વૈજ્ઞાનિક રીતે પીળા તરબૂચ ઉગાડી રહ્યો છે ખેડૂત, ખેતીમાં પ્રતિભા દેખાડીને જીતી લીધું લોકોનું દિલ.

આટલા લાખ રૂપિયા રોકાણ કરી વ્યક્તિએ કરી પીળા તરબૂચની ખેતી, જાણો શું છે ખાસિયત? ગરમીની સીઝન અને ઠંડુ ઠંડુ તરબૂચ હોય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. આમ તો તેના બીયા થોડા પરેશાન કરે છે, પણ આપણે તરબૂચ ખાધા વગર રહી નહિ શકતા. તરબૂચની એક સ્લાઈસ ખાવ એટલે આખું શરીર તાજગી અનુભવવા લાગે છે, તેમજ ગરમીથી પણ રાહત મળે છે. તરબૂચમાં રહેલું પાણી શરીરને અંદરથી હાઈડ્રેટેડ રાખે છે.

તરબૂચ બહારથી લીલું અને અંદરથી લાલ હોય છે. તે અલગ અલગ સાઇઝ અને આકારના હોઈ શકે છે. પણ શું તમે પીળું તરબૂચ જોયું છે? હા તમે બરાબર વાંચ્યું પીળું તરબૂચ. જણાવી દઈએ કે, એક રિપોર્ટ અનુસાર કર્ણાટકના એક ખેડૂતે અંદરથી પીળા રંગના તરબૂચ ઉગાડ્યા છે.

આ વાંચીને તમે ચોંકી ગયા ને! આવું કરનાર ખેડૂતનું નામ બાસવરાજ પાટિલ છે, અને તેમણે તેમાં કોઈ કેમિકલનો ઉપયોગ નથી કર્યો. બાસવરાજ પાટિલે વૈજ્ઞાનિક રીતે પીળા તરબૂચ ઉગાડ્યા છે. આ તરબૂચ બહારથી લીલા અને અંદરથી પીળા છે.

બાસવરાજ પાટિલના જણાવ્યા અનુસાર, આ તરબૂચ લાલ તરબૂચ કરતા વધારે મીઠા છે. બાસવરાજ પાટિલે જણાવ્યું કે, તેમણે તેમાં 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા અને 3 લાખ કમાણી કરી છે. પોતાનો પહેલો પાક વેચવા માટે બાસવરાજ પાટિલ બિગ બાઝાર સાથે વાતચીત કરી રહ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, પીળા તરબૂચ વિટામિન એ અને વિટામિન સીથી ભરપૂર છે. આ તરબૂચમાં લાલ તરબૂચ કરતા વધારે બીટા-કેરોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટ છે. બાસવરાજ પાટિલ ગ્રેજ્યુએટ ખેડૂત છે. તે કલાબુગરીના કોરલ્લી ગામના રહેવાસી છે. તેમણે પોતાના ગામમાં પીળા તરબૂચની ખેતી કરી છે.

જાણકારી અનુસાર આ અનમોલ હાઈબ્રીડ પ્રકારના છે. તેમજ લાલ રંગના તરબૂચની સરખામણીમાં ત્રણ ગણા વધારે મોંઘા વેચાઈ શકે છે. આ તરબૂચને જ્યાં સુધી કાપવામાં ન આવે, ત્યાં સુધી તે સામાન્ય તરબૂચ જેવા જ દેખાય છે. જોકે અંદરથી તે લાલ નહિ પણ પીળા હોય છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પીળા તરબૂચની ખેતી આખું વર્ષ કરી શકાય છે. પણ તેના માટે યોગ્ય તાપમાન મળવું જોઈએ. ગરમીમાં તેનો પાક સૌથી વધારે થાય છે, એટલા માટે ગરમીમાં તેને મોટાભાગના રાજ્યોમાં ઉગાડી શકાય છે.

આ માહિતી સ્કોપ વોપ, ટીવી૯ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.