મનગમતી નોકરી મેળવવા માટે કરો આ ઉપાય, દરરોજ જાપ કરો આ મંત્રનો

દરેક માણસ સારી નોકરી મેળવવાના સપના જુવે છે અને સારી નોકરી મેળવવા માટે ઘણું ભણે પણ છે. પરંતુ એવા ઘણા લોકો હોય છે કે જે અથાગ મહેનત કરવા અને ઘણું ભણવા છતાં પણ નોકરી મેળવવામાં અસફળ રહી જાય છે. જો તમે પણ મનપસંદ નોકરી પ્રાપ્ત કરવામાં અસફળ રહી જાવ છો. જો તમે પણ મનપસંદ નોકરી કે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવો છો, તો આ લેખ જરૂર વાંચો.

કેમ કે આજે અમે તમને નોકરી મેળવવાના ઉપાય અને સરકારી નોકરી મેળવવાના મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. જે કરવાથી તમને મનપસંદ નોકરી મળી જશે. તો આવો સૌથી પહેલા જાણીએ નોકરી મેળવવાના ઉપાય.

નોકરી મેળવવાના ઉપાય :

નોકરી મેળવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, અને દરેક વ્યક્તિ તે મેળવવા માટે સંપૂર્ણ રીતે પ્રયાસ પણ કરે છે. પરંતુ અમુક કારણ વશ તે એ નોકરી નથી મેળવી શકતા જેના માટે તે આટલા પ્રયાસ કરે છે. આજે અમે તમને આ લેખમાં ઘણી બધી એવી વાતો જણાવીશું જે કરવાથી તમને તમારી મનપસંદ નોકરી મળી જશે. પરંતુ જો તમે પૂરી શ્રદ્ધાથી આ કાર્ય કરશો ત્યારે તમને તેનું પૂરું ફળ મળી શકે છે. તો આવો જાણીએ નોકરી મેળવવાના ઉપાય.

કરો શનિદેવની પૂજા :

નોકરી મેળવવા માટે દર શનિવારના દિવસે શની દેવની પૂજા કરો અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવો. જ્યોતિષીઓ મુજબ શનિદેવની પૂજા કરવાથી અને આ મંત્ર “ॐ शं शनैश्चराय नम।” ના ૧૦૮ વખત જાપ કરવાથી બંધ ભાગ્ય ખુલી જાય છે અને નોકરી મળી જાય છે.

કરો હનુમાનજીની પૂજા :

જે લોકોનો મંગળ ગ્રહ ભારે હોય છે તે લોકોને નોકરી સરળતાથી નથી મળતી. જો તમારો પણ મંગલ ભારે છે તો આ ઉપાય કરો. આ ઉપાય દ્વારા મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો, અને પૂજા કરતી વખતે તેમને એક લાલ ગુલાનનું ફૂલ ચડાવી દો. આ તુટકા કરવાથી તમને સરકારી નોકરી વહેલી તકે જ મળી જશે, અને નોકરી મેળવવામાં જે અડચણ મંગળ ગ્રહના ભારે હોવાને કારણે આવી રહી છે તે દુર થઇ જશે.

કુવામાં નાખો દૂધ :

સરકારી નોકરી મેળવવા માટે કુવાની અંદર તમે કાચું ગાયનું દૂધ નાખો. કુવાની અંદર ગાયનું દૂધ નાખ્યા પછી કુવા પાસે ધૂપ પણ પ્રગટાવી દો. આમ તો તે વાતનું ધ્યાન જરૂર રાખો કે, કુવો પાણીથી ભરેલો હોય અને આ ટોટકો કરતી વખતે કોઈ તમને જુવે નહિ. આ ઉપાય સતત પાંચ રવિવાર કરો. તમને વહેલી તકે જ સરકારી નોકરી મળી જશે.

ઈન્ટરવ્યુંના દિવસે કરો આ ઉપાય :

જે દિવસે તમારી નોકરીનું ઈન્ટરવ્યું હોય તે દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્નાન કરવાના પાણીમાં હળદર ભેળવી લો. સ્નાન કર્યા પછી એક વાટકીમાં દહીં અને સાકર ભેળવી દો અને આ વાટકીને મંદિરમાં રાખી દો. ભગવાનની પૂજા કર્યા પછી વાટકીમાં રાખેલું દહીં અને સાકર ખાઈ લો. આ ઉપાય કરવાથી ઈન્ટરવ્યું તમે પાસ કરી લેશો અને તમને નોકરી મળી જશે.

પક્ષીઓને ખવરાવો અનાજ :

નોકરી મેળવવાના ઉપાયમાં રોજ સવારે પક્ષીઓને સાત પ્રકારના અનાજ ખવરાવો. સાત પ્રકારના અનાજ તમે સારી રીતે ભેળવી દો અને જમણા હાથથી તે અનાજ પક્ષીઓને ખવરાવી દો. આ ઉપાય ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને નોકરી ન મળી જાય.

