નાની બાઈની વાર્તાઓ તો તમે સાંભળી જ હશે, જેમાં ભગવાન કૃષ્ણ નગર શેઠ બનીને મામેરું કરવા પહોચ્યા. એવું જ રાજ્સ્થાનના દોસામાં થયું છે, ખાસ કરીને એક મહિલાના પિયરમાં ભાઈ ભત્રીજા જીવતા રહ્યા ન હતા, તો તેણે આખું મામેરું ભરવા આવી ગયું. જેની તેને આશા પણ ન હતી. અચાનક આખું ગામ મામેરું ભરવા આવ્યું. તો આ બહેનની આંખોમાં આંસુ નીકળવા લાગ્યા.
બાબત એ હતી કે દૌસા જીલ્લાના ગામ પીલોડીની ૬૦ વર્ષની ભગવતી દેવીના દીકરાના લગ્ન હતા. જેમાં સોમવારના રોજ મામેરું ભરવાની હતી. છ વર્ષ પહેલા અચાનક આંખોની દ્રષ્ટિ ગુમાવી બેસેલી ભગવતી દેવી મામેરું ભરવાની વિધિ નિભાવવા આવી. ભાઈ ભત્રીજા જીવતા ન હોવાને કારણે ગામના ઠાકોરજીના મંદિરમાં ગોળની ભેલી ચડાવી દીધી અને ભગવાનને સોમવારે મામેરું ભરવા આવવાનું આમંત્રણ આપીને આવી ગઈ.
પંચ પટેલોની મંજુરીથી લીધો નિર્ણય :-
મંદિરના પુજારી એ આ વાતની જાણકારી ગામ વાળાને આપી તો ગામલોકો એ નક્કી કર્યું કે દીકરીને ભાઈની ગેરહાજરીનો અહેસાસ નહિ થવા દેવામાં આવે. આખું ગામ તેને મામેરું ભરવા જશે. ગામલોકોએ મામેરું કપડા અને બીજી જરૂરી વસ્તુ ખરીદી અને સોમવાર એ વૃદ્ધ મહિલાના સાસરીયે પહોચી ગયા. જયારે એ વાતની જાણ મહિલાને થઇ તો તેની આંખો ભીની થઇ ગઈ અને તે બોલી કે મા બાપ અને ભાઈના પરિવારના મૃત્યુ પછી તેણે વિચાર્યું પણ ન હતું કે આખું ગામ તેનું મામેરું ભરવા આવશે. આ મામેરું જોવા વાળા લોકોની પણ આંખો ભીની થઇ ગઈ. નાંદરી ગામના લોકો એ ભગવતીને મામેરામાં ૯૧ હજાર રૂપિયા રોકડા અને કપડા વગેરે આપ્યું.
કોઈ બહેનને નહિ પડે ભાઈની કમી :-
ભગવતી દેવીની મામેરું ભરવા વાળા ગામ લોકો એ જણાવ્યું કે તેમણે હવે નક્કી કર્યું છે કે કોઈ પણ બહેનને મામેરું વખતે ભાઈની ખામીનો અહેસાસ નથી થવા દેવામાં આવે. જો દૌસા જીલ્લા કે રાજસ્થાનમાં ક્યાય પણ ભગવતી જેવી ઘટના બની જાય તો ગામ નાંદરીના આ લોકોનો સંપર્ક કરી શકો છો. ભગવતીની મામેરું ભરવા વાળા નાંદરીના લોકો તે બહેનના ઘરે પણ પહોચાડશે.
આખા રાજસ્થાનમાં થઇ રહી છે ચર્ચા :-
ભગવતી દેવીના દીકરાના લગ્નમાં તેના પિયરનું આખું ગામ તેના ભાઈ બનીને આવવાની વાત મીડિયાના સમાચારોમાં આવ્યા પછી બધા સર્વ સમાજના આ લોકોના આ પગલાની ઘણી પ્રસંશા થઇ રહી છે. સોસીયલ મીડિયામાં નાંદરીના લોકોની ઘણી જ પ્રશંસા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બહેન બ્રાહ્મણ સમાજ માંથી છે. જો કે મામેરું ભરવા વાળામાં તમામ જાતીના લોકો રહેલા હતા.
રાજસ્થાનમાં આ છે મામેરુંની પરંપરા :-
રાજસ્થાન સહીત દેશ ના બીજા ભાગ માં થતા લગ્નો માં મામેરું ભરવા ની વિધિ પણ નિભાવવામાં આવે છે. રાજસ્થાન માં મામેરું ભરવાનો રીવાજ એ છે કે દીકરા દીકરી ના લગ્ન માં મહિલા પોતાના પિયર ના લોકો ને ખાસ કરીને આમંત્રણ આપે છે, જેને સ્થાનિક ભાષા માં મામેરું આમંત્રણ કહેવામાં આવે છે. તેના માટે પોતે મહિલા પિયર આવે છે અને તમામ ભાઈ ભત્રીજા ને ચોકી ઉપર બેસાડી ને તેને તિલક કરી તેમના હાથ માં ગોળ જેને સ્થાનિક ભાષા માં ભેલી કહેવામાં આવે છે મુકે છે અને તેને લગ્ન માં બહેન ના ઘેર મામેરું લઇ ને આવવા નું આમંત્રણ આપે છે. પછી પિયર પક્ષ ના લોકો ખાસ કરી ને તેના ભાઈ શુકન ના કપડા, ઘરેણા અને રોકડા રૂપિયા લઇ ને બહેન ના ઘરે પહોચે છે. આ પ્રક્રિયા ને મામેરું ભરવી કહેવામાં આવે છે દૌસા ની ભગવતી ની બાબત માં તેના પિયર માં ભાઈ ભત્રીજા ના પહેલા મૃત્યુ થઇ ગયા હતા. એટલા માટે આખું ગામ તેને બહેન માની ને તેની મામેરું ભરવા પહોચ્યા.