મનગમતી વસ્તુ મેળવવા માટે પૂજા દરમિયાન ભગવાનને જરૂર અર્પણ કરો આ ફૂલ

પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ જરૂર અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ફૂલ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે અને દરેક મનોકામનાને પૂરી કરી દે છે. શાસ્ત્રોમાં ફૂલોને ખુબ જ શુભ અને પવિત્ર ગણવામાં આવે છે, અને તે આસપાસ હોવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. અને ઈશ્વરની કૃપા મેળવવા માટે તેમને રોજ તાજા અને માત્ર સ્વચ્છ ફૂલ અર્પણ કરવા જોઈએ.

પૂજા દરમિયાન ભગવાનને ચડાવવામાં આવતા ફૂલોનું પોતાનું અલગ જ મહત્વ હોય છે, અને દરેક ભગવાન સાથે એક વિશેષ ફૂલ જોડાયેલું હોય છે. તો આવો જાણીએ કયું ફૂલ ક્યા ભગવાનને પ્રિય છે? અને તે ફૂલ ચડાવવાથી મળતા લાભ.

ગલગોટાનું ફૂલ :

પૂજા કે હવન દરમિયાન ગલગોટાના ફૂલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. આ ફૂલ પીળા અને નારંગી રંગના હોય છે. ગલગોટાના ફૂલ ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે. અને એવું માનવામાં આવે છે કે, જો રોજ વિષ્ણુજીની પૂજા કરતી વખતે તેમને પીળા ગલગોટાના ફૂલની માળા ચડાવવામાં આવે, તો સંતાન સાથે જોડાયેલી તમામ તકલીફો દુર થઈ જાય છે. તે ઉપરાંત જો પીળા રંગના ફૂલને ગુરુવારના દિવસે કેળાના ઝાડ ઉપર ચડાવવામાં આવે તો ગુરુ ગ્રહ શાંત રહે છે.

ગુલાબનું ફૂલ :

ગુલાબનું ફૂલ ઘણું જ સુગંધિત હોય છે અને આ ફૂલ ભગવાનને અર્પણ કરવાથી કૌટુંબીક સંબંધો સારા જળવાઈ રહે છે, અને પતિ પત્ની વચ્ચે પ્રેમમાં ઘટાડો થતો નથી. તે ઉપરાંત આ ફૂલ ચડાવવાથી પ્રેમ લગ્ન અને ધન સંપત્તિ સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ દુર થઈ જાય છે. આ ફૂલ લક્ષ્મી માતાને ઘણા જ પસંદ છે. તેમને રોજ આ ફૂલ અર્પણ કરવાથી ધન લાભ થાય છે. અને આ ફૂલનો સંબંધ શુક્ર ગ્રહ અને મંગલ ગ્રહ સાથે માનવામાં આવે છે. એટલા માટે આ બંને ગ્રહોના પ્રકોપથી બચવા માટે તમે મગળવાર અને શુક્રવારના દિવસે આ ફૂલ મંદિરમાં જરૂર ચડાવી આવો.

કમળનું ફૂલ :

કમળનું ફૂલ ભગવાનને અર્પણ કરવાથી કોઈ પણ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. સફેદ રંગના કમળને સૌથી પવિત્ર માનવામાં આવે છે, અને આ ફૂલ ઉર્જાનું પ્રતિક હોય છે. કમળના ફૂલનો સંબંધ નવ ગ્રહો સાથે માનવામાં આવે છે. અને તેને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરવાથી જીવનમાં શાંતિ જળવાઈ રહે છે. એટલું જ નહિ જો ૨૭ દિવસ સુધી આ ફૂલ લક્ષ્મીજી માતાને અર્પણ કરવામાં આવે તો જીવનમાં ધનની ક્યારે પણ અછત નહિ આવે. અને અગિયારસના દિવસે કૃષ્ણજીને કમળના ફૂલની માળા અર્પણ કરવાથી જીવનની દરેક અડચણો દુર થઇ જાય છે.

જાસુદનું ફૂલ :

જાસુદના ફૂલનો ઉપયોગ ભગવાન સૂર્ય દેવની પૂજા દરમિયાન જરૂર કરવામાં આવે છે. જળમાં ફૂલને નાખીને આ જળથી જો સૂર્ય દેવને અર્ધ્ય આપવામાં આવે, તો સૂર્યદેવની કૃપા જળવાયેલી રહે છે અને શરીરનું રક્ષણ ઘણા પ્રકારના રોગો સામે થાય છે. તે ઉપરાંત તમારા કોઈ શત્રુ ઉપર વિજય મેળવવા માટે તમે રોજ જાસુદનું ફૂલ સૂર્ય દેવની સામે ચડાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.