એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને વ્યક્તિએ ચોરી આ વસ્તુ, આઇપીએસ ઓફિસરે આપ્યું આવું રિએક્શન.

હવે ATM માં આ વસ્તુ માટે પીંજરું રાખવું પડશે, એક વ્યક્તિએ ATM માં જઈને જે કર્યું તે જાણીને તમે માથું પકડી લેશો.

આ મહામારીને કારણે દરેક જગ્યા પર સેનેટાઈઝરની બોટલ રાખવામાં આવી રહી છે, જેથી લોકો વાયરસથી બચીને રહે અને તે સંક્રમિત ના થાય. એવામાં એટીએમમાં પૈસા ઉપાડનાર લોકો માટે પણ સેનેટાઈઝરની બોટલ રાખવામાં આવે છે, જેથી એટીએમ મશીનનો ઉપયોગ કરતા પહેલા લોકો તેનાથી હાથ સેનિટાઇઝ કરી શકે અને વાયરલ ફેલાય નહિ. પણ કેટલાક લોકો એવા પણ છે કે તે સેનિટાઇઝરને પણ છોડતા નથી.

સોશિયલ મીડિયા પર એક ચોરનો વિડીયો ઘણો શેર થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ચોર એટીએમ મશીનની અંદરથી સેનેટાઈઝરની બોટલ ચોરી લે છે. બોટલ ચોર્યા પછી ચોર ચુપચાપ એટીએમની બહાર જતો રહે છે. આ વિડીયો હમણાં ઈન્ટરનેટ પર ખુબ જોવામાં આવી રહ્યો છે અને ટ્રેન્ડ પણ કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ એટીએમ મશીનમાંથી પૈસા કાઢે છે અને પૈસા કાઢ્યા પછી એટીએમ મશીનની નજીક મુકેલી હેન્ડ સેનિટાજરની બોટલને પ્લેટફોર્મમાંથી કાઢીને પોતાના બેગમાં નાખી દે છે. સેનિટાઇઝરની બોટલ બેગમાં નાખ્યા પછી તે બહાર નીકળી જાય છે.

આ વીડિયોને આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. વિડીયો શેયર કરતા તેમણે કેપશનમાં લખ્યું “These are kleptomaniac. દેશમાં લાખો ATM છે. આવા મુર્ખાઓથી સેનિટાઇઝર બચાવવા માટે દરેક ATM માં 200-300 રૂપિયાનું પીંજરું લગાવવા પડે તો કરોડો રૂપિયા આ કામમાં જ લાગી જશે. તમારા માર્યાદિત આચરણથી આ પૈસા બચે છે અને તમારા ભલા માટે જ વપરાય છે.” છેવટે તેમને હેસટેગની સાથે લખ્યું “હમ નહીં સુધારેગે”.

33 સેકેન્ડનો આ વિડીયો ઘણો શેર થઈ રહ્યો છે અને ખુબ જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 31 હજારથી વધારે લોકોએ જોયો છે. તેમજ તેને 2 હજારથી વધારે લોકોએ લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ હેન્ડ સેનેટાઈઝર ચોરવા વાળા વ્યક્તિની આલોચનાઓ પણ કરી છે

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.