ઘરની મહિલાઓ ઘરની બરકત પ્રગતી માટે ખાસ કરીને કાર્યરત રહે છે. ઘરમાં હંમેશા સુખ શાંતિનો વાસ રહે તેના માટે તે જાત જાતના ઉપાય કરતી રહે છે. જેથી મુશ્કેલી ક્યારેય તમારી ઉપર આવે નહિ. પરંતુ છતાં પણ ક્યાંકને ક્યાંક ખામી રહી જાય છે. જેના કારણે તમામ પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.
જો તમે પણ સમસ્યાઓને દુર કરવા માગો છો? તો કાંઈક અસરકારક ઉપાય કરવાથી તમારું પણ નસીબ ખુલી શકે છે અને ઘરના આર્થીક, પારિવારિક અને બીજી સમસ્યાઓનો અંત થઇ શકે છે.
૧. મંગળવારના દિવસની શરૂઆત કરતી વખતે સવારે ઉઠીને માં લક્ષ્મી અને હનુમાનજી (Lord Hanuman)નું સ્મરણ કરવું જોઈએ. તેમની પ્રાર્થના કરવી જોઈએ કે હંમેશા તે તમારી સાથે રહે અને તમારા ઘરમાં વાસ કરે.
૨. મંગળવારના રોજ પીપળાને જળ ચડાવવું ઘણું જ શુભ માનવામાં આવે છે, એટલા માટે પૂજા દરમિયાન પીપળાના ઝાડ ઉપર જળ ચડાવો અને ધૂપ દીવા પ્રગટાવો.
૩. હનુમાનજીની પૂજા માટે પીપળાના ઝાડના ૭ કે ૫ પાંદડા તોડીને તેમાં એક સિક્કો અને થોડા ચોખા મુકો ધૂપ-દીપ પ્રગટાવીને પાંદડા હનુમાનજીની મૂર્તિ સામે સ્થાપિત કરો.
૪. હનુમાનજીને સ્પર્શ કર્યા વગર મહિલાઓ તેની પૂજા કરે હનુમાન ચાલીસાના પાઠ કરો અને છેલ્લે તેની આરતી કરો અને તેમની પાસેથી તેમની કૃપા જાળવી રાખવાની પ્રાર્થના કરો.
૫. સાંજના સમયે આ પીપળાના પાંદડાને તમારા પૈસા રાખવાના સ્થાન ઉપર, પર્સમાં, લોકરમાં કે પછી તિજોરીમાં સ્થાપિત કરો. આ વિધિ કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ તમને ટોકે નહિ, નહિ તો ઉપાય નકામો થઇ શકે છે.
૬. ખાવાના પાનના પાંદડાને મહિલાઓ છાના માના પોતાના પતિના પર્સમાં પણ મૂકી શકે છે. એમ કરવાથી હનુમાનજીની કૃપાથી પતિને ક્યારે પણ પૈસા માટે દુ:ખી થવાની જરૂર નહિ પડે.
૭. આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થતો નથી અને સંબંધમાં મીઠાશ અને પ્રેમ વધે છે.
૮. વેપારમાં પ્રગતી થાય તેના માટે પીપળાના પાંદડાને ઓફીસ કે મંદિર કે પછી ઓફીસમાં પૈસા રાખવાની જગ્યા ઉપર સ્થાપિત કરો.
૯. હનુમાનજીની કૃપાથી તમને લાભનો રસ્તો પ્રબળ થાય છે અને ઘરમાં બિન જરૂરી થતું ધનનું નુકશાન અટકાવવામાં મદદ મળે છે.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)