મંગળવાર અથવા શનિવારે બજરંગબલીને અર્પણ કરો આ એક વસ્તુ, હનુમાનજી કરશે તમારું કલ્યાણ

મહાબલી હનુમાનજીની શક્તિઓથી દરેક વ્યક્તિ સારી રીતે માહિતગાર છે, તે સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. જો તેની કૃપા કોઈ વ્યક્તિ ઉપર હોય તો તે વ્યક્તિની મોટામાં મોટી મુશ્કેલીઓ પણ પળ ભરમાં દુર થઇ જાય છે. ત્યાં સુધી કે ભૂત-પ્રેત અડચણો પણ દુર થઇ જાય છે.

જે વ્યક્તિ સંકટ મોચન હનુમાનજીનું સ્મરણ કરે છે, તેના રક્ષણ માટે હનુમાનજી તરત આવી જાય છે. કળિયુગમાં મહાબલી હનુમાનજીને અજર અમર માનવામાં આવે છે, અને તે પોતાના ભક્તોના રક્ષણ માટે હંમેશા આગળ રહે છે. તેમની કૃપાથી ભક્તોના જીવનનું કલ્યાણ થઇ જાય છે.

જો તમે હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે મંગળવાર અને શનિવારનો દિવસ ઘણો જ વિશેષ માનવામાં આવે છે. હનુમાનજીના ભક્તોએ મંગળવાર અને શનિવારના દિવસે એક કાર્ય જરૂર કરવું જોઈએ. જો તમે આ ઉપાય કરી લો છો, તો તેનાથી તમારા જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે અને હનુમાનજી તમારી ઉપર પ્રસન્ન થશે.

આવો જાણીએ, મંગળવાર કે શનિવારના દિવસે ક્યા ઉપાય કરવા?

દરેક બજરંગબલી ભક્તોએ મંગળવાર અને શનિવારના દિવસે એક કાર્ય જરૂર કરવું જોઈએ. આ કાર્ય હનુમાનજીને સિંદુર અર્પણ કરવાનું છે. જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માગો છો, તો આ ઉપાય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મહાબલી હનુમાનજીને સિંદુર અતિ પ્રિય છે. જે ભક્ત હનુમાનજીને સિંદુર અર્પણ કરે છે અને લેપ કરે છે, તેની ઉપર હનુમાનજીની કૃપા હંમેશા થશે અને તેમના આશીર્વાદ જળવાઈ રહેશે.

હિંદુ ધર્મમાં પણ સિંદુરને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જેમ કે તમે લોકો જાણો છો કે, સિંદુરનો ઉપયોગ દાંપત્ય જીવનની ખુશી માટે પણ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે સિંદુર ખાસ કરીને નારંગી રંગનું હોય છે. મહિલાઓ તેને સૌભાગ્ય અને શૃંગાર માટે ઉપયોગમાં લે છે. સિંદુર વગર પરણિત મહિલાની કલ્પના કરવું પણ શક્ય નથી. સિંદુરને મંગલ ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે. એટલા માટે તે ઘણું જ મંગલકારી માનવામાં આવે છે.

મહાબલી હનુમાનજીને સિંદુર અર્પણ કરવા પાછળની એક ખુબ જ પ્રચલિત કથા છે. એક વખત સીતાજી પોતાના માથા ઉપર સિંદુર લગાવી રહ્યા હતા, ત્યારે મહાબલી હનુમાનજીએ તેમને એ પ્રશ્ન કર્યો કે, તમે તમારા માથા ઉપર સિંદુર કેમ લગાવી રહ્યા છો? તો હનુમાનજીના આ પ્રશ્નનો જવાબ આપતા માતા સીતાએ હનુમાનજીને કહ્યું કે, પ્રભુ શ્રીરામ તેનાથી ઘણા ખુશ રહે છે એટલા માટે હું મારા માથા ઉપર સિંદુર લગાવું છું.

એટલું સાંભળ્યા પછી તરત જ બજરંગબલીજીએ પોતાના આખા શરીર ઉપર સિંદુર લગાવી દીધું હતું. ત્યારથી હનુમાનજીને સિંદુર ઘણું પ્રિય છે અને સિંદુર અર્પણ કરવા વાળા લોકો ઉપર હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થાય છે.

હનુમાનજીને સિંદુર અર્પણ કરવાથી દુર થઇ જાય છે તમામ સંકટ :

જો તમે મહાબલી હનુમાનજીને સિંદુર અર્પણ કરો છો, તો તેનાથી તમારા જીવનની મોટામાં મોટી તકલીફો પણ દુર થઇ જાય છે. જો તમે તમારા જીવનમાં તકલીફોથી ઘેરાઈ ગયા છો, તો તમે મંગળવાર અને શનિવારના દિવસે સ્નાન કરીને પછી સ્વચ્છ કપડા પહેરીને હનુમાન મંદિર કે ઘરમાં બજરંગબલીની મૂર્તિ કે ફોટા ઉપર સિંદુર અર્પણ કરો. પરંતુ આ બધા પહેલા તમે તેની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવવાનું ન ભૂલો. ત્યાર પછી જ તમે સિંદુર અર્પણ કરો, આ ઉપાય કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.