60 વર્ષના વ્યક્તિએ કર્યા લગ્ન અને બદલાઈ ગયું તેમનું નસીબ, આ રીતે થોડી વારમાં જ બન્યા 8 કરોડના માલિક.

એક વ્યક્તિએ 60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન અને થોડી ક્ષણોમાં બની ગયા કરોડપતિ, તે પૈસાથી આ જગ્યા પર હનીમૂન ટ્રીપ પર જશે.

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે, લગ્ન થતાં જ નસીબ બદલાઈ ગયું. પરંતુ અમેરિકામાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, લગ્ન બાદ તેમનું નસીબ અચાનક જ બદલાઈ જશે. અને તે કરોડપતિ બની જશે.

હકીકતમાં, નોર્થ કેરોલિનાના એક વ્યક્તિને તેમના લગ્નના માત્ર ચાર દિવસ પછી જ 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7,54,88,000 રૂપિયાની લોટરી લાગી અને તે એક ક્ષણમાં કરોડપતિ બની ગયા.

લેક્સિંગ્ટનના રહેવાસી લોટરી વિજેતા માઈકલ એબરનેથીએ નોર્થ કેરોલિના લોટરીના અધિકારીઓને જણાવ્યું કે, તેઓ તેમના લગ્નના ચાર દિવસ બાદ લેક્સિંગ્ટનમાં શીટ્ઝ સ્ટોરમાં ગયા હતા.

ત્યાં તેમણે મિલિયોનેર મેકરની ટિકિટ 30 ડોલરમાં ખરીદી હતી, જેનાથી તેઓ લગભગ 8 કરોડના માલિક બની ગયા. એબરનેથીએ કહ્યું કે, તેમણે લગ્ન પછી પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું અને લોટરી ટિકિટ ખરીદી.

જ્યારે તેમણે ટિકિટ સ્ક્રેચ કરી ત્યારે તે મિલિયન ડોલરના વિજેતા બન્યા. તે માણસે કહ્યું, ‘તે મારા માટે લગ્નની ભેટ સમાન છે. લોટરી વિજેતા અને તેમની પત્ની ઇનામ લેવા માટે લોટરી હેડક્વાર્ટર પહોંચ્યા હતા.

એબરનેથીએ કહ્યું કે, “જે રીતે આ બધી ઘટનાઓ થઈ તે અભૂતપૂર્વ છે, તે એક આશીર્વાદ છે.”

એબરનેથીએ કહ્યું કે, તે લોટરીમાં જીતેલા પૈસાથી આવતા વર્ષે ફ્લોરિડા હનીમૂન ટ્રીપ પર જશે જ્યાં તે આ પૈસાથી તમામ બિલ ચૂકવશે.

તેમણે કહ્યું કે, “હું 60 વર્ષનો છું, તેથી હું ભવિષ્યની સુરક્ષા માટે કેટલાક નાણાંનું રોકાણ કરીશ.”

(ફોટા પ્રતીકાત્મક છે)

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.