવી નામનો એક માણસ રહેતો હતો. રવી ભણવામાં ઘણો હોંશિયાર હતો. પરંતુ તેને ક્યાંકથી ડા રુ પીવાની ટેવ પડી ગઈ અને તે દરરોજ ડા રુ પીવા લાગ્યો. રવીની એ ટેવને કારણે ઘરવાળા પણ ઘણા દુ:ખી રહેવા લાગ્યા. રવીના ઘરવાળા એ ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેને ડા રુ છોડવાનું કહ્યું. પરંતુ રવી દર વખતે પોતાના ઘરવાળાઓ ને એક જ જવાબ આપતો હતો અને કહેતો હતો કે ‘મેં ડા રુ નથી પકડી રાખ્યો, ડા રુએ મને પકડી રાખ્યો છે.’

રવીની ડા રુની ટેવ જોઈને ઘરવાળાએ વિચાર્યું કે લગ્ન કરાવી દેવામાં આવે. ઘરવાળાને થયું કે લગ્ન થયા પછી રવી ગૃહસ્થી જીવનમાં વ્યસ્ત થઇ જશે અને તેની ડા રુની ટેવ છૂટી જશે.

થોડા મહિના પછી રવીના લગ્ન કરાવી દેવામાં આવ્યા. રવીની પત્નીએ પણ તેની ડા રુની ટેવને છોડાવવાના ઘણા પ્રયાસ કર્યા. પરંતુ રવી પોતાની પત્નીને પણ એ જ કહ્યા કરતો હતો કે ‘મેં આ ટેવ નથી પકડી, આ ટેવે મને પકડી રાખ્યો છે.’

એક દિવસ રવીની પત્નીએ એક સાધુ વિષે જાણ થઇ અને તે સાધુને મળવા માટે જતી રહી. સાધુએ રવીની પત્નીની આખી વાત સાંભળી અને તેને કહ્યું કે તું તારા પતિને લઇને મારી પાસે કાલે આવ. બીજા દિવસે રવી અને તેની પત્ની સાધુના આશ્રમ ગયા. પરંતુ આશ્રમમાં જઈને તેમણે જોયું કે સાધુ મહારાજ ત્યાં એક ઝાડને પકડી રાખ્યું છે.

સાધુને જોઈને રવીની પત્ની ચકિત રહી ગઈ કે તે એવી રીતે કેમ ઉભા છે. રવી અને તેની પત્નીએ સાધુને પૂછ્યું કે તમે કેમ આવી રીતે ઉભા છો? સાધુએ તે વાતનો જવાબ આપતા કહ્યું કે તમે લોકો કાલે આવજો. બીજા દિવસે રવી અને તેની પત્ની ફરી સાધુ પાસે ગયા.

આશ્રમમાં પહોચીને તેમણે જોયું કે સાધુએ ફરીથી ઝાડને પકડી રાખ્યું છે. સાધુ સાથે તેમણે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સાધુએ ફરીથી તેને કાલે આવવાનું કહ્યું. ત્રીજા દિવસે ફરીથી રવી અને તેની પત્ની સાધુને મળવા આવ્યા.

સાધુને ફરીથી આ બન્નેએ ઝાડને પકડેલા જોયા. રવીએ સાધુને કહ્યું કે તમે કેમ આ ઝાડને પકડીને ઉભા છો. સાધુએ રવીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હું શું કરું આ ઝાડ મને છોડતું જ નથી. હું ઘણા પ્રયાસ કરી રહ્યો છું કે ઝાડ મને છોડી દે. સાધુની વાત સાંભળીને રવીએ તેમને કહ્યું કે મહારાજા તે ઝાડે નહિ, તમેએ ઝાડને પકડી રાખ્યું છે. પરંતુ તમે તેને છોડી દેશો, તો તે પણ તમને છોડી દેશે.

રવીની એ વાત સાંભળતા જ સાધુએ કહ્યું કે એ વાત તો હું તને ત્રણ દિવસથી સમજાવવામાં લાગેલો છું. ડા રુએ તને નહિ તે ડા રુને પકડી રાખ્યો છે. જયારે તું ડા રુની ટેવને છોડવાનું નક્કી કરી લઈશ, તો તે પણ તને છોડી દેશે. સાધુની વાત રવીને સમજાઈ ગઈ અને તેણે પોતાની ડા રુની ટેવને છોડી દીધી.

આ કહાની માંથી આપણે એ શીખ મળે છે કે ટેવ ભલે કેટલી પણ ખરાબ હોય, પરંતુ તમે તેને છોડવાનું નક્કી કરી લો છો. તો તે ટેવ છૂટી જ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.