માનવતા : વિદેશીઓના પૈસા પુરા થઇ ગયા તો એમને ઘરે લઇ આવ્યો આ પરિવાર, ખુબ કર્યો આદર સત્કાર.

વાત ૨૦૧૬ ની છે. જયારે ૬ વિદેશી નાગરિકો પાસે પૈસા ખૂટી ગયા અને તેમની પાસે ખાવા માટે કાંઈ જ ન હતું. ત્યારે ઉત્તરાખંડનું એક પરિવાર તેમના માટે ભગવાન બનીને ગયું. નોટબંધીને કારણે દુ:ખી 6 વિદેશી નાગરિકો અને એક સાથીને ઘરે આદર સત્કાર કરી પીધોરાગઢના પાઠક પરિવાર એ અતિથી દેવો ભવની ઉક્તિને સાકાર કરી.

પોલેન્ડ ની યુવતી અંજીલ કિસ કોસમાલા, યુક્રેવ ની યુવતી ડયોનીવો ઓગલો, રૂસ ના રહેવાસી પર્વતારોહી ટાર્જનોવ એલકેસી, હેતીના રહેવાસી ફિલ્મ મેકર મેક્સ સ્ટીફન ઓલીવર ફેબલસ, લીથીનયા રહેવાસી રોક્સ જીસીવીસીયશ, ફ્રાંસના રહેવાસી લિયોનીલ માર્ટીનેજ અને તેની સાથે મુંબઈથી આવેલા ડોક્યુમેટ્રી ફિલ્મ મેકર રાહુલ હેમાંતી પાંડે 16 નવેમ્બર ના રોજ પીથીરગઢ પહોચ્યા.

તેમની પાસે ભારતીય ચલણનો અભાવ હતો. વિદેશી ચલણ બદલવા માટે લોકો બેંકોના ધક્કા ખાતા રહ્યા પરંતુ કોઈ ફાયદો ન થયો. ગુરુવારના રોજ કુર્માંચલ બેંકની શાખામાં તેમની મુલાકાત થીએથર ફોર એજ્યુકેશન ઇન માસ સોસાયટીના સચિવ યોગેશ પાઠક સાથે થઇ. યોગેશ એ પોતાની માતા કવિતા પાઠક, પિતા કેદાર દત્ત પાઠક સાથે વિદેશી મહેમાનોને ઘરે ભોજન આપવાની વાત કરી. માતા પિતા એ તેને પોતાનું સૌભાગ્ય માનીને શુક્રવાર એ ઘરે ભોજન માટે વિદેશી મહેમાનોને ઘરે આમંત્રિત કર્યા. વિદેશી નાગરિકોની તકલીફ જોઈને કુર્માંચલ બેંક શાખા પ્રબંધક પંકજ તિવારીએ પણ તે બન્નેને પોતાની તરફથી 1,000 રૂપિયા આપ્યા. શુક્રવાર એ બપોરે ભોજન માટે વિદેશી મહેમાન પાઠક પરિવારના ઘેર પહોચ્યા તો યોગેશના માતા પિતા સાથે જ મોટા ભાઈ દિનેશ પાઠક, ભાભી આશા પાઠક, બહેન રેનુ પાઠક, નાના આશિષ પાઠક, મુકુલ પાઠકએ મહેમાનોનું સ્વાગત કર્યું. મહેમાનોને ઘી સાથે મડુવેની રોટલી, ધાણાનું મીઠું, ઝોલી ભાત અને ભટીયા (ભટની બનેલી વાનગી) પીરસવામાં આવ્યા.

સત્કાર જોઈને વિદેશી પણ થયા ભાવુક :-

એટલું જ નહિ તેને દક્ષિણા આપીને વિદાય કરવામાં આવ્યા. સ્વાગત સત્કારથી ભાવુક વિદેશી મહેમાનો એ દિલથી પાઠક પરિવારનો આભાર વ્યક્તિ કર્યો. વિદેશી નાગરિકોની એ ટુકડી મુંબઈની ડોક્યુમેટ્રી ફિલ્મ મેકર રાહુલ હિમાંતી પાંડે સાથે માનવતા ઉપર ટૂંકી ફિલ્મ નિર્માણ કરવા માટે અહિયાં આવ્યા. તેમણે કુમાઉના તમામ વિસ્તારોમાં ફિલ્માંક કરી લીધું. તે લોકો ટૂંકી ફિલ્મ દ્વારા વિશ્વને માનવતાનો સંદેશ દેવા માંગતા હતા. પાઠક પરિવારએ જે કર્યું છે, તેનાથી મોટી માનવતાનું ઉદાહરણ તેમના માટે બીજું શું હોઈ શકે છે.

પીએમ મોદીના નિર્ણયની પ્રશંસા કરી :

વિદેશી મહેમાનો એ કાળું નાણું રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉપાડવામાં આવેલા પગલાની પ્રસંશા કરી. તે લોકોનું કહેવું હતું કે ભવિષ્યમાં તેના સારા પરિણામ સામે આવશે. ભારત વિકાસના રસ્તે જશે.

આ વિકાસ આપણે જોઈએ રહ્યા છીએ. તમારા વિચારથી જણાવશો કે આ નોટબંધી કેટલી સફળ થઇ? તમે કોમેન્ટમાં ૧૦૦ માંથી માર્ક્સ આપી શકો છો. સાથે સાથે કોમેન્ટમાં જણાવશો કે હવે પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયું કાર્ય  કરવું જોઈએ. જે તમારા મતે સૌથી પહેલા કરવું જોઈએ.