લીંબુ સાથે જોડાયેલો ઉપાય :

આ ઉપાયમાં એક લીંબુની અંદર ચાર કાણા પાડી દો અને આ કાણામાં એક એક લવિંગ નાખી દો. ત્યાર પછી લીંબુને નદીમાં પધરાવી દો. લીંબુ સાથે જોડાયેલો આ ઉપાય કરવાથી તમને સરકારી નોકરી કે મનપસંદ નોકરી તરત મળી જાય છે.

શિવલિંગની કરો પૂજા :

દર સોમવારના દિવસે શિવ ભગવાનની પૂજા કરો અને શિવલિંગ ઉપર જળ ચડાવો, અને અક્ષત અર્પણ કરો. શાસ્ત્રો મુજબ શિવલિંગ ઉપર જળ અને ચોખા ચડાવવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે.

નોકરી મેળવવાના ઉપાય ગાયને રોટલી ખવરાવવી :

રોજ સવારે પહેલી રોટલી ગાય માટે બનાવો અને આ રોટલી ઉપર ઘી અને ખાંડ લગાવીને તે કોઈ ગાયને ખાવા માટે આપી દો. તેમજ નોકરી મેળવવાનો ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી બે મહિનાની અંદર જ નોકરી મળી જશે.

લવિંગ રાખો સાથે :

જે દિવસે પણ નોકરી માટે ઈન્ટરવ્યું માટે જાવ તે દિવસે તમારી પાસે લવિંગ રાખી લો. એમ કરવાથી ઈન્ટરવ્યુંમાં તમને સફળતા મળી જશે અને તમને નોકરી મળી જશે.

નોકરી મેળવવાના ઉપાય અને મંત્ર :

નોકરી મેળવવાના ઉપાય વાંચ્યા પછી તમે સરકારી નોકરી મેળવવા માટેના મંત્ર પણ જાણી લો. નીચે જણાવેલા મંત્ર ઘણા જ અસરકારક હોય છે, અને આ મંત્રના જાપ કરવાથી સરકારી નોકરી તરત લાગી જાય છે. સરકારી નોકરી મેળવવાના મંત્ર આ મુજબ છે.

પહેલો મંત્ર : ‘ॐ श्री हनुमते नम:’ मंत्र મંત્રના ૧૦૮ વખત જાપ કરો.

બીજો મંત્ર : आदिदेव नमस्तुभ्यं सप्तसप्ते दिवाकर त्वं रवे तारय स्वास्मानस्मात्संसार सागरात।

ત્રીજો મંત્ર : ‘ॐ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी’

ચોથો મંત્ર : ॐ शं शनैश्चराय नम:। આ મંત્રના જાપ ૧૦૮ વખત કરો. આ મંત્ર રોજ વાંચવાથી નોકરી મળવાના યોગ ઉભા થઇ જાય છે, અને મનપસંદ નોકરી મળી જાય છે.

પાંચમો મંત્ર : રોજ સવારે ઉઠીને સૌથી પહેલા આ મંત્રના જાપ કરો “दर्शनम् कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती। करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम्।।” આ મંત્ર વાંચવાથી મનપસંદ વસ્તુ મળી જાય છે.

છઠ્ઠો મંત્ર : ॐ भूर्भुव: स्वः। तत्सवितुर् वरेण्यं ।।भर्गो देवस्य धीमहि। धियो योनः प्रचोदयात् क्लीं क्लीं क्लीं क्लीं ।। આ મંત્રને રોજ ત્રણ વખત કે પાંચ વખત વાંચો. તે સરકારી નોકરી મેળવવાનો મંત્ર છે અને તે વાંચવાથી નોકરી તરત મળી જાય છે.

ભગવાન શિવજી સાથે જોડાયેલા મંત્ર :

સરકારી નોકરી મેળવવા માટે ભગવાન શિવજીની પૂજા કરો અને તેની સાથે જોડાયેલા મંત્રના જાપ કરો. શિવ ભગવાનના આ મંત્રોના જાપ કરવાથી તે વહેલી તકે પ્રસન્ન થઇ જાય છે. આ મંત્રોના જાપ રોજ કરો અને આ મંત્ર ઓછામાં ઓછા ૨૧ વખત વાંચો. આ મંત્રને શિવલિંગ પાસે બેસીને વાંચવાથી વહેલી તકે ફળની પ્રાપ્તિ થાય છે.

श्री शिवाय नम:

श्री शंकराय नम:

श्री महेशवराय नम:

श्री सांबसदाशिवाय नम:

श्री रुद्राय नम:

ॐ पार्वतीपतये नमः

ॐ नमो नीलकण्ठाय:

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.