મંગળવારના વ્રતમાં હનુમાન ભક્તોએ જરૂર કરવા જોઈએ આ કાર્ય, અનેક ગણા વધારે મળશે ફાયદા.

મહાબલી હનુમાનજીને ભગવાન શ્રીરામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે, બજરંગબલીનો સૌથી પ્રિય દિવસ મંગળવાર માનવામાં આવે છે, તે દિવસે ભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, ઘણા ભક્ત એવા પણ છે. જે મંગળવારનું વ્રત રાખે છે પરંતુ શું તમે લોકો મંગળવારનું વ્રતની યોગ્ય રીત જાણો છો? ખાસ કરીને મંગળવારના વ્રતના થોડા નિયમ અને યોગ્ય રીત જણાવવામાં આવી છે, જેનું જો તમે પાલન નથી કરતા તો તેના કારણે ફાયદાને બદલે નુકશાનીનો સામનો કરવો પડે છે.

આજે અમે તમને મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને ક્યા કાર્ય કરવા જોઈએ, તેના વિષે જાણકારી આપવાના છીએ, જો તમે આ વાતોને ધ્યાનમાં રાખીને મંગળવારનું વ્રત કરશો તો તેનાથી હનુમાનજીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે અને તમને તમારા વ્રતનો કેટલાય ગણો વધુ ફાયદો મળશે.

મંગળવારનું વ્રત શું છે? :-

જો તમે મંગળવારનું વ્રત રાખો છો, તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે ખરેખર આ વ્રત શું હોય છે? જો આપણે શાસ્ત્રો મુજબ જોઈએ તો જે વ્યક્તિ મંગળવારનું વ્રત કરે છે, તેને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, મંગળવારનું વ્રત રાખવા વાળા વ્યક્તિને માન સન્માન, બળ, સાહસ અને પુરુષાર્થ વધે છે, એટલું જ નહિ પરંતુ સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત ઘણું જ લાભદાયક માનવામાં આવે છે, જો તમે મંગળવારનું વ્રત કરો છો, તો તેનાથી તમને તમામ પાપો માંથી મુક્તિ મળે છે.

મંગળવાર વ્રત નિયમ :-

જો તમે કોઈ પણ પૂજા પાઠ કે વ્રત કરો છો, તો તેના નિયમ હોય છે, તે રીતે જ મંગળવારના વ્રતના પણ નિયમ બતાવવામાં આવેલા છે, જો તમે મંગળવાર કે શનિવારના દિવસે વ્રત કરો છો, તો તમે હનુમાનજીને સમર્પિત વ્રત કરો, જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો છે. તે લોકોએ મંગળવારનું વ્રત કરવું લાભદાયક રહે છે, પરંતુ જો તમારી કુંડળીમાં મંગલ મજબુત છે. તો તમે મંગળવારના દિવસે વ્રત ન કરો.

મંગળવારે વ્રત કરવાની સાચી રીત :-

જો તમે મંગળવારના વ્રત કરી રહ્યા છો, તો તેના માટે તમે સતત ૨૧ મંગળવારના વ્રત જરૂર કરો, તમે મંગળવારના દિવસે સવારના સમયે સૂર્યોદય પહેલા ઉઠી જાવ અને સ્નાન વગેરે માંથી નવરા થઇ જાવ, અને આ દિવસે લાલ કપડા પહેરો, સ્નાન કર્યા પછી તમે ઘરના ઇશાન ખૂણાની દિશામાં એકાંત સ્થળ ઉપર હનુમાનજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરી લો તેની સાથે જ તમે વ્રતનો સંકલ્પ હાથમાં પાણી લઈને કરો.

જે સ્થાન ઉપર તમે પૂજા કરી રહ્યા છો, તે સ્થાન ઉપર ઘીનો દોવો પ્રગટાવો અને મહાબલી હનુમાનજીની મૂર્તિ કે ફોટા ઉપર ફૂલ અર્પણ કરીને ચમેલીનું તેલ પણ અર્પણ કરો તેની સાથે જ તમે મંગળવારે વ્રતની વાર્તા વાચ્યા પછી હનુમાન ચાલીસાના પાઠ કરો, જયારે તમે તમારી પૂજા પૂરી કરી લો ત્યારે બધાને વ્રતનો પ્રસાદ વહેચીને સ્વયં પણ ગ્રહણ કરો, તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે મંગળવારનું વ્રત કરી રહ્યા છો, તો આખા દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરી શકો છો, રાતના સમયે સુતા પહેલા તમે મહાબલી હનુમાનજીની પૂજા જરૂર કરો.

સાંજના સમયે કરો આ કાર્ય :-

હનુમાન ભક્ત જો મંગળવારનું વ્રત કરી રહ્યા છે, તો તેમણે સાંજના સમયે સુર્યાસ્ત પછી હનુમાન મંદિર કે પછી ઘરમાં બનેલા હનુમાન મૂર્તિને સામે સ્વચ્છ આસન ઉપર બેસવું જોઈએ, ત્યાર પછી સરસીયાના તેલનો ચાર મુખી દોવો પ્રગટાવી હનુમાનજીને અગરબત્તી, ફૂલ અર્પણ કરો, તેની સાથે જ તમે સિંદુર સાથે ચમેલીનું તેલ પણ અર્પણ કરો, જયારે તમે હનુમાનજીને દીવાથી આરતી કરી રહ્યા હો તે દરમિયાન તમે હનુમાનજીના મંત્ર “ओम रामदूताय नमः, ओम पवन पुत्राय नमः” ના જાપ કરો, અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.