સામેથી આવી રહી હતી ટ્રેન અને વ્યક્તિ પાટા પર માથું મૂકીને સુઈ ગયો, એ પછી જે થયું તે કમાલ છે.

ટ્રેનને આવતી જોઈને એક વ્યક્તિ ટ્રેનના પાટા પર સુઈ ગયો, વિડીયોમાં જુઓ પછી શું થયું.

રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો એક ચોંકાવનારો વિડીયો ટ્વિટર પર ફેમશ થયો છે. તે સીસીટીવી ફૂટેજનો વિડીયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ થોડા ઈંચ માટે જ જીવ ગુમાવતા ગુમાવતા રહી ગયો. ટ્રેન નજીક આવતા જ તે વ્યક્તિ પાટા પર સુઈ ગયો. જો ટ્રેન ડ્રાઈવરે ફટાફટ નિર્ણય ન લીધો હોત તો વ્યક્તિનું મ-રુ-ત્યુ-ન-ક્કી હતું. ટ્રેનના ડ્રાઈવરે સમયસર ઈમરજન્સી બ્રેક ખેંચી હતી. આ ઘટના મુંબઈના શિવડી સ્ટેશનની છે, જ્યાંની CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર શેર થઇ રહી છે.

વિડીયો ક્લિપની શરૂઆતમાં એક વ્યક્તિ દેખાય છે જે ટ્રેનના પાટાની નજીક ઉભો હોય છે. જેમ જેમ ટ્રેન નજીક આવે છે, તેમ તે વ્યક્તિ પાટા પર ચાલવા લાગે છે અને અચાનક જ પાટા પર સુઈ જાય છે. તે વ્યક્તિએ પોતાની ગરદન પાટા પર મૂકી અને બાકીના ભાગને બે પાટાની વચ્ચે રાખી દીધું.

આ જોઈ ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન તે વ્યક્તિથી થોડે દૂર આવીને ઉભી રહી ગઈ અને જી-વ-લે-ણ અકસ્માત થતા બચી ગયો. વિડીયોમાં કેટલાક આરપીએફ જવાનો તે વ્યક્તિને બચાવવા માટે દોડતા જોઈ શકાય છે. ફૂટેજમાં દેખાતા સમય અનુસાર, આ ઘટના લગભગ 11:45 વાગ્યે બની હતી.

રેલવે મંત્રાલયે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે. રેલવે મંત્રાલયે વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મોટરમેન દ્વારા કરવામાં આવ્યું પ્રશંસનીય કામ. મુંબઈના શિવડી સ્ટેશન પર મોટરમેને એક વ્યક્તિને ટ્રેક પર સૂતેલો જોયો, તેણે તરત ઇમરજન્સી બ્રેક લગાવીને વ્યક્તિનો જીવ બચાવ્યો. તમારું જીવન અમૂલ્ય છે, ઘરમાં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે.

આ વિડીયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને તેને 6 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે લગભગ 900 લોકોએ રિટ્વીટ કર્યો છે. આ વિડીયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ ઘટના ખરેખર ભયાનક થતા બચી ગઈ. ઈમરજન્સી બ્રેક્સ પણ ટ્રેનને તરત રોકી શકતી નથી, તેના માટે અંતર પણ મહત્વનું છે. ધન્ય છે એ મોટરમેનને કે જેમણે યોગ્ય સમયે પોતાની સમજણ દેખાડી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.