મેનેજમેન્ટ ગુરુ પણ હનુમાનજીના આ ગુણમાંથી આપણને નિષ્ફતા મળે તો શું કરવું એવું શીખવે છે.

રામાયણ માંથી પણ આ બધા મેનેજમેન્ટના સિદ્ધાંત શીખી આપણે નિષ્ફળતાને હરાવી શકીએ છીએ.

રામાયણમાં જીવનની દરેક સમસ્યાઓ દૂર કરવા અને સુખ-શાંતિ બનાવી રાખવા માટે ઘણા પ્રસંગ જણાવવામાં આવ્યા છે. આ પ્રસંગોની શીખ આપણને આગળ વધવામાં મદદ કરે છે. આજે મોટાભાગના લોકો કોઈ કામમાં નિષ્ફ્ળ થવા પર નિરાશ થઇ જાય છે. એવી સ્થિતિમાં એકવાર ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. આ સંબંધમાં હનુમાનજીનો એક પ્રસંગ જણાવવામાં આવ્યો છે.

વાલ્મિકી રામાયણના સુંદર કાંડમાં એક ઘણો પ્રેરક પ્રસંગ છે. હનુમાનજી લંકામાં સીતાજીને શોધી રહ્યા હોય છે. રાવણના મહેલની સાથે જ અન્ય લંકાવાસીઓના ઘરોમાં, મહેલોમાં, ગલીઓમાં, રસ્તા પર દરેક જગ્યાએ હનુમાનજી સીતાને શોધી રહ્યા હતા. ઘણી મહેનત પછી પણ તેમને સફળતા નહિ મળી. ક્યાંય પણ કોઈ જાણકારી ન મળવાથી તે થોડા નિરાશ થઈ ગયા હતા. હનુમાનજીએ સીતાને ક્યારેય જોયા ન હતા, તે ફક્ત સીતાના ગુણોને ઓળખતા હતા. તેવા ગુણોવાળી કોઈ સ્ત્રી તેમને લંકામાં દેખાઈ નહિ. પોતાની આ નિષ્ફળતાને કારણે તે ઘણા પ્રકારની વાતો વિચારવા લાગ્યા.

તેમના મનમાં વિચાર આવ્યો કે, જો ખાલી હાથ જઈશ તો વાનરોના પ્રાણ પર સંકટમાં આવી જશે. શ્રી રામ પણ સીતાના વિયોગમાં પ્રાણ ત્યાગી દેશે, તેમની સાથે લક્ષ્મણ અને ભરત પણ. પોતાના સ્વામીઓ વગર અયોધ્યા પણ જીવી નહિ શકે. ઘણા બધા પ્રાણો પર સંકટ છવાઈ જશે.

આ વાતો વિચારતા સમયે તેમના મનમાં વિચાર આવ્યો કે, મારે એકવાર ફરીથી શોધ શરૂ કરવી જોઈએ. આ વિચાર આવતા જ હનુમાનજી ફરીથી એક નવી ઉર્જાથી ભરાઈ ગયા. તેમણે અત્યાર સુધીની પોતાની લંકા યાત્રાની સમીક્ષા કરી અને પછી નવી યોજના સાથે શોધ શરૂ કરી. હનુમાનજીએ વિચાર્યું કે, મેં અત્યાર સુધી એવા સ્થાનો પર સીતાને શોધ્યા છે જ્યાં રાક્ષસ નિવાસ કરે છે. હવે એવી જગ્યાઓ પર શોધવા જોઈએ, જ્યાં સામાન્ય રાક્ષસોનો પ્રવેશ વર્જિત છે. એ પછી તેમણે રાવણના બગીચાઓ અને રાજમહેલની આસપાસની જગ્યાઓ પર સીતાની શોધ શરુ કરી દીધી.

તેમની શોધમાં તેઓ અશોક વાટિકા પહોંચી ગયા. ત્યાં સફળતા મળી અને સીતા સાથે મુલાકાત થઇ. હનુમાનજીના એક વિચારે તેમની નિષ્ફળતાને સફળતામાં બદલી નાખી.

પ્રસંગની શીખ :

આ પ્રસંગની શીખ એ છે કે, જયારે આપણી સાથે પણ આવું થાય છે, તો આપણે પણ ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. નિરાશાથી બચવું જોઈએ. ઉત્સાહ બનાવી રાખો અને સંપૂર્ણ ઈમાનદારીથી સફળ થવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.