મંગલ દોષને કારણે જ મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયુ છે તમારું જીવન? તો આજે જ કરો આ સરળ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય તો તેના કારણે જ તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે. મંગલ દોષને કારણે જ પતિ પત્ની વચ્ચે એક બીજા સાથેની તાલમેલ ખરાબ થઇ જાય છે અને હંમેશા ઝગડા થતા રહે છે, એટલું જ નહિ મંગળ દોષને કારણે જીવનસાથીના આરોગ્ય ઉપર પણ અસર થાય છે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ૧, ૪, ૮ અને ૧૨ માં ઘરમાં ઉપસ્થિત છે તો તેના કારણે જ મંગળ દોષ બને છે.

જો તમે મંગળ દોષમાંથી છુટકારો મેળવવા માગો છો તો તેના માટે થોડા સરળ ઉપાય કરી શકો છો આજે અમે તમને મંગળ દોષમાંથી છુટકારો મેળવવાના સૌથી સરળ ઉપાય જણાવવાના છીએ, તેનો ઉપયોગ કરીને મંગળની ખરાબ અસરને દુર કરી શકાય છે, જેથી તમારું જીવન આનંદમય બનશે.

આવો જાણીએ મંગળ દોષ માંથી છુટકારો મેળવવાના ઉપાય

મંગળ દોષ માંથી છુટકારો મેળવવા માગો છો તો તેના માટે જયારે વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે ત્યારે ઘરમાં લાલ પથ્થર જરૂર લગાઓ.

જો તમે મંગળના શુભ ફળની પ્રાપ્તિ કરવા માગો છો તો તેના માટે તમારા મિત્રોને મીઠાઈનું સેવન કરાવો.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ છે તો તેના માટે લાલ કપડામાં વરીયાળી બાંધીને તેને બેડરૂમમાં રાખો.

જો તમે મંગળવારના દિવસે મહાબલી હનુમાનજીના ચરણોમાથી સિંદુર લઈને તેનું એક તિલક તમારા માથા ઉપર લગાવો છો તો તેનાથી મંગળ દોષ દુર થાય છે.

જો તમે વાંદરાને ગોળ અને ચણા ખવડાવો છો તો મંગળ દોષની અસર ઓછી થશે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ આઠમાં ખાનામાં છે, જેને કારણે જ તેમને મુશ્કેલી આવી રહી છે તો તે સ્થિતિમાં કોઈ વિધવા સ્ત્રીના આશીર્વાદ લેવા શુભ માનવામાં આવે છે.

જો કોઈ કન્યાની કુંડળીમાં મંગળ અષ્ટમ ભાવમાં છે તો તેવામાં રોટલી બનાવતી વખતે તાવડી ઉપર ઠંડુ પાણી છાંટીને રોટલી બનાવવી જોઈએ, તેનાથી મંગળ દોષ દુર થાય છે.

જો આપણે લાલ પુસ્તક મુજબ જોઈએ તો મંગળ દોષથી પીડિત વ્યક્તિને લગ્નના સમયે ઘરની અંદર જમીન ખોદીને તંદુર કે ભટ્ટી ન લગાવવી જોઈએ, તે ઉપરાંત વ્યક્તિએ માટીનું ખાલી વાસણ વહેતી નદીમાં પધરાવવું જોઈએ.

દાન પુણ્ય કરવાથી પણ મંગળ દોષની અસર ઓછી થાય છે, તમે લાલ કપડુ લઈને તેમાં બે મુઠ્ઠી મસુરની દાળ બાંધીને મંગળવારના દિવસે કોઈ અજાણી વ્યક્તિને દાન આપો, તેનાથી તમને તરત જ મંગળ દોષ માંથી છુટકારો મળશે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે, પરંતુ જાણકારીના અભાવે વ્યક્તિ આ ઉપાયો નથી કરી શકતા અને તે પોતાની મુશ્કેલીને લઈને ઘણા ચિંતિત રહે છે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ છે તો તમે ઉપરોક્ત જણાવવામાં આવેલા ઉપાયોને અજમાવી શકો છો.

આ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી સરળ અને અસરકારક માનવામાં આવ્યા છે, જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને તરત મંગળ દોષ માંથી છુટકારો મળી શકે છે, જેથી તમે તમારું વિવાહિત જીવન આનંદ પૂર્વક પસાર કરી શકસો અને તમારા જીવનની ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિઓ દુર થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.