મંગળવારના દિવસે જણાવવામાં આવેલ ટોટકા કરવામાં આવે તો દરેક સમસ્યા થઈ જશે દૂર

મંગળવારના દિવસે જો નીચે જણાવેલા તુટકા કરવામાં આવે તો જીવનની દરેક તકલીફ માંથી રાહત મળી જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ ભારે છે તે લોકો આ દિવસે નીચે જણાવવામાં આવેલા ઉપાયો જરૂર કરો.

મંગળવારના દિવસે કરો આ કાર્ય મળી જશે દરેક તકલીફો માંથી છુટકારો

માથા ઉપર લગાવો તિલક

મંગળવારના દિવસે માથા ઉપર ચમેલીના તેલમાં ભેળવેલુ લાલ ચંદન વાળું સિંદુર લગાવવાથી હનુમાનજીની કૃપા તમારી ઉપર જળવાઈ રહે છે. ખાસ કરીને ચમેલીનું તેલ અને સિંદુર હનુમાનજીની પ્રિય વસ્તુ માંથી એક છે મંગળવારનો દિવસ હનુમાનજી સાથે જોડાયેલો છે. એટલા માટે આ દિવસે માથા ઉપર ચમેલી ભેળવેલું સિંદુર લગાવવાથી ઘણા પ્રકારના લાભ તમને મળે છે.

દેવું ચુકવવામાં થાય છે લાભ

જો તમારે કોઈને પૈસા પાછા આપવાના છે તો તમે મંગળવારના દિવસે ચૂકવવાનું કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવું ચુકવવાથી તમારે જીવનમાં આગળ ક્યારેય પણ દેવું કરવાની જરૂર નહિ પડે અને ન તો તમારી પાસે ક્યારે પણ પૈસાની તંગી રહે છે. એવી રીતે મંગળવારના દિવસે તમે કોઈને પણ ઉછીના પૈસા ન આપો. કેમ કે તે દિવસે પૈસા ઉછીના આપવાથી માણસને આર્થિક નુકશાન થાય છે અને પોતાના ઉછીતા આપેલા પૈસા પાછા નથી મળી શકતા.

બુંદી કે મીઠાઈ વહેચો

મંગળવારના દિવસે સાંજના સમયે લોકોને બુંદી કે કોઈપણ મીઠાઈ વહેચવાથી મંગળ ગ્રહની અસર ઓછી કરી શકાય છે. જે લોકોનો મંગળ ગ્રહ ભારે છે તેઓ આ દિવસે લોકોને બુંદી જરૂર વહેચો.

મીઠું ન ખાવ

મંગળવારના દિવસે તમે મીઠા વાળી કોઈપણ વસ્તુનું સેવન ન કરો. આ દિવસ મીઠું ખાવું યોગ્ય નથી માનવામાં આવતું અને એવું કહેવામાં આવે છે કે આ દિવસે મીઠું ન ખાવાથી શરીરને નુકશાન પહોચે છે. સાથે જ કોઈપણ કાર્યમાં સફળતા પણ નથી મળતી. મીઠા ઉપરાંત આ દિવસે તમે માંસ કે ઈંડાનું સેવન પણ ન કરો. એમ કરવાથી તમારે જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

પ્રવાસ કરવા માટે છે શુભ

આ દિવસે પ્રવાસ ઉપર જવું શુભ માનવામાં આવે છે. એટલા માટે જો તમે કોઈપણ સ્થળ ઉપર જવાની ગણતરી કરી રહ્યા છો તો તમારી યાત્રાને મંગળવારના દિવસે શરુ કરો. મંગળવારના દિવસે યાત્રા કરવાથી તમારી યાત્રા સફળ રહેશે અને તમને કોઈપણ પ્રકારની તકલીફ પ્રવાસ દરમિયાન નહિ પડે.

ગાયને રોટલી આપો

આ દિવસે ગાયને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે. તમે મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી લાલ રંગની ગાયને બે રોટલી ખવડાવી દો. ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ શાંતિ હંમેશા જળવાઈ રહેશે અને કુંડળી ઉપરથી મંગળ ગ્રહની અસર પણ ઓછી થઇ જશે.

શરુ કરી શકો છો શુભ કાર્ય

કોઈપણ કાર્ય શરુ કરવા માટે આ દિવસ ઉત્તમ માનવામાં આવે છે. જો તમારે લગ્નની ખરીદી કરવી છે કે પછી કોઈ નવી વસ્તુ લેવી છે, તો તમે મંગળવારના દિવસે તે લઇ શકો છો.