મંગળે કન્યામાંથી તુલા રાશિમાં કર્યો પ્રવેશ, બધી 12 રાશિઓ પર થશે સીધી અસર

રવિવારે 10 નવેમ્બરે મંગળે કન્યા રાશિ બદલીને તુલામાં પ્રવેશ કર્યો છે. તુલા શુક્રના સ્વામિત્વ વાળી રાશિ છે. મંગળ 25 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર જાણો બધી 12 રાશિઓ માટે મંગળનું રાશિ પરિવર્તન કેવું રહેવાનું છે.

મંગળની અસર :

મંગળના તુલા રાશિમાં આવી જવાથી અમુક પ્રદેશોમાં થઈ રહેલો વરસાદ રોકાઈ જશે. સ્થિતિ સામાન્ય થઈ જશે. પૂર્વ તરફના પ્રદેશોમાં ભૂકંપ અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા બની શકે છે. રાજનૈતિક ઉથલપાથલ ચાલુ રહેશે. આંદોલન અને અરાજકતા રહેશે. દુર્ઘટનાઓ થઈ શકે છે. પાકમાં નુકશાન થઈ શકે છે. અનાજનું સ્ટોરેજ કરવા વાળાને ફાયદો થશે. જમીન સંબંધિત કામ કરવા વાળાને નુકશાન થઈ શકે છે. વરસાદ ઓછો થવા લાગશે, કોઈ કોઈ જગ્યાએ વાવાઝોડાની સ્થિતિ બનશે.

મેષ : સાતમો મંગળ થોડી રાહત લઈને આવશે. જુના રોગોથી છુટકારો મળશે અને જુના મિત્રો સાથે મુલાકાત થશે. જમીન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. લાલ વસ્ત્રમાં મુકીને મસૂરની દાળનું દાન કરો.

વૃષભ : છઠ્ઠો મંગળ તમને વિદેશથી શુભ સંકેત અપાવી શકે છે. ત્યાંથી ફાયદો થશે અથવા જવાનો અવસર મળશે. વ્યાપાર વધારવામાં સફળ થશો અને કોઈ અજાણ્યા વ્યક્તિથી દગો મળવાનો ભય છે. સાવધાન રહો. મંગળવારે હળદરની ગાંઠ પાણીમાં નાખીને સ્નાન કરો.

મિથુન : પાંચમો મંગળ તમારા માટે ખુશીઓ લઈને આવશે. કોઈ મોટા લાભના લક્ષણ બનશે. ઈચ્છાઓ પૂરી થશે. ધાર્મિક પુસ્તકનું દાન કરો.

કર્ક : ચોથો મંગળ અમુક મુશ્કેલી ઉભી કરી શકે છે, પણ જો તમે આશીર્વાદ વાળી હનુમાનજીની મૂર્તિ પર લાલ ફૂલોની માળા અર્પણ કરશો, તો બધા સંકટોને ટાળવામાં સફળ થશો.

સિંહ : ત્રીજો મંગળ મંગળકારી હશે. કોઈ ખાસ કામ થઈ જવાથી પ્રસન્નતા બની રહેશે. વાહન સુખની પ્રાપ્તિ થશે. નવા લાભકારી પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. ગણેશજીને ઘી અર્પણ કરો.

કન્યા : બીજો મંગળ અનિષ્ટોને દુર કરવાવાળો હશે. કાર્યોમાં આવી રહેલી અડચણ સમાપ્ત થશે અને સંપર્કોમાં વધારો થશે. પોતાના કામને બીજા પર ઠાલવવાથી કામ મોડા થઈ શકે છે. મધનું દાન લાભકારી હશે.

તુલા : પહેલો મંગળ સ્વાસ્થ્ય અને દેવામાં વૃદ્ધિકારક થઈ શકે છે અને દેવું ચુકવવામાં પણ સમસ્યા આવી શકે છે. રોકાણ ન કરવું સારું રહેશે. હનુમાનજીને તેલનો દીવો પ્રગટાવો.

વૃશ્ચિક : બારમો મંગળ અમુક મુશ્કેલી પછી આરામ આપશે અને તીર્થ યાત્રાના યોગ બનાવશે. કોર્ટ કચેરી અને દેવા સંબંધિત બાબતોમાં જીત થશે. નવા વાહનની પ્રાપ્તિ થવી સંભવ છે. હનુમાનજીને સુગંધિત લાલ ફૂલ અર્પણ કરો.

ધનુ : અગિયારમો મંગળ તમને તમારા પોતાના લોકોથી દુર કરી શકે છે. તમારે સૌથી વધારે વિશ્વાસ એમના પર કરવો પડશે, જેમણે દુઃખમાં તમારો સાથ આપ્યો છે, નહિ તો તમે નુકશાનમાં રહેશો. મંગળના મંત્રનો જાપ કરો. મંત્ર છે ૐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:।

મકર : દશમો મંગળ ઉચ્ચ સ્તરીય સફળતા અપાવશે. સક્ષમ અધિકારીઓ સાથે સંબંધ મધુર થશે અને નવા કાર્યોની પ્રાપ્તિ થશે. પરિવારના લોકોને તમારી સખત જરૂરિયાત અનુભવ થશે. નિર્માણમાં ખર્ચ થશે. લાલ વસ્ત્રનું શિવ મંદિરમાં દાન કરો.

કુંભ : નવમો મંગળ દરેક રીતે શુભકારી છે. ઉત્સવો અને કાર્યક્રમોમાં જવાની તક મળશે. વ્યાપારિક યાત્રાઓ સફળતા અપાવતી હશે. નવા કારોબારની સ્થાપના સફળ થશે. જીવનસાથીને માટીમાંથી બનેલી વસ્તુ ભેટમાં આપો.

મીન : આઠમો મંગળ કાર્ય પ્રત્યે ઉદાસીનતા આપશે. અચાનક આવકમાં અડચણો ઉત્પન્ન થઈ શકે છે. કાર્યની યોજનાઓ બદલવી પડી શકે છે અને કાર્યશૈલીમાં પરિવર્તન પરેશાન કરશે. મસૂરની દાળનું સેવન કરો.